ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ટેક્નિકલ શિક્ષણનો વ્યાપ વધે અને નવા સ્ટાર્ટઅપકર્તા ટેક્નોક્રેટ્સને ઈનોવેશન માટે પ્રોત્સાહન મળી રહે તે માટે સતત કાર્યરત રહે છે. તેવામાં કેન્દ્ર સરકારના મેક ઈન ઈન્ડિયા , સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના અભિયાનમાં યોગદાનનું ઉત્તમ ઉદાહરણ એટલે ‘વરદાન’. GTU ઈનોવેશન સેન્ટર સુરત ખાતેના સ્ટાર્ટઅપકર્તાઓ દ્વારા નજીવી કિંમતના રોકાણથી કાર્યરત વોટર પ્યોરીફાયર મશીન “વરદાન” બનાવામાં આવ્યુ છે. #👍 થોડો વિચાર થોડો હકાર