હંસાબહેને માત્ર દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર દુનિયામાં માનવાધિકાર ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. વર્ષ 1947-48માં જ્યારે તેમને સંયુક્ત રાષ્ટ્રસંઘ માનવાધિકાર સમિતિના ભારતીય પ્રતિનિધિ તરીકે મોકલાવામાં આવ્યાં હતાં. ત્યારે તેમણે માનવાધિકારોના સાર્વત્રિક ઘોષણાપત્ર માટે તૈયાર કરાયેલ દસ્તાવેજના પ્રથમ અનુચ્છેદમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરાવતા men ની જગ્યાએ human beings કરાવ્યું હતું. સુધારા બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તૈયાર કરાયેલ માનવાધિકારોના સાર્વત્રિક ઘોષણાપત્રનો પ્રથમ અનુચ્છેદ કંઈક આ પ્રમાણે નોંધાયો છે. "All human beings are born free and equal". #👍 થોડો વિચાર થોડો હકાર