ShareChat
click to see wallet page
search
❛બહુ ઉંચી અપેક્ષાઓ નથી મારી, રહેવાને તારા દિલ જેવું ઘર મળે તો ચાલે. સૂરજ-ચાંદ ના સપનાઓ નથી મારા, થોડા દીપકો થી અંધાર ટાળે તો ચાલે. મઘમઘતા અતરો થી જીવન નથી મહેકાવવું મારે, થોડા ફૂલો ની સુગંધ એમા ભળે તો ચાલે. આખી દુનિયા ની ચાહત નથી જોઈતી મને, બસ તું એક જ મારા પ્રેમ માં પડે તો ચાલે. ખુદા ને પણ તકલીફ નથી આપવી મારે, લખ મારી તકદીર તું તારા હાથો વળે તો ચાલે. મારી સુંદરતા પર બહુ કંઈ કહીશ નહિ, ખાલી મારી આત્માને તું વખાણે તો ચાલે. હશે !! ઘણું મેળવવા જેવું જિંદગીમાં, પણ મને તો ફક્ત તું એક મળે તો ચાલે.❜ #💏 ક્યૂટ કપલ 😍 #💘 પ્રેમ 💘 #😇 તારી યાદો #💖 રોમેન્ટિક સ્ટેટ્સ #💖 Dil Shayarana
💏 ક્યૂટ કપલ 😍 - ShareChat