...G..R..jadeja...
ShareChat
click to see wallet page
@95228382
95228382
...G..R..jadeja...
@95228382
હું શેરચેટ ને પ્રેમ કરું છુ.
નવદુર્ગાનું સાતમું સ્વરૂપ:- દેવી કાળરાત્રિ એકવેણી જપાકર્ણપૂર નગ્ના ખરાસ્થિતા । લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્તશરીરિણી ।। વામપાદોલ્લસલ્લોહલતાકણ્ણકભૂષણા। વર્ધનમૂર્ધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયફ્રુરી ॥ મા દુર્ગાજીની સાતમી શક્તિ કાળરાત્રિ નામે ઓળખાય છે. તેમના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખેરાયેલા છે. ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે. તેમનાં ત્રણ નેત્રો છે. એ ત્રણે નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે, જેમાંથી વીજળી જેવા ચમકારા થતા રહે છે. તેમની નાસિકાના શ્વાસ-પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જવાળાઓ નીકળતી રહે છે. તેમનું વાહન ગર્દભ છે. ઉપર ઉઠેલા જમણા હાથની વરમુદ્રાથી સર્વેને વર પ્રદાન કરે છે. જમણી બાજુનો નીચેનો હાથ અભયમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તથા નીચેવાળા હાથમાં ખડગ(કટાર) છે. મા કાળરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે,પણ એ કાયમ શુભ ફળ જ આપનાર છે. એ જ કારણે એમનું એક નામ ‘શુભકૢરી’ પણ છે. માટે તેમનાથી ભક્તોએ કોઈ પણ રીતે ભયભીત અથવા આતંકિત થવાની આવશ્યકતા નથી. દુર્ગાપૂજાના સાતમા દિવસે મા કાળરાત્રિની ઉપાસનાનું વિધાન છે. આ દિવસે સાધકનું મન ‘સહસ્ત્રાર’ ચક્રમાં સ્થિત રહે છે. તેમના માટે બ્રહ્માંડની સમસ્ત સિદ્વિઓનાં દ્વાર ઉઘડવા માંડે છે. આ ચક્રમાં સ્થિત સાધકનું મન સંપૂર્ણપણે મા કાળરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. તેમના સાક્ષાત્કારથી મળનારા પુણ્યનો તે ભાગી બની જાય છે. તેનાં સમસ્ત પાપો-વિધ્રોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય-લોકની પ્રાપ્તિ થાય છે. મા કાળરાત્રિ દુષ્ટોનો વિનાશ ક૨નારાં છે. દાનવ, દેત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત આદિ એના સ્મરણમાત્રમી જ ભયભીત થઈને નાસી જાય છે. તેઓ ગ્રહ-બાધાઓને પણ દૂર કરનારાં છે. તેમના ઉપાસકને અગ્નિભય, જળભય, જંતુભય, શત્રુભય, રાત્રિભય આદિ ક્યારેય લગતા નથી. એમની કૃપાથી તે સર્વથા ભયમુક્ત થઈ જાય છે. માં કાળરાત્રિના સ્વરૂપ-વિગ્રહને પોતાના હૃદયમાં અવસ્થિત કરીને મનુષ્યે એકનિષ્ઠભાવે તેમની ઉપાસના કરવી જોઈએ. યમ, નિયમ, સંયમનું તેણે પૂર્ણ પાલન કરવું જોઈએ. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી જોઈએ. મા કાળરાત્રિ શુભકૢરી દેવી છે તેમની ઉપાસનાથી થનારાં શુભોની ગણતરી થઈ શકતી નથી. આપણે નિરંતર તેમનું સ્મરણ, ધ્યાન અને પૂજન કરવુ જોઈએ. યા દેવી સર્વભૂતેષુ માઁકાલરાત્રિરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ || બીજ મંત્ર - क्लीं ऐं श्री कालिकायै नमः ॥ #👣 જય માતાજી #🔱નવરાત્રી સ્ટેટ્સ😍 #🪔માતાજીની આરતી અને ભજન🥁 #🔱પાંચમાં નોરતાની શુભેચ્છા🔘
👣 જય માતાજી - ShareChat
00:40
🌼 *પ્રભુ, “સત્ય એજ સ્વંધર્મ”* 🙏 *સત્ય એટલે શું?* *સત્ય એટલે જે કદી બદલાતું નથી.* જે સમય, સ્થાન, પરિસ્થિતિથી પર છે. જે પરમ તત્ત્વ છે – ભગવાનનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ. 🙏 *ધર્મ એટલે શું?* ધર્મ એટલે માનવનું મૂળ સ્વભાવ, જે કદી છૂટતો નથી. અગ્નિનો ધર્મ ગરમાવ છે, જળનો ધર્મ શીતળતા છે, તેમ જ માનવનો ધર્મ સત્ય છે. 🙏 *“સત્ય એજ ધર્મ”નો અર્થ* 👉 ધાર્મિક ગ્રંથોમાં ઘણી રીતની વિધિ-વિધાન, નિયમો, પરંપરા છે, પણ એ બધાનું મૂળ એક જ છે – સત્ય. 👉 જો મનુષ્યનું જીવન સત્ય પર ટકેલું છે, તો એજ સાચો ધર્મ છે. 👉 ખોટ, છેતરપિંડી, સ્વાર્થ, પાખંડ – એ બધું અધર્મ છે. 🙏 *ઉપનિષદમાંથી* *“ સત્યમેવ જયતે* નાનૃતમ્” – સત્ય જ જીતે છે, અસત્ય કદી ટકી શકતું નથી. આ વાક્ય દર્શાવે છે કે સત્યમાં જ પરમાત્માની ઉપાસના છે. 🕉️ *આધ્યાત્મિક અર્થ* સત્ય બોલવું માત્ર ધર્મ નથી, પણ સત્ય જીવવું એ ધર્મ છે. જે આત્મસ્વરૂપને ઓળખે છે, એ જાણે છે કે પરમસત્ય (બ્રહ્મ) જ પરમધર્મ છે. ✨ *આમ, સાચા અર્થમાં ધર્મનો અર્થ કોઈ જટિલ વિધિ નથી* સત્ય જીવન, સત્ય વિચારો અને સત્ય અનુભવ એજ પરમ ધર્મ છે. *જય શ્રી કૃષ્ણ*🙏🕉️ *સત્ય સનાતન ધર્મ ની જય* #🙏 જય શ્રી કૃષ્ણ #🙏કૃષ્ણ વચન✍️ #🙏ગીતા સાર વિડિયો📽 #📚 ભારતનો ઈતિહાસ #😇 સુવિચાર
🙏 જય શ્રી કૃષ્ણ - ShareChat
નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ:- દેવી કાત્યાયની ચન્દ્રહાસોજજ્વલકરા શાર્દૂલવરવાહના। કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવઘાતિની I મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનુ નામ કાત્યાયની છે. તેમનું કાત્યાયની નામ પડવાની કથા આ પ્રમાણે છેઃ કત નામે એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર ઋષિ થયા. આ જ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. તેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં કરતાં ઘણા વર્ષો સુધી કઠિન તપ કર્યુ હતું. તેમની ઇચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રીરૂપે અવતરે. માં ભગવતીએ તેમની આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો. થોડાક સમય બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર ઘણો જ વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા. મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી. આ કારણે તેઓ કાત્યાયની કહેવામાં. એવી પણ કથા મળે છે કે તેઓ મહર્ષિ કાત્યાયનના ત્યાં પુત્રીરૂપે પણ ઉત્પન્ન થયાં હતાં. આસો વદ ચતુર્દશીએ જન્મ લઈ સુદ સાતમ, આઠમ તથા નવમી સુધી (ત્રણ દિવસ), તેમણે કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરી દશમીએ મહિષાસુરનો વધ કર્યો હતો. મા કાત્યાયની અમોઘ ફળ આપનારાં છે. ભગવાન કૃષ્ણને પતિરૂપે પામવા માટે વ્રજની ગોપીઓએ તેમની પૂજા કાલિન્દી- યમુના તટે કરી હતી. તેઓ વ્રજમંડળનાં અધિષ્ઠાત્રી દેવીરૂપે પણ પ્રતિષ્ઠિત છે. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેમનો વર્ણ સ્વર્ણ સમાન ચમકદાર અને તેજોયમાન છે. તેમને ચાર ભુજાઓ છે. માતાજીનો જમણી બાજુનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તથા નીચેનો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે. દુર્ગાપૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. તે દિવસે સાધનું મન‘આજ્ઞા’ચક્રમાં સ્થિત હોય છે. યોગસાધનામાં આ આજ્ઞાચક્રનું અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ ચક્રમાં સ્થિત મનવાળો સાધક માં કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ નિવેદિત કરી દે છે. પરિપૂર્ણ આત્મદાન કરનારા આવા ભક્તને સહજ ભાવે મા કાત્યાયનીના દર્શન પ્રાપ્ત થઈ જાય છે. મા કાત્યાયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને ઘણી જ સરળતાથી અર્થ, ધર્મ, કામ, મોક્ષ આદિ ચારેય ફળની પ્રાપ્તિ થઈ જાય છે. તે આ લોકમાં સ્થિત રહીને પણ અલૌકિક તેજ અને પ્રભાવયુક્ત થઈ જાય છે. તેના રોગ, શોક, સંતાપ, ભય આદિ સર્વથા નાશ પામે છે.જન્મજન્માંતરનાં પાપોનો નાશ કરવા માટે માની ઉપાસનાથી અધિક સરળ અને સુગમ માર્ગ અન્ય કોઈ નથી. તેમનો ઉપાસક નિરંતર તેમના સાંનિધ્યપાં રહીને પરમપદનો અધિકારી બની જાય છે. માટે આપણે સર્વતોભાવેન માના શરણાગત થઇ તેમની પૂજા-ઉપાસના માટે તત્પર રહેવું જોઈએ. યા દેવી સર્વભૂતેષુ માઁકાત્યાયનીરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ ।। બીજ મંત્ર - क्लीं श्री त्रिनेत्राय नमः #🔱પાંચમાં નોરતાની શુભેચ્છા🔘 #🙏🌼Jay Momay Ma🌼🙏 #👣 જય માતાજી #🪔માતાજીની આરતી અને ભજન🥁 #🔱નવરાત્રી સ્ટેટ્સ😍
🔱પાંચમાં નોરતાની શુભેચ્છા🔘 - ShareChat
00:41
📖 *શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય 2 (સાંખ્યયોગ)* *શ્લોક 36* अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिताः । निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् ॥ *ગુજરાતી અનુવાદ* તારા શત્રુઓ પણ ઘણી નંદ #🙏કૃષ્ણ વચન✍️ #🙏ગીતા સાર વિડિયો📽 #📚 ભારતનો ઈતિહાસ #🙏 જય શ્રી કૃષ્ણ #🔱પાંચમાં નોરતાની શુભેચ્છા🟢 નીય વાતો કરશે અને તારી શક્તિની નિંદા કરશે. એ કરતાં મોટું દુઃખ બીજું કયું હશે? 🕉️ *આધ્યાત્મિક અર્થ* જે માણસ પોતાનું કર્તવ્ય છોડે છે, તેના વિશે દુનિયા હંમેશાં ખરાબ બોલે છે. આત્માની શક્તિ જાળવવી એ અપમાનથી બચવાનો માર્ગ છે. *શ્લોક 37* हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् । तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ॥ *ગુજરાતી અનુવાદ* જો તું યુદ્ધમાં મારાઈ જશે તો સ્વર્ગમાં જશે, અને જો જીતશે તો પૃથ્વી પર રાજ કરશો. તેથી હે કૌંતેય! નક્કી કરીને યુદ્ધ માટે ઊભો થા. 🕉️ *આધ્યાત્મિક અર્થ* સત્ય માટે લડવું એ હંમેશાં જીત છે – શરીરે જીતીશું તો રાજ્ય, હારીશું તો સ્વર્ગ. આત્મા માટે કદી હાર નથી. *શ્લોક 38* सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ । ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि 🕉️ *ગુજરાતી અનુવાદ* સુખ–દુઃખ, લાભ–હાનિ, જીત–હાર – બધીને સમાન માનીને યુદ્ધ કર, તો તું પાપનો ભાગીદાર નહીં બને. 🕉️ *આધ્યાત્મિક અર્થ* સાચો યોધ્ધા પરિણામથી નહીં, કર્તવ્યથી જીવતો હોય છે. સમતામાં જ આધ્યાત્મિક મુક્તિ છે. *શ્લોક 39* एषा तेऽभिहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु । बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ॥ 39 ॥ *ગુજરાતી અનુવાદ* આ સાંખ્યયોગ દ્વારા તને જ્ઞાન સમજાવ્યું છે. હવે તું યોગની બુદ્ધિ સાંભળ. આ બુદ્ધિથી તું કર્મના બંધનમાંથી મુક્ત થઈ જશે. 🕉️ *આધ્યાત્મિક અર્થ* માત્ર જ્ઞાન પૂરતું નથી; યોગ એટલે કર્તવ્યમાં સમતા. તે જ કર્મના બંધનમાંથી મુક્તિ અપાવે છે. *શ્લોક 40* नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते । स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् *ગુજરાતી અનુવાદ* આ યોગમાં પ્રયત્ન વ્યર્થ નથી જતો અને પાપનો ભય પણ નથી. આ ધર્મનો થોડો અંશ પણ મહાભયમાંથી ઉગારશે. 🕉️ *આધ્યાત્મિક અર્થ* યોગના માર્ગે એક પગલું પણ મૂલ્યવાન છે. નાનું પુણ્ય પણ આત્માને મહાભય (જન્મ-મરણના ચક્ર)માંથી બચાવે છે. *જય શ્રી કૃષ્ણ*🙏🕉️ *સત્ય સનાતન ધર્મ ની જય*🙏🕉️
🙏કૃષ્ણ વચન✍️ - ShareChat
📖 *શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય 2 (સાંખ્યયોગ)* *શ્લોક 31* स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि । धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते *ગુજરાતી અનુવાદ* હે અર્જુન! પોતાના સ્વધર્મને જોતા પણ તારે કાંપવું નહીં જોઈએ, કારણ કે ક્ષત્રિય માટે ધર્મયુદ્ધ કરતાં શ્રેષ્ઠ બીજું કંઈ નથી. 🕉️ *આધિ્યમિક અર્થ* સાચા માર્ગે રહેવું, પોતાના કર્તવ્યથી ન ભાગવું એ જ પરમ ધર્મ છે. *શ્લોક 32* यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् । सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् *ગુજરાતી અનુવાદ* હે પાર્થ! પોતે જ મળેલુ આવું ધર્મયુદ્ધ એ તો સ્વર્ગનાં દ્વાર ખુલ્લાં હોય તેવું છે. માત્ર ભાગ્યશાળી ક્ષત્રિયોને જ આવું યુદ્ધ મળે છે. 🕉️ *આધ્યાત્મિક અર્થ* આવો અવસર માનવને દુર્લભ છે, જ્યારે ધર્મનું રક્ષણ કરવાની તક મળે. એ મોક્ષનો માર્ગ ખોલે છે. *શ્લોક 33* अथ चेतत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि । ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि *ગુજરાતી અનુવાદ* જો તું આ ધર્મયુદ્ધ નહિ કરે તો તું પોતાનો સ્વધર્મ અને પોતાની કીર્તિ ગુમાવીને પાપનો ભાગીદાર બનશે. 🕉️ *આધ્યાત્મિક અર્થ* સ્વધર્મમાંથી ભાગવું એ પાપ છે. કર્તવ્યને નકારી દેવો એ આધ્યાત્મિક પતન છે. *શ્લોક 34* अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम् । सम्भावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते ॥ *ગુજરાતી અનુવાદ* લોકો તારી નિંદા કરશે, અને સન્માનિત વ્યક્તિ માટે અપમાન તો મૃત્યુ કરતા પણ ભયંકર છે. 🕉️ *આધ્યાત્મિક અર્થ* માનસિક મૃત્યુ અપમાનથી થાય છે. આધ્યાત્મિક જીવનમાં સન્માન જાળવવું એ આત્મસન્માનનું રક્ષણ છે. *શ્લોક 35* भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः । येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् ॥ 35 ॥ *ગુજરાતી અનુવાદ* મહાન યોધ્ધાઓ તો માનશે કે તું ભયથી યુદ્ધમાંથી ભાગી ગયો છે. જેમની નજરે તું મહાન હતો, તેમના માટે તું હવે તુચ્છ બની જશે. 🕉️ *આધ્યાત્મિક અર્થ* ડરથી ભાગવું એ આત્માની શક્તિ ગુમાવવું છે. આધ્યાત્મિક યોધ્ધા કદી ભાગતા નથી, તેઓ સત્ય માટે અડગ રહે છે. *જય શ્રી કૃષ્ણ*🙏🕉️ *સત્ય સનાતન ધર્મ ની જય*🙏🕉️ #🙏 જય શ્રી કૃષ્ણ #📚 ભારતનો ઈતિહાસ #🙏કૃષ્ણ વચન✍️ #🙏ગીતા સાર વિડિયો📽 #🔱પાંચમાં નોરતાની શુભેચ્છા🟢
🙏 જય શ્રી કૃષ્ણ - ShareChat
*કાબા થારે કોટમેં,* *કરતા નિજ કિલ્લોલ* *સ્વર્ગ વધી સોણો લગે,* *ઓરણ તવ અણમોલ* હે માઁ મોમાંય તારા કરછ મોરાગઢ (ધામ) માં કાબા(બાળક રૂપી ઉંદર) ના કિલ્લોલ ગુંજે છે જ્યાં તેત્રીસ કરોડ દેવી દેવતા નો વાસ છે એવી તારી ગઢમોરા ની ભૂમિ અણમોલ છે આવો ધામ સ્વર્ગ થી પણ વધારે સોહાય છે, અસ્તુ જય માઁ મોમાંય ગઢમોરાની મહામાય 🚩🙏😊 #🙏🌼Jay Momay Ma🌼🙏 #જય આશાપુરા મા #👩નારી શક્તિ💪 #👣 જય મેલડી માઁ #🔱નવરાત્રી સ્ટેટ્સ😍
🙏🌼Jay Momay Ma🌼🙏 - ShareChat
01:13
#😇 સુવિચાર #👫 મારા મિત્ર માટે #👨‍👩‍👧‍👦 પરિવાર પ્રેમ #🚍 પ્રવાસ અને મુસાફરી #👩‍🍳 રસોઈ અને કિચન ટીપ્સ
😇 સુવિચાર - भगईली नुं थेड ५iता &s ७० भष % ualeel %3s12| क॰ वधे थेनी जाशीशींञ ८२ नाज्वाानी   थने कथत भबोत्शवभां %ाथ्वो त्थारे ज्ावानी!!!! भगईली नुं थेड ५iता &s ७० भष % ualeel %3s12| क॰ वधे थेनी जाशीशींञ ८२ नाज्वाानी   थने कथत भबोत्शवभां %ाथ्वो त्थारे ज्ावानी!!!! - ShareChat
આ ધરતી પર જીવ માત્ર ની એકજ તલાસ છે એકજ પ્યાસ છે *પ્રેમ* અને જીવ માત્ર પ્રેમ ની તલાસ બહાર બહાર કરે છે અને પ્રેમ નો સાગર પ્રેમ નો દરિયો પ્રેમ આનંદ સ્વરૂપ સદગુરુ તો પોતાની ભીતર છે કોઈ સાચા સદગુરુ મળે તો જીવ ને પ્રેમ આનંદ પરમાત્મા ની ભીતર ઓળખ કરાવે તો જીવ ની પ્યાસ બુજાય છે બાકી બહાર બહાર તો બધા પ્રેમ ના તરસીયા છે એક તરસીયો બીજા તરસીયા પાસે પ્યાસ બુજાવાના ની આશા કરે છે અને એ ક્યારેય પણ સંભવ નથી જે પોતે પ્રેમ આનંદ માટે ભટકે છે તે આપણ ને તો એવી રીતે પ્રેમ આનંદ આપી શકે *જય શ્રી કૃષ્ણ*🙏🕉️ *સત્ય સનાતન ધર્મ ની જય* #🙏 જય શ્રી કૃષ્ણ #📚 ભારતનો ઈતિહાસ #🙏કૃષ્ણ વચન✍️ #🙏ગીતા સાર વિડિયો📽 #🙏ગુરુ દત્તાત્રેય
🙏 જય શ્રી કૃષ્ણ - ShareChat
નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ:- દેવી સ્કન્દમાતા સિંહાસનગતા નિત્યં પદ્માંચિત્તકરદ્વયા । શુભદાસ્તુ સદા દેવી સ્કન્દમાતા યશસ્વિની ।। માં દુર્ગાજીના પાંચમા સ્વરૂપને સ્કન્દમાતાના નામથી ઓળખવામાં આવે છે. આ ભગવાન સ્કન્દ ‘કુમાર કાર્તિકેય’ નામે પણ ઓળખાય છે. તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં કુમાર ને શક્તિધર કહીને તેમના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમનું વાહન મયુર છે. તેથી તેમને મયુરવાહન નામે પણ અભિહિત કરાયા છે. આજ ભગવાન સ્કન્દના માતા હોવાના લીધે માં દુર્ગાજીના આ સ્વરૂપને સ્કન્દમાતા નામે ઓળખવામાં આવે છે. તેમની ઉપાસના નવરાત્રી-પૂજાના પાંચમા દિવસે કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન ‘વિશુદ્ધ’ ચક્રમાં અવસ્થિત હોય છે. તેમના સ્વરૂપમાં ભગવાન સ્કન્દજી બાળરૂપે તેમના ખોળામાં બેઠેલા હોય છે. સ્કન્દમાતૃસ્વરૂપિણી દેવીને ચાર ભુજાઓ છે. તેઓ જમણી બાજુની ઉપરની ભુજા દ્વારા ભગવાન સ્કન્દને ખોળામાં પકડી રાખે છે અને જમણી બાજુની નીચેની ભુજા જે ઉપર તરફ ઉઠેલી છે, તેમાં કમળપુષ્પ છે. ડાબી બાજુની ઉપરવાળી ભુજા વરમુદ્રામાં છે તેમજ નીચેવાળી ભુજા જે ઉપર તરફ ઉઠેલી છે તેમાં પણ કમળપુષ્પ ધારણ કરેલું છે. તેમનો વર્ણ પૂર્ણતઃ શુભ્ર છે. તેઓ કમળના આસનપર બિરાજમાન રહે છે. આથી તેમને પદ્માસની દેવી પણ કહેવામાં આવે છે. સિંહ પણ તેમનું વાહન છે. નવરાત્રિપૂજનના પાંચમા દિવસનું પુષ્કળ મહત્ત્વ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે.‘વિશુદ્ધ’ અવસ્થિત માનવાળા સાધકની સમસ્ત બાહ્યક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે. તે વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ તરફ આગળ વધતો હોય છે. તેનું મન સમસ્ત લૌકિક, સાંસારિક, માયિક બંધનોમાથી વિમુક્ત થઈને પદ્માસનમાં મા સ્કન્દમાતાના સ્વરૂપમાં પૂર્ણતઃ તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે ઉપાસના તરફ વધવું જોઈએ. તેણે પોતાની સમસ્ત ધ્યાન-વૃત્તિઓને એકાગ્ર રાખી સાધના પર આગળ વધતા રહેવું જોઈએ. માં સ્કન્દમાતાની ઉપાસનાથી ભકતની સમસ્ત ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ જાય છે, આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા માંડે છે. એના માટે મોક્ષનું દ્વાર આપોઆપ સુલભ થાય જાય છે. સ્કન્દમાતાની ઉપપ્સનાથી બાળરૂપ સ્કન્દભગવાનની ઉપાસના પણ આપોઆપ થઈ જાય છે. આ વિશેષતા કેવળ એમને જ મળેલ છે, તેથી સાધકે સ્કન્દમાતાની ઉપાસના તરફ વિશેષ લક્ષ્ય આપવું જોઈએ. સુર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે એમનો ઉપાસક અલૌકિક તેજ અને કાંતીથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદ્રશ્યભાવે સદૈવ તેના ચતુર્દિક પરિવ્યાપ્ત રહે છે. આ પ્રભામંડળ પ્રતિક્ષણ તેના યોગક્ષેમનું નિર્વહન કરતું રહે છે. માટે આપણે એકાગ્રભાવે મનને પવિત્ર રાખી માનું સ્મરણ લેવા પ્રયત્ન કરવો જોઈએ. આ ઘોર ભાવસાગરના દુઃખોમાંથી મુક્તિ પામીને મોક્ષનો માર્ગ સુલભ કરવા માટે આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી. યા દેવી સર્વભૂતેષુ માઁસ્કન્દમાતા સંસ્થિતા । નમસ્તસ્યે નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ ।। બીજ મંત્ર: ह्रीं क्लीं स्वमिन्यै नमः || #જય આશાપુરા મા #🪔માતાજીની આરતી અને ભજન🥁 #🔱ચોથા નોરતાની શુભેચ્છા🟢 #🙏🌼Jay Momay Ma🌼🙏 #🔱નવરાત્રી સ્ટેટ્સ😍
જય આશાપુરા મા - ShareChat
00:40
માતાજીના છંદ - અમીચંદ અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે... લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે, ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે... કામ, ક્રોધ, મોહ, મત્સર, માયા દુર્મતિ પર ધાયો છે, લોભ લહેર એક નદીયા વહે છે, ઉસમેં જીવ દુભાયો છે... તુમ બીના પાર ઉતારે કોણ મા, ભક્તને કે શિર ગાજે છે, અરજ કરીને માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે... કોઈ વખત જીવ જાયે ધરમ પર, માયા પાછી લપટાવે છે, આકીન અમારું રહેતું નથી, મારું પાપ મને અથડાવે છે... હવે ઉપાય શું કરું માતાજી, હમકું કોઈ બતાવે છે, ચાકર બેઠો ચિત્તમાં તમારો, દિલમાં બહુ ગભરાવે છે... મારી હકીકત તું સહુ જાણે, ઘટઘટમાં તું બિરાજે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે... માન નિરંજન તું દુઃખભંજન, નિરધનને ધન આપે છે, વાંઝિયા હોય તેનું મેણું ટાળી, તેને તું ફરજંદ આપે છે... ભક્ત કરે મા ભક્તિ તમારી, તેને તું દર્શન આપે છે, જન્મોજનમનાં પાપ નિવારણ, એક પલકમાં કાપે છે... બહુચર-બાળી અંબે દયાળી, ભક્તન જે શિર ગાજે છે, મારી હકીકત કહી મમમાયા, તુમ બીન કોણ મિતાવે છે... બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રને કહીએ, તે તારા ગુણ ગાએ છે, સર્વ દેવના દેવ તમે છો, તેરા નામકું ધાએ છે... મહારાજ ગીર કહે સત્ય શબ્દ, એ અમર પદ પામે છે, અમીચંદ કહે છંદ બનાવી, તારે હાથ મારી લાજે છે... અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે, અરજ કરી માને શીશ નમાવું, ધનભાગ્ય મારું આજે છે... #👣 જય માતાજી #🙏🌼Jay Momay Ma🌼🙏 #જય આશાપુરા મા #🪔માતાજીની આરતી અને ભજન🥁 #🔱ચોથા નોરતાની શુભેચ્છા🟢
👣 જય માતાજી - ShareChat
00:35