લાલો (શ્રીકૃષ્ણ સદા સહાયતે)🪈🦚🎥
જીવનની સુંદર શીખ આપતું ફિલ્મ: ફિલ્મ માંથી મળેલા મોતી
(૧) જીવનમાં ગમે તેટલું દુઃખ હોય પણ વ્યસન ના રવાડે તો ના જ ચડવું..
દુઃખને ભૂલવાનું નથી પણ અતિક્રમવાનું છે..
માટે જીવનમાં આ નશો કરવો નહિ અને જો થઈ ગયો હોય તો વહેલાસર મૂકી દેવો ભઈલા નહિતર ઘરને બરબાદ થતા કોઈ રોકી ના શકે...
(૨) કર્મ પર આખું જીવન છે તો જોઈ વિચારીને કર્મ કરવું..
તમારા કાર્યક્ષેત્રમાં ક્યાંય કામચોરી કરવાનો પ્રયત્ન ના કરવો..
કોઈએ એક વાત બહુ સરસ કહી છે કે એક રૂપિયાના બદલામાં 100 રૂપિયાનું કામ કરવું,
તમારા ખાતામાં 99 રૂપિયા જમા થશે અને ઈશ્વર તેનો વ્યાજ સહિત બદલો પાછો આપશે..
આ વાત સનાતન સત્ય છે..
(૩) ભરણપોષણ કરવાનો અધિકાર અને ફરજ ઘરના પુરુષની છે. એ વાત સાચી છે પરંતુ એના માટે ચોરી કરવાનો પ્રયત્ન કરવો એ યોગ્ય બાબત નથી. જીવનમાં પ્રમાણિકતા થી મોટો કોઈ ગુણ નથી. કોઈપણ પ્રકારના દેવામાંથી મુક્તિ મેળવવા માટે ઓવર ટાઇમ કરીને પણ દેવું ઉતારવું જોઈએ....
(૪) મને વ્યક્તિગત એક વાત ખૂબ ગમી કે બાજુવાળા માસી બંને માણસના ઝગડા વખતે હાજર થઈને તુલસીનો કાયમ પક્ષ લે..
લાલાથી એને બચાવે, ગુંડા જ્યારે આવીને ધમકી આપે ત્યારે એને હાથ છોડવાની વાત કરે એ પણ નિર્ભયતાપૂર્વક..
સમાજમાં એવા ઘણા ઘર હોય છે કે જ્યાં પતિ વ્યસન કરીને પત્ની પર હાથ ઉપાડતો હોય તો એ વખતે 'મારે શું' અને 'મારું શું ' એ અભિગમથી બહાર નીકળીને સામેવાળાને નિર્ભયતાપૂર્વક જવાબ આપવો એ ખૂબ જ જરૂરી છે..
એનાથી વ્યસની વ્યક્તિનો પાવર ઓછો થઈ જાય છે...
(૫) દિલને સાફ રાખીને કામ કરવાની આદત હોય તો ઈશ્વર નોકરી અપાવવા માટે ધક્કો જરૂર ખાય છે..
ઈશ્વર સહાય કરે જરૂર જો આપણામાં દુનિયાના મહેણાં સહન કરીને પણ મહેનત કરવાની હિંમત હોય તો....
@ankitsakhiya
@highlight
#lalo #gujaratimovi krishna #🙏 જય શ્રી કૃષ્ણ