#💐 તુલસી વિવાહ #હેપ્પી તુલસી વિવાહ Shree Krishna 🙏*એકાદશી સ્પેશિયલ તુલસી વિવાહનું ધમાકેદાર કીર્તન*
*તુલસી વિવાહ કિર્તન ૨૦૨૫*
🙏🌹🌿🙏🌹🌿🙏🌹🌿
*તુલસીજી નો ચૂડલો*
🙏🌹🌿👇
*વૃંદાવન ગામની રે બેની હું તો છું વૃંદા .*
*તુલસી છે મારું નામ ચુડલો પહેર્યો જીવનમાં .*
*ગોવિંદના નામ નાં મેંતો ગણેશ બેસાડ્યાં ,*
*માંડવડે માધવરાય..., ચૂડલો પહેર્યો જીવનમાં .*
*પુરુષોત્તમ નામની બેની ચોરી રે બાંધી ,*
*મીંઢળમાં મોહન દેખાય ચુડલો પહેર્યો જીવનમાં .*
*વિઠ્ઠલનાથજી નામની બેની પહેરી વરમાળા ,*
*ઘરેણામાં ઘનશ્યામ દેખાય ચૂડલો પહેર્યો જીવનમાં .*
*પરમેશ્વરના નામનું મેં તો પાનેતર પહેર્યું ,*
*ચુંદડી ઓઢાડે ચતુર્ભુજ ચૂડલો પહેર્યો જીવનમાં .*
*જાદવ કુળની બેની જાન મારી આવશે ,*
*આવશે ગોકુળિયું ગામ ચૂડલો પહેર્યો જીવનમાં .*
*ઘોડલે ચડીને ઘનશ્યામ પરણવા આવશે 🤝,*
*હૈયામાં હરખ ન માય ચુડલો પહેર્યો જીવનમાં .*
*માધવ સાથે રે બેની હું માયરામાં બેઠી ,*
*ફેરા ફરે કૃષ્ણ મોરાર ચુડલો પહેર્યો જીવનમાં .*
*વાસુદેવ દેવકી મારાં સાસુ ને સસરા ,*
*શામળિયો છે ભરથાર ચૂડલો પહેર્યો જીવનમાં .*
*માતા - પિતા રે આજ મને કન્યાદાન દેશે ,*
*દાન લેશે દેવકી સંતાન ચૂડલો પહેર્યો જીવનમાં .*
*તુલસીજીનો ચૂડલો જે કોઈ ગાશે ,*
*હોજો એનો વ્રજમાં વાસ ચૂડલો પહેર્યો જીવનમાં*
*વૃંદાવન ગામની રે બેની હું છુ વૃંદા ,*
*🌿તુલસી છે મારું નામ ચૂડલો પહેર્યો જીવનમાં .*
🙏🌹🌿🙏🌹🌿🙏🌹🌿🙏🌹


![💐 તુલસી વિવાહ - Gn ೊi೨llllzi uiuqlHi ಖIcai G2 #Su, 2j2s] ~గ Icnialdl डूGनी aoq2, [ೊulsr Gಇdt] 5221,, थाटो g6121 S१२७I ड खा४नो दिवस णIस छे. विवाडनी तुGशी slfsaIdsI?Hlai 921e1 gg1| @ಞ0 Gn ೊi೨llllzi uiuqlHi ಖIcai G2 #Su, 2j2s] ~గ Icnialdl डूGनी aoq2, [ೊulsr Gಇdt] 5221,, थाटो g6121 S१२७I ड खा४नो दिवस णIस छे. विवाडनी तुGशी slfsaIdsI?Hlai 921e1 gg1| @ಞ0 - ShareChat 💐 તુલસી વિવાહ - Gn ೊi೨llllzi uiuqlHi ಖIcai G2 #Su, 2j2s] ~గ Icnialdl डूGनी aoq2, [ೊulsr Gಇdt] 5221,, थाटो g6121 S१२७I ड खा४नो दिवस णIस छे. विवाडनी तुGशी slfsaIdsI?Hlai 921e1 gg1| @ಞ0 Gn ೊi೨llllzi uiuqlHi ಖIcai G2 #Su, 2j2s] ~గ Icnialdl डूGनी aoq2, [ೊulsr Gಇdt] 5221,, थाटो g6121 S१२७I ड खा४नो दिवस णIस छे. विवाडनी तुGशी slfsaIdsI?Hlai 921e1 gg1| @ಞ0 - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_978763_26c82200_1762033976773_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=773_sc.jpg)