#😭દિલ્હી બ્લાસ્ટના કાળજુ કંપાવતા VIDEO #📢11 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર દિલ્હીના લાલકિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. બ્લાસ્ટ થયેલી કાર હરિયાણા રજીસ્ટર્ડ HR 26 CE 7674 નંબરની હ્યુન્ડાઈ i20 હોવાનું બહાર આવ્યું છે. કારના રજીસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં ગુરુગ્રામના મોહમ્મદ સલમાનની ઓળખ માલિક તરીકે થઈ હતી. પૂછપરછ દરમિયાન સલમાને જણાવ્યું કે તેણે આ કાર દોઢ વર્ષ પહેલાં વેચી દીધી હતી.
પોલીસે સલમાનને અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન ખુલ્યું કે આ કાર અનેકવાર હાથ બદલાઈ ચૂકી છે. તાજેતરના માલિક તરીકે જમ્મુ-કાશ્મીરના પુલવામાના શખ્સનું નામ સામે આવ્યું છે, જેના સંબંધમાં પણ તપાસ ચાલુ છે.
માહિતી મુજબ, બ્લાસ્ટ થયેલી i20 કાર દિલ્હીની સોનેરી મસ્જિદના પાર્કિંગ વિસ્તારમાં બપોરે 3:19 એ દાખલ થઈ અને સાંજે 6:48 એ બહાર નીકળી એમ લગભગ ત્રણ કલાકથી વધુ સમય માટે પાર્ક રહી હતી, ત્યારબાદ કાર ત્યાંથી નીકળી અને માત્ર ચાર મિનિટમાં જ સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો.
દિલ્હી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને ફોરેન્સિક ટીમની મદદથી તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં કુલ સંદિગ્ધ લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ ચાલુ છે.
પોલીસ સૂત્રો અનુસાર, કારની વારંવાર થયેલી ખરીદી-વેચાણને કારણે માલિકીની કડી ખૂબ જ જટિલ બની ગઈ છે. સુરક્ષા એજન્સીઓએ સંભવિત આતંકી કડીની તપાસ પણ શરૂ કરી છે.
#surat #suratnews #suratcity #suratcitynews #suratcityupdates #amesurati #gujarat #delhi #lalkilla #redfort #metrostation #blast #newdelhi


