*ગાંધીનગરથી પ્રસિધ્ધ થતાં દૈનિક અખબાર 'ન્યુઝ ઓફ ગાંધીનગર (જન ફરિયાદ) ' માં વિષય " મેરેજ એન્વર્સરી " અન્વયે મારી પધ રચના શીર્ષક " સફળ લગ્નજીવનનો અવસર" ને પ્રસિદ્ધ કરવા બદલ હું માનનીય તંત્રીશ્રી પ્રદિપભાઈ રાવલ અને માનનીય શ્રી કૌશિકભાઈ શાહ (બોસ્ટન - અમેરિકા) નો હ્રદય પૂર્વક આભાર માનું છું.*
*🌹સફળ લગ્નજીવનનો અવસર 💐*
*પતિ પત્ની બની લગ્નથી જોડાઈ દાંપત્ય જીવનનાં સ્વપ્નોની ઈંટોથી પાયાથી કરે ચણતર,*
*સુખ દુઃખ કે સારાં નરસા પ્રસંગે સયુંકત નિર્ણયથી સાચાં રસ્તે ચાલી દૂર કરે સર્વ વિધ્ન નડતર ,*
*સંકટસમયે કે સંતાનો માટે એકબીજા આપ્તજન બની સંવેદનશીલ પાત્રોરૂપે પરિવારનું કરે ઘડતર,*
*વૃદ્ધાવસ્થામાં પતિપત્ની લાગણી અતિરેક સહારારૂપે બને એકબીજાનું જીવતર,*
*પૌત્ર પૌત્રી સાથે હસતાં રમતાં હૈયે અનુભવે જાણે મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ સાથેનું વળતર,*
*સફળ લગ્નજીવનમાં એકબીજા ની ગેરહાજરીમાં અનુભવાઈ ખોટ ત્યારે જીવનરૂપી તનમાં વ્યાપે કળતર,*
*" ચંદ્ર " સૂર્ય અસ્ત ભુલી ઉદય થાય તેમ દાંપત્યજીવનમાં સમર્પિત બનો ત્યારે લગ્નતિથિ ઉજવણીનો બને સાચો અવસર.*
*✍🏻 " ચંદ્ર " ચંદ્રકાન્ત હરીલાલ માઢક*
*(નીવૃત પોલીસ સબ ઇન્સ ) રાજકોટ* #મારી કવિતા #મોહબ્બત કવિતા #કવિતા Sરવિરાજ #કવિતા Sરવિરાજ ની