Weekly Wrap: ₹500ની નવી નોટો અને કોવિડ-19 વિશેના ખોટા દાવા સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક
આ સપ્તાહમાં 500 રૂપિયાની નવી નોટ બંધ થવાના વાઇરલ મૅસેજ અને સિંગાપોરમાં કોવિડ19 વાઇરસના દર્દીના પોસ્ટમોર્ટમ પછી બહાર આવેલી કથિત હકિકતો સહિતની મિસઇન્ફર્મેશન શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં મૅસેજ વાઇરલ થયો કે સપ્ટેમ્બર-25થી એટીએમમાં 500 રૂપિયાની નવી નોટ નહીં નીકળશે અને આરબીઆઈ આવતા વર્ષ માર્ચથી તે નોટો તદ્દન બંધ કરવા જઈ રહી છે. પણ અમારી તપાસમાં તે દાવો ગેરમાર્ગે દોરનારો ખોટો દાવો નીકળ્યો છે. વળી, સિંગાપોરમાં કોવિડ-19ના દર્દીનું પોસ્ટમોર્ટમ કરતા કોવિડ એક વાઇરલ નહીં પણ બેક્ટિરિયાજન્ય હોવાનું બહાર આવતા સારવાર પદ્ધતિ બદલવામાં આવ્યાનો દાવો વાઇરલ કરાયો હતો. આ પણ એક ખોટો દાવો પુરવાર થયો છે. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.