🌹15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ની શુભકામના🌺
આજે ભારત દેશ 15મી ઓગસ્ટનાં ૭૮ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે દેશપ્રેમની સત્યકથા રજૂ કરું છું
-----------------------------------
💐દેશપ્રેમી પિતાની આશા પૂર્ણ કરતો પુત્ર💐
+++-----------------------------+++
બડોદર જે કેશોદ પાસે કે જ્યાં એક તરફ લીલી નાધેરની હવા સાથે સોમનાથ મહાદેવનાં અને બીજી તરફ જૂનાગઢની ગીરનારી હવા સાથે ભવનાથ મહાદેવનાં રખોપા છે અને તેત્રીસ કરોડ દેવો જ્યાં વસે છે તે ગિરનારની છત્રછાયામાં લીલીછમ ગીરનાં કેસરી સિંહોની ડણકો પણ સંભળાઈ તે બડોદરી નદીનાં કાંઠે ભીમેશ્વર મહાદેવ બિરાજે છે ગામનાં પાદરેથી પસાર થતી જૂનાગઢ સોમનાથની રેલવે લાઇનમાં વચ્ચે બડોદર મધ્યનું રેલવે ફ્લેગ સ્ટેશન છે જે રેલવે લાઇનની ફાટક સામે ઐતિહાસિક મોમના સમાજનાં સમીશપીરની મઝાર-દરગાહ આવેલ છે જે દરેક કોમ ની શ્રદ્ધાનાં પ્રતીક છે જે બડોદર તથા બાજુ માં ફાગળી ગામમાં કાઠી દરબાર ખાંટ વિગેરે સાથે બ્રહ્મ સમાજનાં માઢક પરીવારનાં સભ્યો વસવાટ કરે છે,
બડોદર ગામમાં મારા કુટુંબી મોટાભાઈ માઢક નરભેશંકરભાઈ તથા લાભુભાભી ખેતી કરી મહેનત મજૂરી સાથે જીવન નિર્વાહ કરતાં જેઓને સંતાનમાં બે પુત્રો જયસુખ તથા દિનેશ તેમજ એક પુત્રી કિરણબેન જે સંતાનોને અભ્યાસ કરાવતાં મોટો પુત્ર અભ્યાસ બાદ રાજકોટ ઇન્ડસ્ટ્રીઝ લાઇનમાં વહીવટી કામ સંભાળતો સ્થાયી થયેલ અને બાળપણમાં મારો ભત્રીજો દિનેશભાઈ અભ્યાસ કરતો ત્યારે કાકા ઈશ્વરભાઈ તથા કુટુંબી કાકા જયંતીભાઈ જે પણ આર્મીમાં ફરજ બજાવતાં હતાં જે જ્યારે ડ્રેસમાં આવતા ત્યારે દિનેશભાઈ પણ મારે પણ આર્મીમેન થવું છે તેવી દેશદાઝ સાથે પોતાની આકાંક્ષા વ્યક્ત કરતો બાદમાં એસ.એસ.સી પાસ કરી ધોરણ ૧૧ માં અભ્યાસ કરતાં સને ૧૯૯૨માં આર્મીમાં એમ. ટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ભરતી થઈ ભોપાલ તાલીમ પૂરી કરી જમ્મુનાં ઉધમપુર રાજસ્થાનનાં સૂરજગઢ અને ઉત્તરપ્રદેશનાં મેરઠ જુદાજુદા સ્થળોએ ફરજ કાર્ય દક્ષતાથી બજાવી અને દિલ્હીમાં નિમણૂક થતાં ફરજ બજાવતા પરિવારમાં પત્ની હર્ષા તથા સંતાન માં પુત્ર દીપેન સાથે રહેતા સને ૨૦૦૧માં દિલ્હીમાં ચાલુ ફરજ દરમ્યાન સરકારી બુલેટ પર જતાં હતા ત્યારે કાર સાથે અકસ્માત થતાં જમણા પગમાં ગંભીર ફેક્ચર થતા આશરે બે અઢી વર્ષ આર્મી હોસ્પિટલનાં બીછાને સારવારમાં રહેલ ત્યારે રાજકોટ મોટાભાઈ જ્યસુખ સાથે રહેતા અભણ માતા પિતા અજાણ્યાં શહેર દિલ્હીમાં જઈ લાંબી સારવાર દરમ્યાન ધરથી હોસ્પિટલની દોડધામ કરી દેખરેખ રાખીને દિનેશ ને ફરી ઉભો કરેલ અને દિલ્હી માં અજાણ્યા રસ્તા પિતા નરભેશંકર ભાઈ માટે જાણીતા થઈ ગયા બાદ દિનેશભાઈને પગમાં ખામી રહેતા ઓફિસમાં જ ફરજ બજાવતા , ત્યારે પુત્ર દીપેન નાની બાળ વયમાં હોય જેને દિનેશભાઈએ કહેલ કે બેટા મારાથી દેશસેવામાં આ અકસ્માતનાં કારણે સ્વપ્નાઓ અધૂરા રહી ગયાં તે ભવિષ્યમાં તારે આર્મીમાં ભરતી થઈ ભારતમાતાની સેવા કરવાંની ખામીની આર્મીમાં ભરતી થઈ પૂરી કરવાંની જવાબદારી તારી છે તેવું જણાવતા અણસમજુ દીપેન હા પાડેલ બાદ દિનેશભાઈ સને ૨૦૦૭ માનભેર હોદા પર થી સાડા સોળેક વર્ષ ફરજ બાદ નિવૃત થતાં પરિવાર સાથે રાજકોટ સ્થાયી થઈ અભ્યાસ કરાવતાં દીપેન આણંદ મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ ચાલુ હોય જે દરમ્યાન એરફોર્સની ભરતી આવતાં સને ૨૦૨૧માં આર્મી ક્વોટા માં "ફાયટર એરક્રાફ્ટ " ની પોસ્ટ પર ભરતીમાં પસંદ થયો ત્યારે દીપેન પિતા દિનેશભાઈ ને જણાવ્યું કે આપની દેશસેવાની અધૂરી ઈચ્છા આકાંક્ષા હું પૂરી કરીશ તેવું કહેતા દિનેશભાઈ તથા સર્વ કુટુંબીજનોની આંખો ભીની થઈ ગઈ જે દીપેન પ્રથમ નલિયા બાદ નાસિક પ્રાથમિક તાલીમ મેળવી શિલોંગ પોસ્ટિંગ થયેલ બાદ હાલમાં કાનપુર આર્મી એરફોર્સ સેન્ટરમાં ફરજ બજાવે છે,
આર્મીમેન પિતા દિનેશભાઈ માઢક ની વાહન અકસ્માતનાં કારણે પગની ફેક્ચર ઇજાથી ભસ્મીભૂત થયેલ દેશસેવાની અધુરી આશા આકાંક્ષા પુત્ર દીપેન માઢક એ આર્મીમાં એરફોર્સમાં ભરતી થઈ હાલ કાનપુરમાં ફરજ બજાવી રહ્યો છે. આજે ભારતદેશમાં 15 ઓગસ્ટનાં ૭૮ સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે જે અમારા માઢક પરીવાર માટે ગૌરવરૂપ છે.
✍🏻 ચંદ્રકાન્ત હરીલાલ માઢક " ચંદ્ર "
(નીવૃત પોલીસ સબ ઇન્સ.) રાજકોટ #🇮🇳૧૫ મી ઓગસ્ટ ની હાર્દિક શુભકામનાઓ 🇮🇳 ##૧૫ ઓગસ્ટ #૧૫ ઓગસ્ટ ની શુભકામના #૧૫ ઓગસ્ટ 🇮🇳 #સ્વતંત્ર દિવસ 🇮🇳 ૧૫ મી ઓગસ્ટ 🇮🇳🇮🇳🇮🇳