*કવિ દુલા ભાયા 'કાગ'*
જન્મ: ૨૫ નવેમ્બર ૧૯૦૩.
જન્મ: સોડવદરી/મજાદર,રાજુલા-ભાવનગર,ગુજરાત.
🔸️ચારણ(ગઢવી) પરિવારમાં જન્મ.
🔸️ઉપનામ : *કાગ*
🔸️પિતા: ભાયા ઝાલા કાગ
🔸️માતા: ધનબાઈ
🔸️ *પાંચ ધોરણ સુધી અભ્યાસ*.
🔸️પશુઓને ચરાવતાં ચરાવતાં અનેક પદ્ય રચ્યા.
🔸️તેઓશ્રીએ *પોતાની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં આપી દીધી.*
🔸️ *હિન્દુ ધર્મ સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતાઓની રચના* માટે તેઓશ્રી જાણીતા છે.
🔸️શ્રી રતુભાઈ અદાણી સાથે મળી જુનાગઢમાં લોકસાહિત્યની શાળાનું નિર્માણ કર્યું.
🔸️તેઓશ્રીની કવિતાઓમાં *રાષ્ટ્રત્વ* ની છાંટ ઉપસી આવે છે.
🔸️વર્ષ ૧૯૬૨માં તેઓશ્રીને *પદ્મશ્રી* પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા.
🔸️કાગધામ ખાતે લોકગાયકો-લોકસાહિત્યકારો તેમજ સંગીત અને સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠતા પ્રદાન કરનારને *કવિ કાગ પુરસ્કાર* થી સન્માનિત કરવામાં આવે છે.
👉સમાજમાં વ્યાપ્ત વિકૃત વિષમતાઓને ત્યજવા માટે સમાજનું પ્રબોધન કરતાં, ઈતિહાસમાં શ્રેષ્ઠ લોકોએ આચરેલ વ્યવહારનું નિરૂપણ કરતી તેઓશ્રીની એક રચના...
*પગ 'રોઈદાસ તણા ગંગાએ પખાળીયા રે...જી*
*બ્રહ્મનો કરાવ્યો મીરાંનેય ભાસ;*
*રસોઈ બનાવી તેદી 'પાંડવોની રાણીએ રે...જી*
*એનો તમે કેમ ભૂલ્યા ઈતિહાસ?* [પાંડવોના યજ્ઞ વખતે ઋષિ,મુની વગેરે તમામ માણસો જમી રહ્યા, યજ્ઞની પૂર્ણાહુતિના ચિન્હ રૂપે રાખેલો પાંચજન્ય શંખ બોલ્યો નહિં. પછી કૃષ્ણના કહેવાથી ભીમ એક ચંડાળ ભક્તને હસ્તિનાપુર લઈ આવ્યો. સતી દ્રૌપદીએ સ્વહસ્તે રસોઈ બનાવી તેને જમાડ્યો કે તરત જ પાંચજન્ય શંખ બોલ્યો. (મહાભારત)]
👉 સમાનતા-એકાત્મતાની પરંનરા આપણી સંસ્કૃતિમાં છે તે સમજાવતી કવિ દુલાની એક રચના જોઈએ...
*કળા અપરંપાર વાલા*
*એમાં પહોંચે નહિ રે વિચાર*
*એવી તારી કળા અપરંપારજી*
*અણું અણુંમાં ઈશ્વર તારો*
*ભાસે છે ભણકારજી*
*અણુમાં આખો વડ સંકેલ્યો*
*આવી તારી કળા અપરંપારજી.*
આમ, ચરઅચર-અણુ અણુમાં ભગવાનનો વાસ છે આ આપણું ભારતીય સનાતન જીવનદર્શન કહે છે. માટે જ કવિ દુલા ભાયા સૌને જણાવે છે કે જો.....
*ઊંચ ને નીચ ઈ તો મનડાની માન્યતા રે...જી*
*ઊંચ નીચ કી મિટી ન વિષમતા*
*વો ભક્તિ મેં ધૂર પરી.*
👉તેઓશ્રીની માર્મિક ટકોર યુક્ત રચના...
*મ્લેચ્છ કસાઈ એને બથમાં ઘાલી મળો રે...જી*
*તીયાં નથી ગોવધનો જરા ત્રાસ;*
*ઘરના વગોણાં હું તો ઝાઝાં લખતો નથી રે...*
*અંતરમાં એકતાનો આવો ઉજાસ.*
આ રચનાના મર્મને જાણી ભારતના પુત્રવત સમાજની એકતા માટે કેવો વિવેક અંતરમાં જાગવો જોઈએ તેની વાત કહી છે.
તેમની શિક્ષકોને ઉદ્દેશીને રચના...
*ઈતિહાસ કહ્યા તેં વિદેશ તણા,*
*ન કહ્યા ઈતિહાસ ભગીરથના;*
*પરદેશીની ટેક ઘણી શીખવી,*
*ન કહ્યા કોઈ નિશ્ચય ભીષમના.*
#રાષ્ટ્રીય_વિમર્શ ..
કવિ દુલા ભાયા કહેવા માંગે છે કે *દેશના નાગરિકોમાં સ્વાભિમાન અને આત્મગૌરવ જાગે તે માટે ભારતનો ઈતિહાસ બાળકોને શીખવો, વિદેશીઓનો નહિ.*
*વિવિધ વાતોને જાણવા*....
https://aratt.ai/@rashtriyvimarsh7 #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #✔️ હકીકતો અને માહિતી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી #📕શિક્ષણ (એજ્યુકેશન) ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩🏫
https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s
... *રાષ્ટ્રીય વિમર્શ* ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏


