ભાષા બદલો
Tap the Share button in Safari's menu bar
Tap the Add to Home Screen icon to install app
ShareChat
કુળદેવી મારા કુળ તણી, માડી કરતી સઘળાય કામ પણ વિપત પડે માં વેલી આવજે, મેલડી સમરતા જ તારુ નામ . . અરજ કરૂ ત્યાં આવજે જેદી બોલાવુ તને બાઇ , . તેદી હાકલો કરીને હાલજે અમારી આગળ " ^^^^^^^^^^^^^^^^^^^^^^^ . . *તું હાલ ને ઝટ હોય ત્યાંથી કોઇ વહાલું નહિ કરે.* *વાતો વિહોણા વાવડે માં તલખતા છોરુ તને.* *ઉભી ન રહેજે એક ઘડીએ ધાબડી લઇ દોડજે.* *મેલડી લાજું રાખવા અણવખત વહેલી આવજે.* *ભુલા પડયા ભવસાગરે અમ ગળા લગ ડુબી ગયા.* *છેટા થયા તુજથી જનેતા તારી આંખથી અળગા રહ્યા.* *હવે કર વધારી કર લોબળીયાળી કાંઠે બધાને કાઢજે.* *મેલડી લાજું રાખવા અણવખત વહેલી આવજે.* *જે આંગણા જોવા નહોતા ત્યાં યાચવા જાવું પડયું.* *જે કરમ નહોતું પૂર્વજો નું તેજ આ કરવું પડયું.* *હવે અકરમ ને અવિચાર માંથી માવડી મુકાવજે.* *મેલડી લાજું રાખવા અણવખત વહેલી આવજે.* *મોહ સોડ તાણી સો ગઇ કે તું ઘેન માં ઘેરાઈ ગઇ.* *પાંપણે ચડયા પડોળે હવે ઘડપણે લેવાઇ ગઈ.* *તોય લાકડી ટેકો લઇ ઉતાવળી ઝટ આવજે.* *મેલડી લાજું રાખવા અણવખત વહેલી આવજે.* *સાગર ભલે શોષાય માં પણ અમી ઝરણાં ખુટશો નહીં.* *હવે બાંય ઝાલી બાવડી મઝધાર માં મુકશો નહિ.* *કહે ' દાદ ' છોરુ માત ના સબંધ ને સંભાળજે.* *મેલડી લાજું રાખવા અણવખત વહેલી આવજે.* *********************************** * 🙏 જય #👣 જય મેલડી માઁ માઁ મેલડી 🙏*
#

👣 જય મેલડી માઁ

👣 જય મેલડી માઁ - ShareChat
131 એ જોયું
2 કલાક પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post