#😠લેહ: હિંસામાં ફેરવાયો યુવાનોનો ગુસ્સો #🔥 બિગ અપડેટ્સ #📖 તાજા સમાચાર🗞 #📢 લેટેસ્ટ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ @♥️⃟Čhaki T≛⃝✨🦋⃟⃟ ͫͫ𝖈𝖍𝖎ku Ni✮⃝🏆
લદાખને રાજ્યનો દરજ્જો આપવાની અને બંધારણીની છઠ્ઠી અનુસૂચિ સામેલ કરવાની માંગ મુદ્દે મંગળવારે ભારે હિંસા અને અથડામણ થવાની ઘટનામાં ચાર લોકોના મોત અને 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ ઘટનાક્રમ બન્યા બાદ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.લદાખને છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા અને રાજ્યનો દરજ્જો આપવાની માંગ પૂરી ન થવાના કારણે આ આંદોલન ચાલી રહ્યું છે. આ માંગણીઓને લઈને લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. અગાઉ પણ અનેક રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે, પરંતુ કોઈ ચોક્કસ પરિણામ આવ્યું નથી. હવે આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય 6 ઑક્ટોબરે લદાખના પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરશે.


