*Press Note*
*27/10/25*
*Rajkot*
-------------
*ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી શ્રી મુકુલ વાસનિકની સંયુક્ત પ્રેસ વાર્તા*
-------------
*સરકાર ટેકાના ભાવે 300 મણ મગફળી ખરીદવાની જાહેરાત કરે : શ્રી અમિતભાઈ ચાવડા*
*તમામ ખેડૂતોને બેંકનું ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે : શ્રી અમિતભાઈ ચાવડા*
*રાજ્યમાં માવઠાની સ્થિતિથી ખેડૂતોને ભારે નુકસાન ખેડૂતો માટે સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરે : શ્રી અમિતભાઈ ચાવડા*
*સરકાર તાત્કાલિક પગલાં નહિ લે તો આવનારા સમયમાં ભાજપના મંત્રીઓને ગામડામાં નહીં જવા દઈએ ખેડૂતો સાથે મળી ઘેરાવ કરીશું : શ્રી અમીતભાઈ ચાવડા*
*કોંગ્રેસની માંગ છે કે એમ.એસ.સ્વામીનાથન કમિશનની એમએસપી ફોર્મ્યુલાના આધારે એમએસપી પર કાયદો બનાવવામાં આવે : શ્રી મુકુલ વાસનીક*
*2023ના NCRB રિપોર્ટ અનુસાર રાજ્યમાં 381 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેમાંથી 52% સોરાષ્ટ્રના છે : શ્રી મુકુલ વાસનીક*
--------------
ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી સ્તરે એક દિવસ-એક શહેર/જિલ્લા એવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે જેની શરુઆત આજે રાજકોટથી કરવામાં આવી આ કાર્યક્રમના માધ્યમથી લોકોની વાસ્તવિક સમસ્યાઓને વાચા આપવામાં આવી રહી છે અને આ અભિયાન હેઠળ રાજ્યભરમાં જન આક્રોશ સભાઓ યોજાઈ રહી છે.
રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળી સહિતના પાકો નષ્ટ થયા છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તૈયાર પાક ડૂબી ગયો છે, અને હજારો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે.
જગતના તાત એટલે કે ખેડૂતોની હાલત અત્યંત દયનીય છે. સરકારે સહાનુભૂતિ દાખવવી જોઈએ, પરંતુ સરકારનું વલણ ઉદાસીન છે. ભાજપ સરકારે ખેડૂતો માટે ભાષણો તો ઘણાં કર્યા, પરંતુ હકીકતમાં કોઈ સહાય જમીન સ્તરે પહોંચી નથી.
વધુમાં સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે, પરંતુ તે પૂરતી નથી. 9 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પણ સરકાર માત્ર 70 મણ મગફળી ખરીદશે તો બાકીની મગફળી ખેડૂતો ક્યાં વેચશે ?
કોંગ્રેસે પક્ષની મુખ્ય માગણીઓ
1️⃣ રાજ્ય સરકારે ઓછામાં ઓછી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરે.
2️⃣ માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોનું બેંકનું દેવું માફ કરે
3️⃣ અસરગ્રસ્ત ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે.
4️⃣ પાક વીમા યોજના તાત્કાલિક અમલમાં લાવવામાં આવે.
5️⃣ જમીન ધોવાણ થયેલા વિસ્તારોમાં પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે.
શ્રી અમિતભાઈ ચાવડાએ વધુમાં કહ્યું કે APMCમાં કમિશનના નામે તોડ થાય છે, સહકારી સેક્ટરમાં ભાજપના મળતીયાઓ દ્વારા ખેડૂતો સાથે લૂંટ થાય છે. સરકારની નીતિ અને નિયત બંને ખેડૂત વિરોધી છે.
શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે જો સરકાર ખેડુતોની સમસ્યાઓના નિવારણ માટે તાત્કાલિક પગલાં નહીં લે, તો આગામી દિવસોમાં તાલુકા અને ગ્રામ્યસ્તરે કિસાન પંચાયત અને જન આક્રોશ કાર્યક્રમો યોજાશે.એક પણ મંત્રીને ગામડામાં જવા નહીં દઈએ, કોંગ્રેસ ખેડૂતો સાથે મળી સરકારનો ઘેરાવો કરશે.
આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાજ્યસભા સાંસદ શ્રી મુકુલ વાસનીકે રાજ્યમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર, કાયદો- વ્યવસ્થાના પ્રશ્નો પર સવાલો ઉઠાવ્યા અને જણાવ્યું કે રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં 6-7 હત્યાઓ થઈ, રાજ્યમાં હજારો કરોડના સાયબર ક્રાઈમ અને નશીલા પદાર્થોનો વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે.રાજ્યમાં 1100 લોકો પાછળ માત્ર 1 પોલીસ અધિકારી છે, અને 33% પોલીસના પદ ખાલી છે.
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ભાજપના રાજમાં દારૂની ઘર સુધી હોમ ડિલિવરી થાય છે. નશીલી દવાઓનો ધંધો ચાલે છે, અપહરણની ઘટનાઓ વધી રહી છે. ગુજરાત સરકાર આ બધું છુપાવે છે, પણ હકીકત અત્યંત ચિંતાજનક છે.
વધુમાં ગુજરાતને પ્રગતિશીલ રાજ્ય કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં સ્થિતિ ખરાબ છે. 2023ના NCRB રિપોર્ટ અનુસાર રાજ્યમાં 381 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેમાંથી 52% સોરાષ્ટ્રના છે
અંતમાં શ્રી મુકુલ વાસનિકે જણાવ્યું કે એમ.એસ. સ્વામીનાથન કમિશનના એમએસપી ફોર્મ્યુલાને કેન્દ્ર સરકાર અપનાવવા તૈયાર નથી, જ્યારે ખેડૂતો માટે એ જ કાયમી ઉકેલ છે.કોંગ્રેસની માંગ છે કે એમએસપી પર કાયદો બનાવવામાં આવે. #🔵कांग्रेस

