ShareChat
click to see wallet page
search
ધન્ય છે આ મુસ્લિમ દીકરીને અને તેના માતા પિતાને... ------------------------------------------------------------- જય માતાજી કાકા..!! આ શબ્દો હતા એક વીસ વર્ષની મુસ્લિમ દીકરીના. હું, મારા મોટાભાઈ અને જનક કાકા પંઢરપુર બસ સ્ટેશનમાં સોલાપુર જવા માટે બસની રાહ જોઈ બેઠા બેઠા વાતો કરતા હતા. એટલામાં એક વીસ વર્ષની , હું છોકરી નહીં કહું પણ દીકરી કહીશ, કારણકે છોકરી એને કહેવાય જે પોતાનું ધાર્યું કરે અને દીકરી એને કહેવાય જે માતા પિતાનું કહ્યું કરે. એ આવી. એ દીકરી કહ્યું : " જય માતાજી કાકા" કહેવાનું કારણ હતું કે અમે ગુજરાતીમાં વાતો કરતા હતા અને પંઢરપુર ( મહારાષ્ટ્ર ) માં મરાઠી ભાષા બોલાય છે. અને એ દીકરી જામનગરની હતી. જે ચાર વર્ષથી સોલાપુર માં ભણવા માટે આવી હતી. અને સોલપૂર્થી પંઢરપુર માં અભ્યાસના કામ બાબતે આવી હતી. ગુજરાતી ભાષા સાંભળતા જ એ બોલી : " જય માતાજી કાકા " હું પણ ગુજરાતી જ છું અને જામનગરમાં રહું છું. મારું નામ સાયરા છે. ઘણા દિવસો પછી ગુજરાતી ભાષા સાંભળવાથી અને ગુજરાતી લોકોને મળીને ખૂબ આનંદ થયો. એટલામાં સોલાપુર ની બસ આવી. ખુબ ભીડ હતી છતાંપણ એ બસની અંદર ચડી ગઈ અને માંડ માંડ બે સીટ રોકી. એક સીટમાં જનક કાકા ને બેસાડ્યા જે 65 વર્ષના હતા. અને બીજી સીટમાં મારા મોટાભાઈને બેસાડ્યા. અને પોતે એ દીકરી ભીડમાં ઊભી રહી. એટલામાં ટિકિટ માસ્તર આવ્યા. જનક કાકાએ ચાર ટીકીટ નું કહ્યું તો તરત જ એ દીકરી બોલી હું મારી ટીકીટ લઈ લઉં છું તમે તમારા ત્રણની જ ટીકીટ લો. બસમાં એ દીકરીએ ઘણી વાતો કરી. મારા મમ્મી એ કોઈની પાસે એક રૂપિયની પણ મદદ લેવાની ના પાડી છે. હાલમાં હું એમ.બી. એ. કરું છું અને ભવિષ્યમાં ડોક્ટર બનીને જ લગ્ન કરીશ. પ્રેમના ચક્કરમાં પડવાનું નહીં અને મોબાઇલ રાખવાનો નહીં. મારા મોટાભાઈ આર્મી માં છે અને પપ્પા બી.એસ.એન.એલ. માં નોકરી કરે છે. સોલાપુર આવી ગયું બસ ઊભી રહી. અમે બધા નીચે ઉતરી ગયા. જતા જતા એ દીકરી એ કહ્યું: હું હોસ્ટેલમાં રહું છું નહીતર ચોક્કસ મારા ઘરે લઈ જાત. એ દીકરીના સંસ્કાર, મહેનત અને મદદ કરવાની ભાવના જોઈ ખુબ ગર્વ થયો , ગર્વ એ વાતનો થયો કે અમે હિંદુ હોવા છતાં એ મુસ્લિમ દીકરી એ " જય માતાજી " કહ્યું અને પોતે બસમાં ઊભી રહી. અલ્લાહ એ દીકરીની બધી મનોકામના પૂરી કરે. #📱 શુક્રવાર સ્પેશિયલ #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #☺ જીવનની વાસ્તવિક્તા #👫 મારા મિત્ર માટે