#🙏શરદ પૂણિઁમા કૃષ્ણ સંગ રાધા-ગોપી મહારાસ🙏 #Good morningggggg... take tea, smile, take deep breath, feel fresh, remember good moments🌄 નથી પાસે તુ પણ
સદા એવુ ભાસે,
તુ છે!!
અજવાસે, અમાસે; દિવસે ને રાતે
આઘે ને પાછે, વાતે ને વાતે
તુ છે!!
જંગે ચડેલો જુવાનિયો છુ,
ને ખેલ્યા છે ખેલ અનેક
પણ જોતા તને બની જઉ છુ બાળક કેમ કે,
તુ છે!!
વર્ષો ના વર્ષો, રાતો ની રાતો
પણ નહી વીતે આ વાતો,
કેમ કે;
તુ છે!!
શુ કઉ બીજુ, તુ જ કે ને
કેમ કે
તુ છે!
માન્યુ કે લાગણી ગોથે ચડી છે,
કામ હોય કે ક્રોધ આટી પડી છે.
જવાબદારી ઘણી ઘણી ઊંબર ઉભી છે.
પણ
હુ છુ ને!!
લાગણી ના ચિત્રો મા રંગ પુરીશુ
ખૂટે જો રંગ તો પછી ઉમંગ ભરીશુ
ઓરતા તો એકેય રહેવા ની' દુ
હાચ્ચુ !!!
હુ છુ ને!!
ન કહી શકે પીડા તો મુંઝાઇશ ના,
સમજીશ હુ છેક બધે બધુ,
ખાલી વાંચવા દે જે એ નેણ મને
પછી તો
હુ છુ ને!!
ને મુકુ છુ, આ હુ, તુ, હુ, તુ ની હુતુ તુતુ,
આધાર એક મેક નો એજ કે
આ આખાય આયખે
આપણે છીએ ને!
- સુખડી #pinky promise💗