*સમુદ્રને ઓળંગી ગૂંજે મંત્ર વંદે માતરમ્*
સ્વાતંત્ર્ય વીર સાવરકર લંડનમાં બેરિસ્ટરના અભ્યાસ કરવા માટે ગયેલ. આ તો એક બહાનું માત્ર હતું. ત્યાં શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા નિર્મિત ઈન્ડિયા હાઉસ ક્રાંતિકારીઓનો ગઢ હતો. ૧૦ મે ૧૯૦૭ એટલે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સમરનો સુવર્ણમહોત્સવનું વર્ષ.
સ્વાતંત્ર્ય વીર સાવરકરે એના ઉપલક્ષ્યમાં શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. 'ઓ શહીદો' શીર્ષકથી એક પત્રક નીકાળ્યું, એના અંતમાં હતું *વંદે માતરમ્*. એ દિવસે ઈન્ડિયા હાઉસની દીવાલો ઓળંગીને લંડનની સડકો પર નિનાદ થઈ રહ્યો હતો *વંદે માતરમ્* જય ઘોષનો.
આ ઝંઝાવાતથી બ્રિટિશ સરકારનાં મૂળિયાં હલી ગયાં. બ્રિટિશરોના હોશ ઉડી ગયા. મેઘાવી છાત્ર લાલા હરદયાળ પણ ત્યાં શિક્ષણ માટે આવ્યા હતા. તેમને માસિક ૨૫૦ રૂપિયાની શિષ્યવૃત્તિ મળતી હતી. સુવર્ણમહોત્સવના કાર્યક્રમોમાં ૧૮૫૭ના બલિદાનીઓની જય તેમજ વંદે માતરમ્ અંકિત કરેલ બિલ્લો છાતી પર લટકાવીને ગર્વથી, નિર્ભયતાપૂર્વક ગયા. આ કારણે ૨૫૦ રૂપિયા પ્રતિમાસ મળવાવાળી છાત્રવૃત્તિ બંધ થઈ ગઈ.
આમ, પોતાના અણમોલ જીવનને દાવ પર લગાવી અનેક યુવાનોએ અનેકો બલિદાન આપી, વંદે માતરમ્ ના જય ઘોષ સાથે માતૃભૂમિ ભારતની સેવા કરી.
#રાષ્ટ્રીય_વિમર્શ .. #વંદે_માતરમ્ #રાષ્ટ્રીય_ગીત #vande_mataram #national_song #राष्ट्रीय_गीत #वंदे_मातरम्
👉🏻 *હવે પછીની પોસ્ટ-૨૨ જુઓ.*
*વિવિધ વાતોને જાણવા*....
https://aratt.ai/@rashtriyvimarsh7 #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #📕શિક્ષણ (એજ્યુકેશન) ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫 #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s
... *રાષ્ટ્રીય વિમર્શ* ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏


