#🌺અંગારકી સંકષ્ટ ચતુર્થી 🙏 #💐 શુભ મંગળવાર #અંગારકી સંકષ્ટ ચતુર્થીની શુભકામનાઓ #💐બોળચોથ🙏 #🐄બોળચોથ વ્રતની શુભકામના🙏 *૧૨/૮/૨૫ મંગળવાર*બોળચોથ નિમિત્તે ગાયમાતાનું ભજન*🙏🌹 ગાય🐄 ગોરીને ગોરું એનું વાછરુ🐮 રે ,
એ તો આંગણે રમતી જાય ,ગાય ગોરીને ગોરું એનું વાછરુ રે 🌷
ગાય ઋષિમુનિની દીકરી રે ,
એ તો ધરતી માતાનો અવતાર, ગાય ગોરીને ગોરું એનું વાછરું રે......🌷
ગાય ઇન્દ્ર પુરીથી ઉતરી રે ,
ગાય કામધેનુનો અવતાર, ગાય ગોરીને ગોરું એનું વાછરું રે........🌷
ગાયને કાને કોડીના કોડીયા રે ,
ગાયને ઘૂઘરીનો રણકાર, ગાય ગોરીને ગોરું એનું વાછરું રે........🌷
ગાય ઉતરી ગોકુળને ગોંદરે રે ,
ગાય પીતી યમુનાજીના નીર ,ગાય ગોરીને ગોરું એનું વાછરું રે.......🌷
ગાયને કાનકુંવર ચારવા ચાલ્યા રે ,
એના ભાતામાં ઢેબરાને દહીં ,ગાય ગોરીને ગોરું એનું વાછરું રે......🌷
સાંજ પડે ને ગાય ઘરે આવતી રે ,
એના વાછરું ભાળીને હરખાય ,ગાય ગોરીને ગોરું એનું વાછરું રે.......🌷
માતા જશોદાજી ગાય દોવા ચાલ્યા રે ,
વાછરું વાળે છે નંદજીનો લાલ ,ગાય ગોરીને ગોરું એનું વાછરું રે......🌷
માતા જશોદાજીએ દૂધ ઉકાળીયા રે ,
દૂધ પીવે છે નંદજીનો લાલ ગાય ગોરીને ગોરું એનું વાછરું રે........🌷
માતા જશોદાએ વલોણા વલોવીયા રે ,
માખણ ખાય છે નંદજીનો લાલ ગાય ગોરીને ગોરું એનું વાછરું રે.......🌷
નરસિંહ મહેતાના સ્વામી શામળા રે ,
અમને રાખો ચરણની પાસ ગાય ગોરીને ગોરું એનું વાછરું રે......🌷
![🌺અંગારકી સંકષ્ટ ચતુર્થી 🙏 - KGartmdIR a202/24 @ eis Degei0 @CR్aR్ర్ర] वष्टयाथ ( ठथड्नुभान ~aMeII &ँ श घाघापतथ -: Good Morning duRI (Goజ ge ఒక్ర KGartmdIR a202/24 @ eis Degei0 @CR్aR్ర్ర] वष्टयाथ ( ठथड्नुभान ~aMeII &ँ श घाघापतथ -: Good Morning duRI (Goజ ge ఒక్ర - ShareChat 🌺અંગારકી સંકષ્ટ ચતુર્થી 🙏 - KGartmdIR a202/24 @ eis Degei0 @CR్aR్ర్ర] वष्टयाथ ( ठथड्नुभान ~aMeII &ँ श घाघापतथ -: Good Morning duRI (Goజ ge ఒక్ర KGartmdIR a202/24 @ eis Degei0 @CR్aR్ర్ర] वष्टयाथ ( ठथड्नुभान ~aMeII &ँ श घाघापतथ -: Good Morning duRI (Goజ ge ఒక్ర - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_183378_cd784fb_1755026175827_sc.jpg?tenant=sc&referrer=pwa-sharechat-service&f=827_sc.jpg)

