ShareChat
click to see wallet page
search
પિતૃદોષ.. કર્મનો સિદ્ધાંત એવો છે કે આપણા કર્મનું ફળ આપણે જ ભોગવવાનું છે. એટલું જ નહીં, પણ આવી બાહ્ય ક્રિયાઓ કરવાથી દોષ નડવાનો બંધ થઈ જાય એ વાતમાં કોઈ તથ્ય નથી. ઊલટું આપણે આ રીતે પિતૃઓને વગોવ્યા, તેમને આપણી તકલીફો માટે જવાબદાર ઠેરવીને દોષિત જોયા, તે બદલ તેમની માફી માંગવી જોઈએ. આપણે આપણા પિતૃઓને સંભારીને પ્રાર્થના કરવી જોઈએ, કે તેઓ જ્યાં હોય ત્યાં સુખ અને શાંતિને પામે. તેમના પ્રત્યે જે રાગ-દ્વેષ થયા હોય તે બધાને તેમની પુણ્યતિથિએ યાદ કરીને માફી માંગી લેવી જોઈએ, જેથી આપણા હિસાબ ચોખ્ખા થાય અને તેઓ જ્યાં હોય ત્યાં તેમને શાંતિના સ્પંદનો પહોંચે. પિતૃદોષ અંગે સાચી સમજણ મેળવો અહીં: https://dbf.adalaj.org/SHXegeW0 #🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏 #💐 ગુરૂવાર સ્પેશિયલ #🙏દાદા ભગવાન🌺 #શ્રાદ્ધ #🌅 ગુડ મોર્નિંગ સ્ટેટ્સ
🙏 ગુરુવાર ભક્તિ સ્પેશ્યલ 🙏 - dadabhagwan.in dadabhagwan.in - ShareChat