#અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર ક્યારે મળશે કોટ વિસ્તારના લોકોને ખુલ્લા રોડ?
સુરતના કોટ વિસ્તાર, ખાસ કરીને લાલગેટ આસપાસ વર્ષોથી ચાલતા ગેરકાયદે દબાણો આજે પણ યથાવત છે. અનેક સ્થાનિકોની ફરિયાદો, રજૂઆતો અને સતત સોશિયલ મીડિયા પર ઉઠતી માંગ છતાં દબાણકારો સામે હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. રસ્તાઓ પર ગલ્લા, પાથરણાં અને અણધાર્યા પાર્કિંગને કારણે વાહનચાલકો તથા પદયાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમસ્યાથી કંટાળીને એક જાગૃત નાગરિકે લાલગેટ વિસ્તારની હાલત દર્શાવતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડિયોમાં ખુલ્લેઆમ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે વર્ષોથી ચાલતી આ અવ્યવસ્થા સામે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે અને ક્યારે કોટ વિસ્તારના લોકોને સાચા અર્થમાં ખુલ્લા અને સલામત રોડ મળશે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #nitinbhajiyawala #chautabazar #lalgate #daban #smc #suratmunicipalcorporation #daxeshmavani

