ShareChat
click to see wallet page
search
#😲ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ, આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફરી એકવાર હુમલાનો પ્રયાસ થતા રાજકારણ ગરમાયું છે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનાના ગડુ ગામે યોજાયેલી 'ખેડૂત સન્માન સભા'માં એક શખસે ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટનામાં પોલીસે જે શખસને પકડ્યો છે, તેણે કરેલા ખુલાસાએ પોલીસ અને રાજકીય આલમમાં દોડધામ મચાવી દીધી છે.ઝડપાયેલા શખસની ઓળખ શબીર મીર પરમાર તરીકે થઈ છે. પોલીસ પૂછપરછમાં શબીરે કબૂલાત કરી છે કે તેને આ કૃત્ય કરવા માટે લાલચ આપવામાં આવી હતી. શબીરના જણાવ્યા અનુસાર, "ભંડુરી રામજીભાઈનો દીકરો મીત, ભરતભાઈ અને પોતાની ઓળખ 'સાહેબ' તરીકે આપનાર એક વ્યક્તિએ મને આ કામ સોંપ્યું હતું. તેમણે મને ગોપાલ ઈટાલિયા પર જૂતું મારવાના બદલામાં 50 હજાર રૂપિયા આપવાની ઓફર કરી હતી અને અડધા પૈસા એડવાન્સ આપવાની વાત પણ કરી હતી."સભામાં મચી ગઈ અફરાતફરી ઘટના 16મી જાન્યુઆરીની રાત્રે બની હતી. ગોપાલ ઈટાલિયા જ્યારે મંચ પરથી ખેડૂતોને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે અચાનક પ્રેક્ષકોમાંથી શબીરે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો. જોકે, સતર્ક પોલીસ અને 'આપ'ના કાર્યકર્તાઓએ હુમલો થાય તે પહેલા જ તેને દબોચી લીધો હતો. સદનસીબે ઈટાલિયાને કોઈ ઈજા થઈ નથી. #🔥 બિગ અપડેટ્સ #✒ રાજકારણ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #🗞️ ગુજરાત અપડેટ્સ
😲ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ - ShareChat
01:36