#રાસળો ચાલતાં રીસાવું પરણ્યો મનાવે
કહી દેને ગોરાદે મને કેમ તૂ સતાવે
ગઢડો રે જૂનો થયો બંગલા બનાવા છે
રથડો રે જૂનો થયો મારુતિ લેવી છે
હાલતાને ચાલતાં રીસાવું પરણ્યો મનાવે
કહી દે ને ગોરાં દે મને કેમ તૂ સતાવે
પાંદડા રે જૂના થયા ડીસકા વિધાવા છે
કડલા રે જૂના થયા ઝાંઝરિયા પહેરાવો
હાલતાને ચાલતાં રીસાવું પરણ્યો મનાવે
કહી દેને ગોરાં દે મને કેમ તૂં સતાવે
ગામડું રે છોડીને સીટીઓ માં રહૈવા જાવું
સાડલો રે જૂનો થયો સાળીઓ પેરી હું લવુ
હાલતાને ચાલતાં રીસાવુ પરણ્યો મનાવે
કહી દેને ગોરાદે મને કેમ તૂં સતાવે
પહેલાં વાળુ કલ્ચર તો બહું રે જૂનું થયું
હમણાં હાલે ઈંગ્લિશ બહુ માનતો વધી રયું

