ShareChat
click to see wallet page
search
*મોહનરાવ ભાગવત* સરસંઘચાલક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ *સંવિધાન પરના મોહનરાવ ભાગવતના ભાવ-વિચાર ----* 🌞 સંવિધાન એમ જ નથી બન્યું, તેના એક એક શબ્દને ખૂબ ઊંડાણપૂર્વક અનાવૃત કરી અને તેને લઈને સર્વસહમતી ઉત્પન્ન કરવાનો પૂર્ણ પ્રયાસ કર્યા પછી જ જે સહમતી બની, તે સંવિધાનના રૂપમાં આપણી પાસે આવી, એની એક પ્રસ્તાવના preamble છે. તેમાં નાગરિક કર્તવ્ય બતાવ્યા છે. તેમાં ડાયરેક્ટિવ પ્રિંન્સિપલ છે અને તેમાં નાગરિક અધિકાર પણ છે. (ભવિષ્યનું ભારત, નવી દિલ્હી, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૮) 🌞 સ્વતંત્ર ભારતના બધા જ પ્રતિકોના અનુશાસનમાં એનું પૂર્ણ સન્માન કરીને આપણે ચાલીએ છીએ. આપણું સંવિધાન પણ એવું જ પ્રતિક છે. સદીઓ પછી આપણને ફરીથી આપણું જીવન આપણા તંત્રથી ઊભું કરવાની એક તક મળી છે, એના પર આપણા દેશના મૂર્ધન્ય લોકોએ, વિચારવાન લોકોએ એકત્રિત થઈ વિચાર કરી સંવિધાન બનાવેલ છે. (ભવિષ્યનું ભારત, નવી દિલ્હી, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૮) 🌞 આપણા પ્રજાતાંત્રિક દેશમાં આપણે એક સંવિધાનને સ્વીકાર કરેલ છે. તે સંવિધાન લોકોએ તૈયાર કરેલ છે. આપણું સંવિધાન આપણા દેશની ચેતના છે. માટે સંવિધાનના અનુશાસનનું પાલન કરવું, તે સૌનું કર્તવ્ય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એને પહેલાંથી જ માને છે. (ભવિષ્યનું ભારત, નવી દિલ્હી, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૮) 🌞 આ દેશની સંસ્કૃતિ આપણને સૌને જોડે છે, આ પ્રાકૃતિક સત્ય છે. આપણા સંવિધાનમાં પણ આ ભાવનાત્મક એકતા ઉપર બળ આપવામાં આવ્યું છે. આપણી માનસિકતા એ જ મૂલ્યોથી ઓતપ્રોત છે. (૯ જૂન ૨૦૧૬, સંઘ શિક્ષા વર્ગ તૃતીય વર્ષ સમાપન સમારોહ) 🌞 સંવિધાનના કારણે રાજનીતિક તથા આર્થિક સમતાનો માર્ગ પ્રશસ્ત થઈ ગયો પરંતુ સામાજીક સમતાને લાવ્યા વગર વાસ્તવિક તેમજ ટકાઉ પરિવર્તન નહીં આવે, એવી ચેતવણી પૂ.ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ આપણને સૌને આપી છે. (૫ ઓક્ટોબર ૨૦૨૨ વિજયાદશમી ઉત્સવ, નાગપુર) 🌞 ૨૫ નવેમ્બર ૧૯૪૯ની સંવિધાન સભામાં આપેલ પોતાના ભાષણમાં શ્રદ્ધેય ડૉ. બાબાસાહેબ આંબેડકરે તેમના એવા વ્યવહારોને અરાજકતાનું વ્યાકરણ' કહેલ એવા છદ્મવેશી ઉપદ્રવ કરવાવાળાઓને ઓળખવા તેમજ તેમના ષડયંત્રોને સફળ ન થવા દેવા તથા ભ્રમવશ તેનો સાથ દેવાથી બચવાનું સમાજે શીખવું પડશે. (૫ ઓક્ટોબર ૨૦૨૨ વિજયાદશમી ઉત્સવ, નાગપુર) 🌞 શાસન પ્રશાસનના કોઈ નિર્ણય પર અથવા સમાજમાં નિર્માણ થયેલ સારી-ખોટી ઘટનાઓ પર પોતાની પ્રતિક્રિયા આપતાં સમયે અથવા પોતાનો વિરોધ દર્શાવતી વેળાએ, આપણા સૌની કૃતિ રાષ્ટ્રીય એકાત્મતાનું ધ્યાન તેમજ સન્માન રાખીને, સમાજમાં વિદ્યામાન બધા પંથ, પ્રાંત, જાતિ, ભાષા વગેરે વિવિધતાઓનું સન્માન રાખીને તેમજ સંવિધાન કાયદાઓની મર્યાદાઓની અંદર જ અભિવ્યક્ત થાય એ આવશ્યક છે. દુર્ભાગ્યથી આપણા દેશમાં આ વાતો પર પ્રામાણિક નિષ્ઠા ન રાખવાવાળા અથવા એ મૂલ્યોનો વિરોધ કરવાવાળા લોકો પણ, પોતાને પ્રજાતંત્ર, સંવિધાન કાયદા, પંથનિરપેક્ષતા વગેરે મૂલ્યોના સૌથી મોટા રક્ષક બતાવી સમાજને ભ્રમિત કરવાનું કાર્ય કરતા આવી રહ્યા છે. (૫ ઓક્ટોબર ૨૦૨૨ વિજયાદશમી ઉત્સવ, નાગપુર) #રાષ્ટ્રીય_વિમર્શ .. *ભારતીય સંવિધાન* *વિવિધ વાતોને જાણવા*.... https://aratt.ai/@rashtriyvimarsh7 #પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી #📕શિક્ષણ (એજ્યુકેશન) #✔️ હકીકતો અને માહિતી #📚સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ## 📰 કરંટ અફેસૅ # 💯 GPSC તૈયારી # 🤵 તલાટી પરીક્ષાની તૈયારી # 👩‍🏫 https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ... *રાષ્ટ્રીય વિમર્શ* ચેનલને *Follow* કરશો અને કરાવશો. 🔔ચાલુ રાખશો.🙏
પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂનિયર કલાર્ક, TET, TAT, POLICE CONSTABLE, GPSC પરીક્ષાની તૈયારી - भातत curdj 2iladl- 7 ٢٨ {7 কী ٦٩٩٦ भातत curdj 2iladl- 7 ٢٨ {7 কী ٦٩٩٦ - ShareChat