સરકારની કડક કાર્યવાહી, નક્કી કર્યો ટિકિટનો ભાવ, એરલાઇન્સના મનસ્વી ભાડા પર લગાવી લગામ
Government Flight Price Control: ઇન્ડિગો કટોકટીનો ઉકેલ લાવવા માટે સરકારે નોંધપાત્ર પગલાં લીધા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે સ્થાનિક વિમાન ભાડા પર દેશવ્યાપી મર્યાદા લાદવાનો આદેશ આપ્યો હતો. ઇન્ડિગોમાં વ્યાપક સમસ્યાઓના પરિણામે અનેક રૂટ પર ફ્લાઇટ રદ, ક્ષમતામાં ઘટાડો અને ટિકિટના ભાવમાં નોંધપાત્ર વધારો થયા બાદ આ આદેશ આપવામાં આવ્યો છે.