ભાષા બદલો
Tap the Share button in Safari's menu bar
Tap the Add to Home Screen icon to install app
ShareChat
આમળા: આર્યુવેદમાં આમળાની ગણના રસાયણ ફળ તરીકે કરવામાં આવી છે. રસાયણ એટલે જે વૃધ્ધત્વ અટકાવે અને શકિતઆપે તેને રસાયણ કહે છે. અમૂક ફળો ફકત શકિતજ આપે છે. આમળામાં તમામ રોગો દુર કરવાની શકિત છે. તેને યોવનફળ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આમળાના ફળો કાચા ખાવામાં ઘણાં ખાટા અને તુરાશ પડતાં લાગે છે. આ ફળો એકી સાથે એકથી વધારે ખાવામાં આવે તો દાંત અંબાઈ (ખટાઈ) જાય છે. આ ફળોની જો કોઈ બનાવટ ન બનાવીએ તો લાંબો સમય સુધી સંગ્રહી શકાતા નથી અને બગડી જાય છે. આવી પરિસ્થિતિમાં જયારે આમળાની સીઝન ચાલુ હોય અને બજારમાં પુષ્કળ પ્રમાણમાં આમળા મળતાં હોય ત્યારે તેની વિવિધ બનાવટો બનાવી તેનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે. અને જયારે જરૂર પડે ત્યારે ખાવાનાં ઉપયોગમાં લઈ શકાય છે. જેથી માણસની તંદુરસ્તી માટે જરૂરી વીટામીનસી અને પૌષ્ટીક તત્વો પુરતા પ્રમાણમાં મળી રહે છે. આમળાના ફળોનો મહીમા ભારત વર્ષમાં પ્રાચીન સમયથી જાણીતો છે. આમળામાં વિવિધ પ્રકારની ઘણી જ બનાવટો બનાવી શકાય છે. આમળાની સૌથી મોટી ખુબી એ છે કે એને બાફો, વાટો, છુંદોએમાં રહેલું વિટામીનસી સચવાઈ રહેતુ હોય છે. સામાન્ય રીતે દૂધ ખટાશ ભેગા ન લેવાય એવું ડોકટરવૈધહકીમો કહે છે. પરંતુ આમળાઆ નિયમમાં અપવાદ છે. હોમિયોપેથીમાં પણ આમળાનો ઉપયોગ થાય છે. *આમળા પ્રકૃતિની આપેલી એક એવી ભેટ છે જેનાથી આપણા શરીરમાં ઉછરી રહેલી ઘણી બધી બિમારીઓનો નાશ થઈ શકે છે #મિત્રો, શીયાળાની સિઝન અને “આમળા” એક બીજા ના પર્યાય છે, તેને “અદભુદ ફ્રુટ” કહેવાય છે, “આમળા” ખાવા થી ખુબજ ફાયદા ઓ છે. ૧) સૌથી વધુ વિટામીન “C ” “આમળા” માં છે, ૧૦ નારંગી બરાબર ૧ આમળું છે, દરેક માણસ ને દરરોજ ૫૦ મિલી ગ્રામ વિટામીન “C ” ની જરૂર હોય છે. ૨) “આમળા” માં ખુબજ પ્રમાણ માં Antioxident રહેલું છે, જે શરીર ને ફ્રી રેડીકાલ્સ થી બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ પૂરી પડી cancer જેવા રોગો થી પણ બચાવે છે ૩) “આમળા” પાચન શક્તિ માટે ખુબજ ફાયદાકારક છે, જે Acidity દુર કરે છે. ૪) સ્કીન/ શરીર માટે પણ “આમળા” ખુબજ ઉપયોગી છે, તેના સેવન થી સ્કીન/ શરીર young રહે છે. ૫) વાળ ને સુંદર રેશમ જેવા, મજબૂતાઈ, ગ્રોથ આપવો હોય તો “આમળા” ને તેલ સ્વરૂપે ઉપયોગ માં લેવાય છે, 6) લીવર ની process ને સ્મૂથ બનાવે છે ૭) ડાયાબીટીશ / હાઈ બ્લડ શુગર/ કોલેસ્ટ્રોલ/ કબજીયાત વગેરે માં “આમળા” પાવડર ખુબજ ઉપયોગી છે. ૮) સગર્ભા સ્ત્રીઓ માટે “આમળા” સેવન ખુબજ ફાયદાકારક છે. ૯) આંખ ની દ્રષ્ટિ ને સુધારવા માટે “આમળા” ખુબજ ઉપયોગી છે. ૧૦) મોઢા માં અલ્સર નો પ્રોબ્લેમ પણ “આમળા” થી દુર થાય છે. ૧૧) “આમળા” ફેફસાં/ નર્વસ સિસ્ટમ ને મજબુત બનાવે છે અને કંટ્રોલ કરે છે. ૧૨) “આમળા” શક્તિ વર્ધક છે, શરીર ને ગરમી માં ઠંડક પૂરી પડે છે. તો આવા ફાયદામંદ “આમળા” નો આ શિયાળા માં ભરપુર ઉપયોગ કરી ને તાજામાજા રહીએ !
#

🏃 આરોગ્ય ટિપ્સ

🏃 આરોગ્ય ટિપ્સ - આમળા ) - ShareChat
2.6k એ જોયું
11 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post