#📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #સુરત #અમે સુરતી #સુરત સમાચાર સુરત શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણને રોકવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે કડક પગલાં લીધા છે. ગુપ્ત માહિતીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું.
SOG ટીમે પહેલા પૂણાગામમાં અમૃતધારા ડેરી પર દરોડો પાડ્યો હતો,જ્યાં ઓપરેટર ભૂપત નારણ પરમારની હાજરીમાં, ₹11,600 ની કિંમતનું 58 કિલોગ્રામ શંકાસ્પદ માખણ (Butter) જપ્ત કરવામાં આવ્યું હતું.આ કામગીરી બાદ, વરાછા વિસ્તારમાં જનતાનગર નજીક જનતા ડેરી પર બીજો દરોડો પાડવામાં આવ્યો હતો.
જનતા ડેરીના માલિક/ઓપરેટર ધનશ્યામ જેરામ દુધાતની હાજરીમાં, ₹17,000 ની કિંમતનું 85 કિલોગ્રામ શંકાસ્પદ માખણ જપ્ત કરવામાં આવ્યું હતું. SOG એ આ બે ડેરીઓમાંથી મળી આવેલા કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણને શંકાસ્પદ માનીને જપ્ત કર્યું હતું.
કામગીરી દરમિયાન હાજર ફૂડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ માખણને સીલ કરી દીધું હતું. આ માખણ ખરેખર માનવ વપરાશ માટે સલામત છે કે નહીં તે ચકાસવું જરૂરી હોવાથી, નિયમો મુજબ જરૂરી નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. સમગ્ર નમૂના લેવાની પ્રક્રિયા ફૂડ સેફ્ટી વિભાગના અધિકારી ડી.બી. મકવાણાની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી.
પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી માત્ર જથ્થાને જપ્ત કરવા પૂરતી મર્યાદિત નથી. આ નમૂનાઓ પરના લેબ રિપોર્ટની રાહ જોવામાં આવશે. જો લેબ રિપોર્ટમાં સાબિત થાય છે કે માખણ ભેળસેળયુક્ત છે અથવા વપરાશ માટે અયોગ્ય છે, તો બંને ડેરીઓના સંચાલકો/માલિકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #butter #dairy #smc #foodsafety #sog #specialoperationgroup #fake


