ShareChat
click to see wallet page
search
#😱શક્તિ વાવાઝોડાનું તાંડવ ગુજરાત પરથી ફંટાયેલું 'શક્તિ' વાવાઝોડું ફરી યુ-ટર્ન લે તેવી સંભાવના છે. હાલમાં આ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠાથી 550 કિલોમીટરથી વધુ દૂર છે, પરંતુ દરિયામાં તે અતિ પ્રચંડ બનતા તેની દિશા બદલી રહ્યું છે. અગાઉ તે મસ્કત-ઓમાન તરફ ફંટાયું હતું, પરંતુ હવે નબળું પડીને ફરી ગુજરાત તરફ આવી શકે છે. આ સંભાવનાને પગલે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની આગાહી કરી છે.રાજ્યમાં 10 ઓક્ટોબર સુધી છૂટાછવાયા સ્થળે વરસાદ ચાલુ રહેવાનું અનુમાન છે. વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા શહેરમાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઝાપટું ડીપ વિસ્તાર, પેલેટ વિસ્તાર અને બસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયું હતું. આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોને મગફળી, સોયાબીન સહિતના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે. જોકે, જિલ્લાના અન્ય ભાગોમાં હાલમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. #🗞️ ગુજરાત અપડેટ્સ #📢5 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕