નશામાં ધુત નબીરાએ 4 વર્ષના બાળક પર કાર ચડાવી દીધી: અકસ્માત સર્જી ફરાર થતાં કારચાલકને લોકોએ મેથીપાક ચખાડ્યો, કારમાંથી દારૂની બોટલ મળી - Vadodara News
વડોદરામાં દિવાળીમાં નશામાં ધુત કારચાલકે અકસ્માત સર્જી એક માસૂમ બાળકનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના બની છે. અવધૂત ફાટક પાસે મોડીરાત્રે એક નબીરાએ બેફામ રીતે કાર હંકારી ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવી પરિવાર ઉપર ચડાવી દીધી હતી. આ અકસ્માતમાં 4 વર્ષના એક માસૂમ બાળક પર કારનાં પૈડાં ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 શ્રમજીવીને ઈજા પહોંચી હતી. | Drunk Nabira runs over 4-year-old child with car