@1787808
@1787808

desi babu

पैसे से पेसा बनता हे!!

ચિદમ્બરની ધરપકડ પર ગુસ્સે થયેલી કોંગ્રેસે કહ્યું- સરકાર એજન્સીઓનો દૂરઉપયોગ કરે છે       પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમની સીબીઆઈએ ધરપકડ કરી લીધી છે. INX મીડિયા કેસમાં સીબીઆઈ અને ઈડી તેમને શોધી રહી હતી. આ તપાસ અંદાજે 30 કલાક પછી પૂરી થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈ હેડ ક્વાર્ટરમાં આખી રાત ચીદમ્બરમની પૂછપરછ કરવામાં આવી હતી અને ગુરુવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ મુદ્દે આજે કોંગ્રેસ પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.સરકાર એજન્સીઓનો દૂરઉપયોગ કરે છે- કોંગ્રેસપી ચિદમ્બરમ મામલે પ્રેસ કોન્ફરન્સ કરતાં કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, છેલ્લાં કેટલાક દિવસોથી દેશમાં લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે. જે પ્રમાણે પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેનાથી સ્પષ્ટ જોવા મળે છે કે, મોદી સરકાર તેમના વિરુદ્ધ રાજકીય દ્વેષથી કામ કરી રહી છે. સુરજેવાલાએ કહ્યું છે કે, કાયદાનું અપમાન કરવામાં આવી રહ્યું છે. એક તરફ દેશની અર્થવ્યવસ્થાની ગતિ ઘટી રહી છે. આ જ કારણ છે કે, મોદી સરકાર લોકોનું ધ્યાન ડાઈવર્ટ કરવા માટે આ એક્શન લઈ રહી છે. રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, મોદી સરકાર માત્ર પી. ચિદમ્બરમ નહીં પરંતુ તેમના દીકરા કાર્તિ સામે પણ આકરા પગલાં લઈ રહી છે. તેમની માત્ર એક જ અપ્રૂવરના નિવેદનના આધારે ધરપકડ કરવામાં આવી રહી છે. અને તે પણ એવા વ્યક્તિનું નિવેદન જેના પર તેની દીકરીની હત્યાનો આરોપ છે.બપોર પછી ચિદમ્બરમને કોર્ટમાં રજૂ કરાશેપી. ચિદમ્બરમને આજે બપોરે 2 વાગ્યા પછી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સીબીઆઈ આજે સાઉથ રેવન્યુ કોર્ટમાં પૂર્વ ગૃહમંત્રીને રજૂ કરશે. આઈએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ પછી સીબીઆઈ તેમની જ્યુડિશિયલ કસ્ટડી માંગે તેવી શક્યતા છે.આઇએનએક્સ મીડિયા કેસમાં મારા પુત્રએ કોઇ ગુનો કર્યો નથી-પી. ચિદમ્બરમઆ અગાઉ દિવસ દરમિયાન સુપ્રીમકોર્ટમાં 12 વરિષ્ઠ વકીલોની ફોજ મોકલવા છતાં ચિદમ્બરમ ધરપકડથી વચગાળાની રાહત મેળવી શક્યા નહોતા. અંદાજે 30 કલાક અન્ડરગ્રાઉન્ડ રહ્યા બાદ તેઓ બુધવારે રાત્રે 8.10 વાગ્યે એકાએક કોંગ્રેસ વડામથકે પ્રેસ કોન્ફરન્સ કરવા પહોંચી ગયા. તેમણે દાવો કર્યો કે આઇએનએક્સ મીડિયા કેસમાં તેમણે અને તેમના પુત્રએ કોઇ ગુનો કર્યો નથી. તેમની સામે કોઇ આરોપ નથી. ચિદમ્બરમ કોંગ્રેસ વડામથકે દસેક મિનિટ સુધી રહ્યા. સીબીઆઇ અને ઇડીની ટીમો ત્યાં પહોંચે તે પહેલાં તેઓ ઘેર જવા નીકળી ગયા. તે પછી સીબીઆઇ અને ઇડીની ટીમો તેમના ઘરે પહોંચી. ત્યાં લગભગ બે કલાકના ડ્રામા બાદ તેમની ધરપકડ કરાઇ.ચિદમ્બરમ સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરી હતીઆ દરમિયાન ઘરની બહાર ચિદમ્બરમના સમર્થકો નારાબાજી કરતા રહ્યા. ચિદમ્બરમને આખી રાત સીબીઆઇ હેડક્વાર્ટર ખાતે રખાયા બાદ ગુરુવારે સવારે સીબીઆઇ કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગવામાં આવશે. અગાઉ ચિદમ્બરમને વિદેશ ભાગતા રોકવા સીબીઆઇ અને ઇડીએ તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરી હતી. નોંધનીય છે કે આઇએનએક્સ મીડિયા કેસમાં દિલ્હી હાઇકોર્ટે મંગળવારે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી ફગાવતાં કહ્યું હતું કે તેમને કસ્ટડીમાં લઇને પૂછપરછ જરૂરી છે. સીબીઆઇ અને ઇડીની ટીમો તેમની ધરપકડ કરવા પહોંચી હતી તો તેઓ ઘરમાં નહોતા.
#

🚨પી.ચિદમ્બરમની ધરપકડ

🚨પી.ચિદમ્બરમની ધરપકડ - ShareChat
1.7k એ જોયું
1 મહિના પહેલા
રાઉન્ડઅપ / આ સપ્તાહે ઓટોમોબાઈલ સેક્ટરમાં ચર્ચામાં રહેલા વાહનો   ઓટો ડેસ્ક. વર્ષ 2019નાં પ્રારંભથી જ ઓટો સેક્ટરમાં ખાસ કરીને પેસેન્જર વ્હીકલ્સ સેગમેન્ટ ખુબ નબળું રહ્યું છે. વાહનોનાં વેચાણમાં સતત ઘટાડો થવા છતાં પણ ઓટો કંપનીઓએ પોતાનાં નવા વાહનો લોન્ચ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. જુલાઈ મહિનાનાં આ પ્રથમ સપ્તાહમાં માર્કેટમાં આવેલા કેટલાંક નવા વાહનોની વિગતો અહીં પ્રસ્તુત છે.જીપ કમ્પાસની એમજી હેક્ટર, કિઆ સેલ્ટોસ, તાતા હેરિઅર સહિત અનેક નવી ગાડીઓથી પ્રતિસ્પર્ધા થવાની છે. એવામાં પરિવર્તનની તૈયારી છે. 'કમ્પાસ' ફેસલિફ્ટમાં નવું પેટ્રોલ એન્જિન અપાઈ શકે છે અને ફોર બાય ટુ ઓટોમેટિક ડીઝલ વેરિઅન્ટની શરૂઆત પણ થઈ શકે છે. 2020માં આવનારી ગાડીમાં બાહ્ય પરિવર્તન ઓછાં થશે, પરંતુ વેન્ટિલેટેડ સીટ્સ, પાવર્ડ ટેલગેટ, ઈ-સિમ જેવા ફીચર્સ આવી શકે છે.એમજી હેક્ટર લોન્ચ થયા પછી હવે તેના 7 સીટર વેરિઅન્ટની ચર્ચા છે. આ સંપૂર્ણપણે 7 સીટર ગાડી નહીં હોય, પરંતુ ત્રીજી હરોળ તેમાં જરૂર હશે. આનું લોન્ચિંગ આગામી વર્ષની શરૂઆતમાં શક્ય છે. અત્યારે તો કંપની માત્ર 5 સીટર વેરિઅન્ટ આપી રહી છે અને તેનો વેઈટિંગ પિરિયડ લાંબો થવાની આશંકા છે.2020 રોયલ એનફિલ્ડ ક્લાસિક મોડલમાં નવા બીએસ 6 માપદંડવાળું એન્જિન આવવાની આશા છે, જે વધુ શક્તિશાળી અને રિફાઈન હશે. જાવાના ભારત આવવાથી રોયલ એન્ફિલ્ડ ક્લાસિકને જોરદાર ટક્કર મળી છે, એવામાં અનેક કોસ્મેટિક પરિવર્તન તેમાં થશે. જેમ કે, એલઈડી ટેઈલ લેમ્પ્સ અને અલોય વ્હિલ્સ અપાઈ શકાય છે. તે આવવામાં હજી છ મહિના છે.8 માર્ચે લોન્ચ થઈ રહેલી ફેસલિફ્ટ ડસ્ટરની કિંમતમાં કોઈ ફેરફાર નહીં કરાય. આ વર્તમાન મોડલની કિંમત એટલે કે 7 લાખ 99 હજારથી જ શરૂ થશે. તેને વાદળી રંગ અપાઈ રહ્યો છે.હ્યુન્ડાઈએ 'ક્રેટા'ની સેકન્ડ જનરેશન પર કામ શરૂ કરી દીધું છે. 2015માં લોન્ચ થયેલી આ એસયુવીની આગામી જનરેશન 2020માં જ આવી શકશે. તેમાં 1.4 લિટરનું એન્જિન હટાવીને નવું 1.5 લિટરનું 115 એચપી એન્જિન લગાવાશે. આ એન્જિન કીઆ મોટર્સની સેલ્ટોસમાં પણ હશે.10 લાખથી વધુ કિંમતની કાવાસાકી નિન્જા 1000 એબીએસને એક નવો રંગ 'સિલ્વર' અપાયો છે. 'મેટાલિક મેટ ફ્યુઝન સિલ્વર' એક વેરિઅન્ટ છે અને ભારતમાં માત્ર 60 બાઈક વેચાશે. આ બાઈક અત્યારે 'કેન્ડી લાઈમ ગ્રીન' અને 'મેટલિક સ્પાર્ક બ્લેક' માત્ર બે રંગમાં જ મળતી હતી.બજાજે ડોમિનરને કેટલાક મહિના પહેલાં જ અપડેટ કરી હતી. થોડાક સ્પાય શોટ્સની ચર્ચા છે કે તેને ટૂંકમાં જ નવો રંગ 'મેટલિક રેડ' મળી શકે છે. હાલ તે ગ્રીન અને બ્લેકમાં મળી રહી છે. આમ વ્હાઈટ અને સિલ્વરના આવવાની પણ આશા કરાઈ રહી છે.
#

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર - GJ17 TC 0315 - ShareChat
6.5k એ જોયું
3 મહિના પહેલા
પ્રતિસાદ / હ્યુન્ડાઈ વેન્યુ Venueને 1 મહિનામાં જ 33 હજાર બુકિંગ મળ્યું, એક દિવસમાં 1 હજાર યુનિટની ડિલીવરી      ઓટો ડેસ્ક. હ્યુન્ડાઈ Venueના લોન્ચ થયાને એક મહિનો વીતિ ચૂક્યો છે. ગત 21 મેનાં રોચ આ કાર લોન્ચ થઈ હતી. તેના પહેલાંથી જ કંપનીએ બુકિંગ શરૂ કરી દીધું હતું. હવે કસ્ટમર્સને બુકિંગ મુજબ ડિલિવરી પણ મળી રહી છે. લોન્ચ થયાના એક મહિનામાં જ આ કનેક્ટેડ કાર માટે કંપનીને 33,000 યુનિટનું બુકિંગ મળી ગયું છે. બીજી તરફ કંપનીએ એવી જાણકારી આપી છે કે, કાર લોન્ચ થયાના ઠીક એક મહિના બાદ એટલે કે 21 જૂને આ કારનાં એક હજાર યૂનિટની ડિલીવરી કરવામાં આવી છે.Venue હ્યુન્ડાઈની પ્રથમ સબકોમ્પેક્ટ સેગમેન્ટની પહેલી SUV છે. આ સેગમેન્ટમાં હાલ મારુતિ સુઝુકી Vitara Brezzaનો દબદબો ચાલી રહ્યો છે. Hyundai Venue બે પેટ્રોલ એન્જિન અને એક ડીઝલ એ્જિન ઓપ્શન સાથે આવે છે. તેના મોર્ડન ટર્બો ચાર્જડ 1.0 GDI એન્જિનની સૌથી વધુ માગ વર્તાય રહી છે. તેમાં પણ ગ્રાહકો સૌથી વધુ નવી DCT અથવા ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન વેરિઅન્ટને પસંગ કરી રહ્યા છે.Hyundai Venue કોમ્પેક્ટ SUV એવી કાર છે જે આ સેગમેન્ટમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. આ કારની માર્કેટમાં સ્પર્ધા મારુતિ સુઝુકીVitara Brezza, ટાટા Nexon, મહિન્દ્રા XUV300 અને ફોર્ડ EcoSport સાથે થઈ રહી છે. હ્યુન્ડાઈએ આ સેગમેન્ટમાં ભલે મોડેથી એન્ટ્રી કરી પરંતુ તે એક કનેક્ટેડ એસયુવી છે જે ભારતમાં લોન્ચ થનારી પહેલી કાર છે.
#

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર - VENUE - ShareChat
7.6k એ જોયું
3 મહિના પહેલા
સ્માર્ટફોન / નવા સેમસંગ Galaxy M40 માં દમદાર પર્ફોર્મન્સ સાથે ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર ઉપલબ્ધ      ગેજેટ ડેસ્ક. સેમસંગે પોતાની Galaxy M સિરીઝનો વધુ એક નવો ફોન Samsung Galaxy M40 તાજેતરમાં જ લોન્ચ કર્યો છે. તેનાં પહેલાં કંપની આ સિરીઝનાં Galaxy M10, M20 એમ M30 લોન્ચ કરી ચૂકી છે. Amazonનાં ફેબ્રુઆરી-માર્ચ 2019નાં ડેટા મુજબ સેમસંગની M સિરીઝના ફોન સૌથી વધુ વેચાયેલા સ્માર્ટફોન બની ગયા છે. 20 લાખ સંતુષ્ટ ગ્રાહકો સાથે Samsung M સિરીઝ સ્માર્ટફોન સૌથી મોખરે રહ્યા છે. કેટલાંક નવા અને ઉત્તમ ફીચર્સથી સજ્જ સેમસંગનો નવો Galaxy M40 પણ ગ્રાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેની કિંમત પણ ગ્રાહકોને પરવડે તેવી છે. સેમસંગ Galaxy M40 ની ખાસિયતો અહીં પ્રસ્તુત છે.પાવરફુલ ડિસ્પ્લેGalaxy M40 સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની ઈન્ફિનિટી O ડિસ્પ્લે છે. આ ફોનમાં 91.8%નો સ્ક્રીન રેશિયો મળે છે. સાથે જ તેનો 2340 x 1080 FHD+ ક્રિસ્ટલ ક્લિઅર ડિસ્પ્લે, ગેમ રમવા અને વીડિયો જોવા માટે સારું પર્ફોર્મન્સ પુરૂં પાડે છે. આ ફોનમાં દમદાર કોર્નિંગ ગોરિલા ગ્લાસ-3 મળે છે જે મોબાઈલની સ્ક્રીનને નુકસાન થતાં બચાવે છે.રૂપિયા 20 હજાર કરતાં ઓછી કિંમતમાં આ એવો પહેલો સ્માર્ટફોન છે જેમાં ઈન્ફિનિટી O ડિસ્પ્લે આપી છે. આ ફોનમાં યુઝર્સ માત્ર ફિંગરપ્રિન્ટ સેન્સર જ નહીં પરંતુ ફાસ્ટ ફેસ અનલોકિંગ ફીચરનો અનુભવ પણ મેળવી શકશે
#

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર - SANS - ShareChat
5.3k એ જોયું
3 મહિના પહેલા
ન્યૂ કાર / રેનલ્ટ Triber MPV આજે લોન્ચ થશે, કંપની ભારતમાં જ તેનું ઉત્પાદન કરશે       ઓટો ડેસ્ક. ઓટો કંપની રેનલ્ટ ઈન્ડિયા છેલ્લા કેટલાક સમયથી પોતાની પ્રોડક્ટને લાઈનઅપ કરવા પર કામ કરી રહી છે. હવે કંપનીએ પોતાની બજટે સેગમેન્ટની Renault Triber MPV આખરે લોન્ચ કરવાની તૈયારી કરી દીધી છે. આજે ભારતમાં Renault Triber MPV લોન્ચ થવાની છે. આ કારની કિંમત તેના લોન્ચ થયા બાદ જ ખબર પડશે.CMF-A પ્લેટફોર્મ પર બની છેRenault Triber CMF-A પ્લેટફોર્મનાં સાધારણ મોડિફાઈડ વર્ઝન પર આધારિત છે. જે પ્લેટફોર્મ પર Renault અને Nissanની પ્રોડક્ટ બનાવવામાં આવે છે. આજ પ્લેટફોર્મ સાથે હાલ માર્કેટમાં Kwid અને Datsun Redi-Go ઉપલબ્ધ છે.ડાયમેન્શન મોટા રહેશેRenault Triberના ટેસ્ટિંગ સમયે દર્શાવેલી તસ્વીરો મુજબ આ કાર સબ-4 મીટર MPV હશે, કારણ તે ઘણી લાંબી દેખાય છે. તેમાં પુરતા પ્રમાણમાં હેડરૂમ આપવામાં આવ્યો છે. આ કાર ક્રોસઓવર MPV હશે જેમાં ચારેબાજુથી બોલ્ડ ક્લેડિંગ્સ આપવામાં આવશે.7 સીટર MPVRenault Triberમાં 7 લોકો બેસી શકે તેટલી ક્ષમતા હશે. જોકે આ Datsun Go+ કરતાં થોડી જૂદી હશે. તેને થોડા ઉંચા સેગમેન્ટ પોઝિશન સાથે માર્કેટમાં મૂકવામાં આવશે. હાલ માર્કેટમાં ઉપલબ્ધ અન્ય કંપનીની કાર Maruti Suzuki Ertiga અને Mahindra Marazzoની હરોળમાં ઉતારવામાં આવશે.ત્રીજી હરોળની સીટ ફ્લેક્સિબલ હશેRenault તેની Triber કારને લઈને ઘણું કામ કરી ચૂકી છે. આ સેગમેન્ટમાં નવા ફીચરનાં રૂપમાં ત્રીજી લાઈનની સીટ ફ્લેક્સિબલ હોઈ શકે છે, જેનાથી કાર્ગો સ્પેસ વધારી શકાય. તેમાં મેન્યુઅલ ફોલ્ડિંગ સિસ્ટમ મળે તેવી શક્યતા છે.ભારતમાં જ ઉત્પાદન થશેTriberની કંપની ભારતમાં જ તેનું ઉત્પાદન કરશે. ત્યારબાદ બ્રાઝિલ સહિતનાં તેના માર્કેટમાં કારનું નિકાસ કરશે.
#

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર - ShareChat
2.6k એ જોયું
4 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ