ઉત્તરાયણ પહેલાં અમદાવાદમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી જથ્થો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન, ચાઈનીઝ માંજા, ગ્લાસ કોટેડ થ્રેડ, સિન્થેટીક કોટિંગ સાથેની પ્લાસ્ટિક દોરી અને નાયલોન દોરીના ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાલુપુર ખાતે આવેલ એમ.એસ. શોપિંગ સેન્ટરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો છે અને મુદ્દામાલ જપ્ત કર્યો છે.