આ ત્રણ દિવસ દરમિયાન સ્થાનિક લોકો તેમજ રાજ્યભર અને દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓ રોપ-વેની સુવિધાનો લાભ લઈ શકશે નહીં. રોપ-વે ઓપરેટરે એડવાન્સ બુકિંગ કરાવનાર પ્રવાસીઓને પણ આ અંગે જાણ કરી છે.
પ્રવાસીઓ માટે ફરી ક્યારે શરૂ થશે?
જાળવણી અને સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ 10મી ઑક્ટોબર, 2025થી ગિરનાર રોપ-વે સેવા ફરીથી પ્રવાસીઓ માટે કાર્યરત કરી દેવામાં આવશે.
આ રોપ-વે, જે ૨.૩ કિલોમીટર લાંબો છે અને વિશ્વના સૌથી લાંબા રોપ-વે પૈકીનો એક છે, તેની નિયમિત જાળવણી અત્યંત આવશ્યક છે. સંચાલકોના જણાવ્યા અનુસાર, પ્રવાસીઓની સુરક્ષા અને સારી સેવા જળવાઈ રહે તે હેતુથી સમયાંતરે આ પ્રકારની જાળવણીની કામગીરી જરૂરી બની રહે છે.
જે પ્રવાસીઓ આ સમયગાળા દરમિયાન ગિરનારની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા હોય, તેમને ઉપરોક્ત તારીખો ખાસ ધ્યાનમાં લેવા વિનંતી છે. #🙏હિન્દૂ દેવી-દેવતા🌺 #👣 જય મેલડી માઁ #🙏 જય શ્રી કૃષ્ણ #🙏ગીતા સાર વિડિયો📽
#🙏જય મહાકાળી માઁ🌹


