ShareChat
click to see wallet page
search
#🔥11 મેની અપડેટ🗞 #🔥 બિગ અપડેટ્સ #👀 અજબ-ગજબ 😍 #🗞️ ગુજરાત અપડેટ્સ #💖 મારુ સૌરાષ્ટ્ર
🔥11 મેની અપડેટ🗞 - મોરબીના મચ્છુ -૨ ડેમના દરવાજાના રિપેરિંગ કામ માટે નદીમાં પાણી છોડાશેઃ ૩૪ ગામને એલર્ટ કરાયા તા .૧૨ થી ૧૫ સુધીમાં ડેમ ખાલી કરાશે : લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના ( જીજ્ઞેશ ભટ્ટ ) મોરબી તા .૧૦ મોરબી અને માળીયા તાલુકાનાં લોકો માટે આશીર્વાદ સમાન મચ્છુ -૨ ડેમને રીપેરીંગ અર્થે ખાલી કરવાનો છે જેથી હાલમાં નીચવાસના ગામમા આવતા તમામ કોઝવે પરથી અવરજવર ન કરવા માટે જાહેર ચેતવણી આપવામાં આવેલ છે અને મોરબી અને માળીયા તાલુકાનાં ૩૪ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે . મોરબી તાલુકાના જોધપર ( નદી ) ગામ પાસે મચ્છુ -૨ ડેમ આવેલ છે તેના દરવાજાનું રીપેરીંગ કરવાનું છે જેથી આગામી તા ૧૨/૫ થી ૧૫/૫ સુધી મચ્છુ -૨ ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવામાં આવશે જેથી મચ્છુ -૨ ડેમ અને મચ્છુ -૩ ડેમની હેઠવાસમા આવતા મોરબી અને માળીયા ( મી . ) તાલુકાના નિચે મુજબના ગામોના લોકોને દિના વિસ્તારમા ન જવા માટે ચેતવણી આપવામાં આવે છે અને મોરબી શહેરમા મયુર બ્રીજ પાસેના બેઠા પુલ પાસે નદીના પટમાંથી ઝૂંપડામાં રહેતા લોકોને ખસેડવા માટે સૂચના આપવામાં આવેલ છે અને નીચવાસના ગામમા આવતા તમામ કોઝવે પરથી અવરજવર ન કરવા માટે પણ ચેતવણી આપવામા આવે છે . હાલમાં મોરબી તાલુકના જોધપર , લીલાપર , ભડીયાદ , ટીંબડી , ધરમપુર , રવાપર , અમરેલી , વનાળિયા , ગોર ખીજડીયા , માનસર , નવા સાદુળકા , જુના સાદુળકા , રવાપર , ગુંગણ , નારણકા , બહાદુરગઢ , નવા નાગડાવાસ , જુના નાગડાવાસ , સોખડા , અમરનગર , મોરબી , રવાપર નહિંદ અને વજેપર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા , દેરાળા , નવાગામ , મેધપર , હરીપર , મહેન્દ્રગઢ , ફતેપર , સોનગઢ , માળિયા ( મી ) , રાસંગપર અને ફાટસર ગામને એલર્ટ કરવામાં આવેલ છે . - ShareChat