ગુજરાત પર બેવડી આફત...ભારે વરસાદ બાદ ઠંડીનો પ્રથમ રાઉન્ડ ક્યારથી થશે શરૂ? અંબાલાલની આગાહી
Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોને રાહત મળી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી જશે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. બે દિવસ બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળશે. હાલ ગુજરાતના તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે.