@gujjuking_123
@gujjuking_123

Přævïň§æřvæïýă

lv is in d air...

ચર્ચાસ્પદ / શું નિકોબારમાં ખ્રિસ્તી વસતીની બહુમતીથી ખેંચાઇને ચાઉએ જોખમ લીધું હતું?          - અહીં વસતાં આદિવાસીઓ જ્યારે જ્યારે બહારની દુનિયાના સંપર્કમાં આવે છે ત્યારે ચેપી બિમારીનો ભોગ બન્યાં છે- આર્મીના વિમાનને જોઈને ય તીર, ભાલાની બૌછાર વરસાવતા આદિવાસીઓ એટલાં ઝનૂની છે કે ટાપુ પર પગ મૂકવાની કોઈ હિંમત કરી શકતું નથી- ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે વેટિકન ચર્ચ દ્વારા મળતો રેવરન્ડનો માનદ્ હોદ્દો મેળવવાના આશયથી અમેરિકન પાદરી જ્હોન એલન ચાઉએ સેન્ટિનલ ટાપુ પર પગ મૂક્યો અને જીવ ગુમાવ્યોઇન્ટરનેશનલ ડેસ્કઃ ગત અઠવાડિયે આંદામાન-નિકોબાર દ્વિપસમુહના સેન્ટીનલ ટાપુ પર અમેરિકન પાદરી જ્હોન એલન ચાઉની હત્યા થઈ એ પછી હજુ સુધી તેનો મૃતદેહ લાવવામાં પોલીસને સફળતા મળી નથી. આથી સેન્ટિનલ આદિવાસીઓ, તેમની રહેણીકહેણી અને ખાસ તો બહારની દુનિયાથી અલિપ્ત રહેવાના તેમનાં આગ્રહ પાછળના કારણો ચર્ચાસ્પદ બની રહે છે. અહીં સૌથી સળગતો પ્રશ્ન એ છે કે, જ્હોન એલનના પરિવાર અને મિત્રોએ જણાવ્યા અનુસાર જ્હોન આ ટાપુ પર પોતાનો જીવ પણ જઇ શકે છે તે વાત જાણતો હતો. તેમ છતાં આ આઇલેન્ડ પર ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનું જીવલેણ જોખમ તેણે શા માટે લીધું? ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે વેટિકન ચર્ચ દ્વારા મળતો રેવરન્ડનો માનદ્ હોદ્દો પણ તેઓના પાદરીઓ માટે મહત્વનો હોય છે. તો શું નિકોબારમાં ખ્રિસ્તી ધર્મની બહુમતી અને માનદ્ હોદ્દાની લાલચ એલન ચાઉને આ ટાપુ સુધી ખેંચી ગઇ? જાણો આ તમામ સવાલોના જવાબ..60,000 વર્ષ પૂર્વે આફ્રિકાથી અહીં આવીને વસ્યા* આ મહાદ્વિપ પર નાનાં-મોટાં 572 ટાપુઓ આવેલા છે અને તેમાં કૂલ 6 જાતિઓ રહે છે, જે બંગાળની ખાડીથી લઇ લેન્ડફૉલ આઇલેન્ડ ઉપરાંત ગ્રેટ નિકોબાર આઇલેન્ડના નોર્થ અને સાઉથ આઇલેન્ડ સુધી વિસ્તરેલા છે.- અહીં ચાર મુખ્ય જાતિઓ છે: 1. ગ્રેટ આંદામાની 2. ઓન્જે 3. જારાવા 4. સેન્ટીનેલિઝ* આ તમામ આદિવાસીઓ ઘેરા શ્યામ વર્ણના વંશીય જૂથો છે, જે સાઉથ અને સાઉથ-વેસ્ટ એશિયાના અલગ અલગ ભાગોમાં વસવાટ કરે છે. * પોતાના સંકુચિત કોચલામાં પૂરાઈ રહેતાં અને બહારની દુનિયાથી સ્વેચ્છાએ જ સંપર્ક ટાળતાં લોકોના હક્કો માટે કામ કરતી સંસ્થા સર્વાઈવલ ઈન્ટરનેશનલ ગ્રુપના અંદાજ મુજબ, આંદામાનના તમામ આદિવાસી સમૂહોના મૂળ આફ્રિકામાં છે, જ્યાંથી આશરે 60,000 વર્ષ પહેલાં તેઓ અહીં આવી વસ્યા હતા. * તેમાં પણ મોન્ગોલોઇડ નામની બે પેટા પ્રજાતિ - શોમ્પેન અને નિકોબારિયન્સ છે, જે અંદાજે મલેશિયા કે મ્યાનમારના કાંઠેથી આવ્યા છે. તેઓ નિકોબાર આઇલેન્ડ પર 1000 વર્ષથી વસે છે.આંદામાનમાં અમેરિકનની હત્યાઃ હુમલા પહેલાં લખ્યો હતો પત્ર - મારું મોત થાય તો આદિવાસીઓ કે ભગવાન પર ગુસ્સો ના કરતાં!શું આ પ્રજાતિ બહારની દુનિયા માટે પ્રતિકૂળ છે?* વર્તમાનમાં પોર્ટ બ્લેરનો હિસ્સો ગણાતા ચથમ આઇલેન્ડના લેટ.બ્લેરમાં 1789ના સમયમાં બહારના લોકોની અવર-જવર મુદ્દે ચોક્કસ નીતિનિયમો નક્કી થયા હતા. * એ પછી બહારની દુનિયાના લોકો સાથે સ્થાનિકોને દુશ્મનાવટની શરૂઆત થઇ છે તેમ કહી શકાય. * 1859માં એબરડિન યુદ્ધ સમયે બ્રિટિશરોને બહાર કાઢવાનો મક્કમ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો તીર કામઠાં અને ભાલાથી બ્રિટિશ આર્મીનો સશક્ત સામનો કરતા હતા. * જ્યારે પણ બ્રિટિશરો આ આઇલેન્ડ પર આવતા ત્યારે ઝેરમાં બોળેલા તીર અને ભાલાથી 5,000 આંદામાની આદિવાસીઓ તેઓનું સ્વાગત કરતા. આ યુદ્ધમાં આદિવાસીઓએ મોટાં પ્રમાણમાં જાનહાની વ્હોરી લીધી હતી. એ પછી તેમની વસતી સતત ઘટતી રહી છે. હાલમાં વસતી ગણતરી અનુસાર, તેઓની સંખ્યા 44 છે. * ઓન્જીસ આદિવાસીઓના પણ આવા જ હાલ થયા છે. વર્ષ 1900માં તેઓની વસતી 670 હતી, જે આજે 101 છે. * આ જ પ્રકારે જારવા જાતિ પણ 1998માં અહીં આવીને વસી હતી અને તેઓની વસતીમાં પણ ખાસ્સો ઘટાડો થઇ રહ્યો છે. * એક્સપર્ટ્સ અનુસાર, તેઓ જ્યારે-જ્યારે બહારની દુનિયા સાથે સંપર્કમાં આવે છે ત્યારે તેઓની વસતીમાં ઘટાડો થયો છે. * 1999 અને 2006માં જારવા પ્રજાતિને ખંજવાળની તકલીફ થઇ હતી, જે વિશ્વભરમાં અલગ અલગ આદિવાસી પ્રજાતિમાં ફેલાઇ. * ટૂરિઝ્મ પણ આ પ્રજાતિ માટે શોષણનું બીજું સ્વરૂપ બન્યું છે. અનેક ટૂરિસ્ટ્સ જારવાની સ્ત્રીઓનું શારીરિક શોષણ કરતા હતા. * નિષ્ણાતો અનુસાર, સેન્ટીનેલિઝ પણ કદાચ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયા હશે અને તેથી જ આટલાં વર્ષોથી તેઓએ બહારની દુનિયા સાથે સંપર્ક રાખવાનું સંદતર બંધ કરી દીધું છે.આંદામાનના હિંસક આદિવાસીઓઃ 60 હજાર વર્ષથી રહે છે એકલાં, બીચ પર રાખે છે સેક્સ સેશનઆ આદિવાસીઓનો ધર્મ શું છે?* મૂળ છ પ્રજાતિમાંથી બહુમતિ આદિવાસીઓ તેઓના મૂળ ધર્મનું આચરણ કરે છે, જેનાથી દુનિયા હજુ સુધી અજાણ છે. * નિકોબાર એકમાત્ર એવો ટાપુ છે જ્યાં મુખ્ય ધર્મ તરીકે ખ્રિસ્તી ધર્મ સૌથી વધુ પ્રચલિત છે. * કેટલાંક નિષ્ણાતોના મતે, આ પ્રકારના અવાવરું આઇલેન્ડમાં પણ ખ્રિસ્તી ધર્મથી લોકો પરિચિત હોવાના કારણે જ જ્હોન એલન ચાઉ જેવા પાદરીઓએ સેન્ટીનલ આઇલેન્ડમાં જઇ અહીંના આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મના પાઠ ભણાવવાની ઇચ્છા વ્યક્ત કરે છે. * દુનિયામાં હવે બહુ ઓછા સ્થાનો એવાં છે જ્યાં હજુ સુધી આધુનિક માનવી પહોંચ્યો ન હોય. આવા સ્થાનોએ જઈને ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનારને વેટિકન ચર્ચ દ્વારા રેવરન્ડનો માનદ્ હોદ્દો આપવામાં આવે છે. ચાઉ પણ રેવરન્ડ બનવાના હેતુથી જ જાનનું જોખમ ઊઠાવીને પણ સેન્ટિનલ જવા માંગતો હતો.તેઓની વસતી કેટલી છે?* આ પ્રકારના રિમોટ વિસ્તારોમાં ઘરે ઘરે જઇને વસતી ગણતરી કરવી એ લગભગ અશક્ય છે. તેમાંય વળી, સેન્ટીનલ આઇલેન્ડ જ્યાં ભારતીય આર્મીના વિમાનોને જોતાં જ તીર છોડવામાં આવે છે ત્યાં સેન્સસ અધિકારીઓ પહોંચવાનો વિચાર સુદ્ધાં ના કરી શકે. * આ જ કારણોસર આદિવાસીઓની સંખ્યા વિશે માત્ર અંદાજ જ લગાવવામાં આવે છે. 2011ના અંદાજિત સેન્સસ આંકડાઓના આધારે આઇલેન્ડ પર શિડ્યુલ ટ્રાઇબ્સની સંખ્યા 28,530 જેટલી છે. * જેમાં સૌથી વધુ સંખ્યામાં નિકોબાર આઇલેન્ડમાં રહે છે. * છ મૂળ પ્રજાતિઓમાં જારવા જાતિ બીજાં ક્રમે છે જ્યારે સેન્ટીનલ હજુ પણ નાનકડાં ગ્રુપમાં જ રહે છે.
#

🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર

🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર - ShareChat
5k views
14 days ago
મુંબઇ હુમલો: ટ્રમ્પે કહ્યું - અમે ભારતની સાથે, આતંકવાદને ક્યારેય જીતવા નહીં દઇએ           - સોમવારે 26/11 હુમલાની 10મી તિથિ હતી, અમેરિકાએ હુમલાખોર અંગે જાણકારી આપનારને 35 કરોડના ઇનામની જાહેરાત કરી હતી - ભારતે અમેરિકાના આ વલણ બાદ આભાર વ્યક્ત કર્યો હતોઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મુંબઇ હુમલાની 10મી તિથિ પર મોડી રાત્રે ટ્વીટ કરી હતી. તેઓએ લખ્યું - મુંબઇ આતંકવાદી હુમલાના 10 વર્ષ પૂર્ણ થવા પર ન્યાય માટે અમેરિકા ભારતના લોકો સાથે ઉભું છે. અમે આતંકવાદને ક્યારેય જીતવા નહીં દઇએ.બાતમી આપનારને 35 કરોડના ઇનામની જાહેરાત- ટ્રમ્પના ટ્વીટ પહેલાં અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ મુંબઇ હુમલામાં સામેલ કોઇ પણ વ્યક્તિની જાણકારી આપવા પર 50 લાખ ડોલર (અંદાજિત 35 કરોડ રૂપિયા)ના ઇનામની જાહેરાત કરી છે. - પોમ્પિયોએ કહ્યું, અમે હુમલામાં માર્યા ગયેલા છ અમેરિકનો સહિત તમામ પીડિતોના પરિવારો અને મિત્રો સાથે ઉભા છીએ.- 26/11ની બર્બરતાએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. અમેરિકા આ બર્બરતાના જવાબદાર આતંકીઓ વિરૂદ્ધ યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલની જવાબદારીને લાગુ કરવા માટે પાકિસ્તાન સાથે વાતચીત કરશે.આતંકી સંગઠનો પર પ્રતિબંધ લગાવે પાક- પોમ્પિયોએ કહ્યું, પાકિસ્તાનને કહેવામાં આવશે કે, તેઓ અમાનવીય હુમલા માટે જવાબદાર લશ્કર-એ-તૌયબા અને અન્ય આતંકી સંગઠનો પર પ્રતિબંધ લગાવો. - પીડિત પરિવારો માટે આ અત્યંત દુઃખની વાત છે કે, હુમલાના કાવતરાંમાં સામેલ લોકો વિરૂદ્ધ 10 વર્ષ બાદ પણ કોઇ કાર્યવાહી નથી કરવામાં આવી.ભારતે અમેરિકાના નિવેદનનું સ્વાગત કર્યુ- વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે અમેરિકાના આ નિવેદનનું સ્વાગત કર્યુ છે, જેમાં યુએસ અધિકારીઓએ પાકિસ્તાન સાથે આતંકી સંગઠનો પર પ્રતિબંધ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું કહ્યું છે. આ સાથે જ હુમલા સાથે જોડાયેલા લોકો અંગે જાણકારી આપનારાઓને ઇનામ આપવાની જાહેરાત કરી છે.લશ્કરના આતંકીઓ સામે કાર્યવાહી થાય- બીજી તરફ, અમેરિકાના આતંકવાદ વિરોધ સંગઠનના ઓફિસર નાથન સેલ્સે કહ્યું કે, અમે તમામ દેશો ખાસ કરીને પાકિસ્તાનને અપરાધીઓને કાયદાની હદમાં લાવવા માટે કહીએ છીએ. - તમામ દેશોને સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા સ્વીકૃત આતંકી જૂથ લશ્કર-એ-તૌયબા અને તેના નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે આગળ આવવું પડશે. - વિશ્વના સૌથી મોટાં લોકતંત્ર ભારત અને અમેરિકા એકસાથે ઉભા છે. એકબીજાંની સાથે રક્ષા સહયોગથી બંને દેશોના સંબંધ વધુ મજબૂત થશે.મુંબઇ હુમલામાં 6 અમેરિકન સહિત 166 લોકોનાં મોત- 26 નવેમ્બર 2008ના રોજ 10 આતંકી કરાચીથી સમુદ્રના રસ્તે મુંબઇ પહોંચ્યા હતા. તેઓએ છત્રપતિ શિવાજી ટર્મિનસ, તાજ હોટેલ, ટ્રાઇડેન્ટ હોટલ અને યહૂદી કેન્દ્ર પર હુમલો કર્યો હતો. - આ ઘટનામાં 166 લોકોનાં મોત થયા હતા, જેમાં 28 વિદેશી નાગરિકો પણ સામેલ હતા. અંદાજિત 60 કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં એક આતંકી કસાબને જીવતો પકડવામાં આવ્યો હતો.
#

🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર

🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર - ShareChat
704 views
14 days ago
કેનેડાઃ ભારતીય યુવકનો મૃતદેહ ઝાડ પર લટકેલો મળ્યો, પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી              - મૂળ પંજાબના નાભાનો રહેવાસી 21 વર્ષીય વિશાલ, ટોરન્ટોમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતો હતો. - પરિવારે કહ્યું, રવિવારે જ થઇ હતી વાતચીત, તેણે કહ્યું હતું - બધું જ ઠીક છે.ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેનેડાના ટોરન્ટોમાં એક ભારતીય યુવકનું શબ તેના ઘરની બહાર ઝાડ પર લટકેલું જોવા મળ્યું. પરિવારે યુવકની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. આ યુવકનું નામ વિશાલ શર્મા (21) છે અને તે મૂળ પંજાબના નાભાનો રહેવાસી હતો. વિશાલ કેનેડામાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે આવ્યો હતો.અન્ય યુવક સાથે એપાર્ટમેન્ટમાં રહેતો હતો વિશાલ- હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, કેનેડાની પોલીસે વિશાલના પિતા નરેશ શર્માને જણાવ્યું કે, અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ અને ત્રણ દિવસમાં પરિવારને રિપોર્ટ સોંપવામાં આવશે. - પોલીસ હજુ સુધી એ નક્કી નથી કરી શકી કે આ હત્યા છે કે આત્મહત્યા. વિશાલ ટોરન્ટોમાં નાભાથી જ આવેલા એક અન્ય યુવક સાથે એપાર્ટમેન્ટમાં રહેતો હતો.ખુશ હતો વિશાલ, ક્યારેય કોઇ પરેશાની નથી જણાવીઃ પરિવાર- વિશાલના પરિવારનું કહેવું છે કે, તેનો મૃતદેહ ઝાડ પર ઘણી ઉંચાઇએ લટક્યો હતો. તેની આત્મહત્યાનું કોઇ કારણ પણ નહતું. તે ખુશ હતો અને કોઇ પરેશાની વિશે કહ્યું નહતું. - વિશાલ જુલાઇ મહિનામાં એક લગ્નમાં નાભા આવ્યો હતો, ત્યારબાદ સપ્ટેમ્બરમાં કેનેડા ગયો હતો અને તે પોતાના ઘરની બહાર જ આત્મહત્યા શા માટે કરશે? આ હત્યા છે. - વિશાલના પરિવારે કહ્યું કે, વિશાલે શનિવાર અને રવિવારે પણ ફોન પર વાત કરી હતી. તેણે તેના પિતરાઇ ભાઇને કહ્યું કે, બધું જ ઠીક છે. અમને નથી ખબર કે અચાનક શું થઇ ગયું. - પરિવારે સરકારને અપીલ કરી છે કે, અંતિમ સંસ્કાર માટે વિશાલના મૃતદેહને પરત મોકલવામાં આવે.
#

🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર

🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર - ShareChat
496 views
14 days ago
US: આશ્રય પ્રક્રિયા ઝડપી બનાવવા નાના બાળકોને ઢાલ બનાવે છે માઇગ્રન્ટ્સ; ટ્રમ્પની સાઉથ બોર્ડર બંધ કરવાની ધમકી                   - રવિવારે અમેરિકન અધિકારીઓએ તિજુઆના અને સાન ડિયાગો બોર્ડર બંધ કરી દેતા માઇગ્રન્ટ્સ હિંસક બન્યા હતા અને તેઓએ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવાના પ્રયત્નો કર્યા હતા. - હોમલેન્ડ સિક્યોરિટી સેક્રટરી ક્રિશ્ચજેન નિલ્સને કહ્યું હતું, અમેરિકા આ પ્રકારની કોઇ પણ 'અવ્યવસ્થા'ને ચલાવી નહીં લે. - મેક્સિકોએ રવિવારે કહ્યું હતું કે, હિંસક અને ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરવા ઇચ્છતા 500 માઇગ્રન્ટ્સને ડિપોર્ટ કરી દેવામાં આવશે.ઇન્ટરનેશનલ ડેસ્કઃ રવિવારે મેક્સિકો બોર્ડર પાર કરી રહેલા ઇમિગ્રન્ટ્સ પર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ટીયર ગેસ અને રબર બુલેટ્સ છોડી હતી. ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે, બોર્ડર પર ખાસ વ્યવહાર અને પ્રવેશ પ્રક્રિયા ઝડપી બને તે માટે આ માઇગ્રન્ટ્સ નાના બાળકોને પણ નથી છોડતાં. રવિવારે યુએસ-મેક્સિકો બોર્ડર પર માઇગ્રન્ટ્સ અને બોર્ડર સિક્યોરિટી એજન્ટ્સ વચ્ચે થયેલી અથડામણની જે તસવીરો સામે આવી છે તેના કારણે અમેરિકામાં રાજકારણ ગરમાયું છે. ટ્રમ્પે પુછ્યું કે, શા માટે મોટી ઉંમરના માઇગ્રન્ટ્સ ટીયર ગેસ છોડતી વખતે જ તાત્કાલિક નાના બાળકોના પેરેન્ટ્સ તરીકે સામે આવે છે?US: આશ્રય મેળવવા ઇચ્છતા ઇમિગ્રન્ટ્સ હિંસક બન્યા, ટ્રમ્પે ટીયર ગેસ અને રબર બુલેટ્સ છોડવાના આદેશ આપ્યાબાળકોને પકડીને ઢાલ બનાવે છે માઇગ્રન્ટ્સ- ટ્રમ્પે કહ્યું કે, કેટલાંક કિસ્સાઓમાં માઇગ્રન્ટ્સના હાથમાં જે બાળકો હોય છે તેના તેઓ માતાપિતા નથી હોતાં. આ એવા લોકો છે જેઓ નાના બાળકોને ઢાલ બનાવે છે. તેઓ બાળકોને પકડી લે છે કારણ કે, તેઓ વિચારે છે કે, બીજાં દેશમાં અમુક સ્ટેટ્સ અને ઝડપથી આશ્રય મેળવવો હશે તો બાળકોને પકડી લો. - પ્રેસિડન્ટે તસવીરો જોયાં બાદ બાળકો અને મહિલાઓને જે તકલીફ પડી તે અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. - આ અગાઉ ટ્રમ્પે નાના બાળકો તરફ ટીયર ગેસ કેન ફેંક્યા હોવાનો ઇન્કાર કર્યો હતો. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને કહ્યું કે, તેઓએ ટીયર ગેસ અને રબર બુલેટ્સ એવા માઇગ્રન્ટ્સ તરફ ફેંકી હતી જ્યાંથી બોર્ડર એજન્ટ્સ તરફ પથ્થરો અને બોટલો ફેંકવામાં આવતી હતી. - ટ્રમ્પે કહ્યું કે, સૌથી પહેલાં તો ટીયર ગેસમાં ગેસની માત્રા ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે અને તે સુરક્ષિત હોય છે. - ટ્રમ્પે કહ્યું - હવે જવાબ એ વાતનો શોધવાનો છે કે, શા માટે માતાપિતા તેમના બાળકોને લઇને આ વિસ્તારમાં દોડી રહ્યા હતા? શું તેઓ જાણતા હતા કે, અહીં ટીયર ગેસ છોડવામાં આવી રહ્યા છે? જવાબ છે હા, તેઓ જાણતા જ હતા તેથી જ તેઓ આજુબાજુમાંથી બાળકોને પકડીને દોડી રહ્યા હતા.'US પ્રેસિડન્ટે અમને પ્રવેશ આપવો જ પડશે', હોન્ડૂરાસથી 3,000 ઇમિગ્રન્ટ્સ બોર્ડર પહોંચ્યાબાળકો સામે ટીયર ગેસનો ઉપયોગ નથી કર્યોઃ ટ્રમ્પ- રવિવારે સાન યસિડ્રો બોર્ડર પરથી યુએસ-મેક્સિકોમાં પ્રવેશ કરવા ઇચ્છતા માઇગ્રન્ટ્સે યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટ્સ સામે પથ્થરો અને કાચની બોટલો ફેંકી હતી. - જેની જવાબી કાર્યવાહીમાં ઓફિસરોએ બોર્ડર નજીક પહોંચેલા લોકો સામે ટીયર ગેસ અને રબર બુલેટ્સ છોડી હતી. - આ ઘટનાની જે તસવીરો સામે આવી છે તેમાં બાળકો ટીયર ગેસના કેનિસ્ટરથી બચીને ખુલ્લાં પગે અને ડાયપરમાં દોડતાં જોવા મળે છે. - વ્હાઇટ હાઉસથી મિસિસિપી માટે જઇ રહેલા પ્રેસિડન્ટ ટ્રમ્પને જ્યારે આ અંગે પુછવામાં આવ્યું, ત્યારે તેઓએ કહ્યું કે, અમે બાળકો સામે ટીયર ગેસનો ઉપયોગ નથી કર્યો. - ટ્રમ્પે અમેરિકન કોંગ્રેસને બોર્ડર વૉલ માટે ફંડ આપવાની વાત કરી છે. આ ઉપરાંત ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, આ કારવાં અમેરિકામાં નથી આવી રહ્યું. - ચીફ બોર્ડર એજન્ટના જણાવ્યા અનુસાર, સોમવારે બોર્ડર ક્રોસ કરવાના પ્રયત્નો કરી રહેલા 42 માઇગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે. - બોર્ડર એજન્ટના જણાવ્યા અનુસાર, આ માઇગ્રન્ટ્સ આશ્રય ઇચ્છતા માઇગ્રન્ટ્સ નથી તેઓએ આર્થિક સંકડામણના કારણે દેશ છોડ્યો છે અને અમેરિકામાં પ્રવેશ કરવા ઇચ્છે છે. - સોમવારે ટ્રમ્પે ધમકી આપી હતી કે, માઇગ્રન્ટ્સની સંખ્યાને જોતાં તેઓ યુએસ-મેક્સિકો બોર્ડરને કાયમ માટે બંધ કરી દેશે.ટ્રમ્પની યુએસ-મેક્સિકો બોર્ડર કાયમ માટે બંધ કરવાની ધમકી- મિસિસિપીની મુલાકાતે જઇ રહેલા ટ્રમ્પે કહ્યું કે, જરૂર પડ્યે તેઓ મેક્સિકોની સાઉથ બોર્ડરને કાયમ માટે બંધ પણ કરી દેશે. - સોમવારે ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, મેક્સિકોએ માઇગ્રન્ટ્સને આવકાર આપવાનું બંધ કરવું પડશે. આ માઇગ્રન્ટ્સમાંથી કેટલાંક ગુનેગારો પણ હોય છે તેઓને તેમના દેશ પરત મોકલો. - ટ્રમ્પે કહ્યું કે, પ્લેનની મદદ લો કે બસમાં મોકલો, તમારે જે પ્રકારે માઇગ્રન્ટ્સને પરત મોકલવાના હોય તે તમામ રીતો અપનાવો પરંતુ અમેરિકામાં આ કારવાં પ્રવેશ કરવાની કોશિશ કરશે તો ભવિષ્યમાં સાઉથ મેક્સિકો બોર્ડર કાયમ માટે બંધ કરી દેવામાં આવશે. - ટ્રમ્પે મિડ-ટર્મ ઇલેક્શન દરમિયાન ઓક્ટોબર મહિનામાં પણ આ જ પ્રકારની ધમકી આપી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા તરફ આગળ વધી રહેલા માઇગ્રન્ટ્સથી અમેરિકાની સિક્યોરિટીને નુકસાન થઇ રહ્યું છે. કોઇ પણ જાતના પુરાવા વગર ટ્રમ્પે આ ગ્રુપને ક્રિમિનલનું બિરૂદ આપી દીધું હતું.US: બોર્ડર પર ઇમિગ્રન્ટ્સને અટકાવવા 15,000 સૈનિકો મોકલશે ટ્રમ્પ, બર્થરાઇટ કાયદાને રદ કરવા ઓર્ડર તૈયાર14000 લોકો પોતાનો દેશ છોડી અમેરિકાની બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે- અમેરિકાની દક્ષિણે આવેલા હોન્ડુરાસ દેશમાં માફિયાઓનો ત્રાસ વધતા ગત 12 ઓક્ટોબર, 2018ના રોજ 160 જેટલા લોકોએ સાન પેડ્રો સુલા છોડીને મેક્સિકો અથવા અમેરિકામાં આશરો મેળવવાની આશામાં દેશ છોડ્યો હતો. - આ 160 લોકોનું ટોળું જેમ જેમ ગ્વાટેમાલાની બોર્ડરે પહોંચ્યું ત્યારે તેમની સંખ્યા વધીને હજારે પહોંચી હતી. - ગ્વાટેમાલા બોર્ડર પર વધુ 1600 જેટલા લોકો ટોળામાં જોડાયા, જેમાં અડધાની વધુ સંખ્યા મહિલાઓ અને નાના બાળકોની હતી. - આ ટોળામાં ગ્વાટેમાલાના પણ કેટલાંક લોકો જોડાયા અને ધીમે ધીમે બીજા અન્ય લોકો ટોળામાં અમેરિકન બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે. - અહેવાલો અનુસાર, લગભગ 14000 લોકો અમેરિકામાં આશ્રય લેવાના ઇરાદે આગળ વધી રહ્યા છે.
#

🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર

🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર - ShareChat
2.2k views
14 days ago
PAK: હોસ્પિટલમાં સારવાર માટે પહોંચેલી મહિલા પર ચાલુ ઓપરેશન દરમિયાન બળાત્કાર        - પાકિસ્તાનના લાહોરમાં આવેલી સર્વિસ હોસ્પિટલમાં મહિલા પર બળાત્કારની ઘટના - ગત શુક્રવારે આ મહિલા હોસ્પિટલમાં દાખલ થઇ હતી, જ્યાં તેનું આઠ કલાક ઓપરેશન ચાલ્યું હતું - ઓપરેશન બાદ તેણે બેભાન અવસ્થા દરમિયાન બળાત્કાર થયો હોવાની ફરિયાદ દાખલ કરીઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં એક મહિલા પર ચાલુ ઓપરેશન દરમિયાન બળાત્કાર થયો હોવાના સમાચાર છે. પ્રાથમિક માહિતી અનુસાર, પાકિસ્તાનની સૌથી જાણીતી હોસ્પિટલોમાંથી એક હોસ્પિટલમાં મહિલા હીમોરોઇડ્સ (પાઇલ્સ, હરસ)ની સર્જરી કરાવવા પહોંચી હતી. 35 વર્ષીય આ મહિલાનું શુક્રવારે લાહોરની સર્વિસ હોસ્પિટલમાં ઓપરેશન થયું અને એ જ સાંજે તેને રજા આપી દેવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન આ મહિલા બેભાન અવસ્થામાં હતી. મહિલાએ ભાનમાં આવ્યા બાદ ઓપરેશન દરમિયાન તેનું શારિરીક શોષણ થયું હોવાનો કેસ પોલીસમાં નોંધાવ્યો હતો.આઠ કલાક ચાલ્યું ઓપરેશન- લાહોર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે જે અનુસાર, આઠ કલાક ચાલેલા ઓપરેશન દરમિયાન મહિલા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. - ફરિયાદમાં મહિલાએ કહ્યું કે, 'હું હોસ્પિટલમાં 24 નવેમ્બરના રોજ મારાં ઓપરેશન માટે દાખલ થઇ હતી. એનેસ્થેસિયા બાદ હું મોડી રાત્રે ભાનમાં આવી ત્યારે મને ખ્યાલ આવ્યો કે, ઓપરેશન દરમિયાન મારું શારિરીક શોષણ કરવામાં આવ્યું છે.'- મહિલાએ પોલીસને જણાવ્યું કે, 'આ ઓપરેશન આઠ કલાક સુધી ચાલ્યું હતું તેમ છતાં મને એ જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી.'- ભાનમાં આવ્યા બાદ મહિલાએ યુરિનરી પાર્ટમાં દુઃખાવા અને બ્લિડિંગની ફરિયાદ કરી હતી. તેની બહેન તેને શેખ ઝાયેદ હોસ્પિટલ લઇ ગઇ જ્યાં તેના ઉપર બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઇ હતી.ઇન્ક્વાયરી કમિટી દ્વારા થશે તપાસ- પોલીસ રિપોર્ટ અનુસાર, હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મહિલાએ પ્રાઇવેટ પાર્ટમાં દુઃખાવાની ફરિયાદ કરતાં તેને શેખ ઝાયેદ હોસ્ટિપલ ખસેડવામાં આવી હતી.અહીં ફરજ પરના ડોક્ટરોએ તેના ઉપર બળાત્કાર થયો હોવાની પુષ્ટિ કરી હતી. - લાહોરના પંજાબ પ્રાંતના હેલ્થ મિનિસ્ટર ડૉ. યાસ્મીન રાશિદે સોમવારે ત્રણ સભ્યોની ઇન્ક્વાયરી કમિટી બેસાડી છે જે આ કથિત બળાત્કારની ફરિયાદની તપાસ કરશે. - મહિલાના ડીએનએ સેમ્પલ પણ એકઠાં કરી લેવામાં આવ્યા છે અને હાલ આ અંગે તપાસ ચાલી રહી છે.
#

🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર

🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર - ShareChat
1.7k views
14 days ago
US: આશ્રય મેળવવા ઇચ્છતા ઇમિગ્રન્ટ્સ હિંસક બન્યા, ટ્રમ્પે ટીયર ગેસ અને રબર બુલેટ્સ છોડવાના આદેશ આપ્યા         - ઘટના સાન ડિયાગો નજીક મેક્સિકો બોર્ડરની, લોકો શુષ્ક કેનાલના રસ્તે જ અમેરિકામાં ઘૂસવા લાગ્યા હતા - ટ્રમ્પે ગેરકાયદેસર પ્રવાસીઓને અમેરિકામાં આશ્રય આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, કોર્ટે નિર્ણય રદ કર્યો - નિર્ણય રદ થયા બાદ ટ્રમ્પે ચેતવણી આપી હતી - બોર્ડર પર પરિસ્થિતિ બેકાબૂ બની તો ઇમિગ્રન્ટ્સે જ નુકસાન વેઠવું પડશે.ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાન ડિયાગોમાં અમેરિકા-મેક્સિકોના સૌથી મોટાં બોર્ડર ચેક-પોસ્ટ પર ઇમિગ્રન્ટ્સ અને સિક્યોરિટી ફોર્સ વચ્ચે અથડામણ થઇ છે. આ બોર્ડર ખુલ્યા બાદ મેક્સિકોથી મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં ઘૂસવા લાગ્યા હતા. જ્યારે બોર્ડર ચેક-પોસ્ટથી ઇમિગ્રન્ટ્સને રસ્તો ના મળ્યો તો તેઓએ નજીક આવેલી સૂકી નહેરને પાર કરીને આવવા લાગ્યા. પરિસ્થિતિ બેકાબૂ બનતા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને સિક્યોરિટી ફોર્સને ટીયર ગેસ છોડવાના અને રબર બુલેટ્સ મારવાના ઓર્ડર આપ્યા. ઇમિગ્રન્ટ્સમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ હતા. ઘટનાના પાંચ કલાક સુધી બોર્ડરને બંધ રાખવી પડી.કોર્ટે ટ્રમ્પના નિર્ણયને ફગાવ્યો- અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે થોડાં દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે, અમેરિકામાં માત્ર એવા જ ઇમિગ્રન્ટ્સને આશ્રય મળશે, જેઓ કાયદેસર રીતે દેશમાં દાખલ થયા છે. - માનવાધિકાર સંગઠનોએ 9 નવેમ્બરના રોજ ટ્રમ્પના આ નિર્ણય વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. સાન ફ્રાન્સિસ્કો ડિસ્ટ્રિક્ટ કોર્ટે ટ્રમ્પના આ નિર્ણયને ફગાવી દીધો હતો.USમાં પ્રવેશ મેળવવા 7,000 લોકોનો રઝળપાટ; એલિયન્સને અટકાવવા બોર્ડર બંધ કરો-ટ્રમ્પસાન ડિયાગો બોર્ડર બંધ, બાળકો રડતાં રહ્યા- ટ્રમ્પના આદેશ અનુસાર, યુએસ બોર્ડર પર બાળકો અને મહિલાઓ સહિતના માઇગ્રન્ટ્સ ગ્રુપ પર સિક્યોરિટી ફોર્સે ટીયર ગેસ અને રબર બુલેટ્સ છોડ્યા હતા. - રવિવારે બપોરે કેટલાંક માઇગ્રન્ટ્સે મેક્સિકો બોર્ડર પર ફેન્સિંગના કોન્સર્ટિના વાયર ગેપને તોડીને પ્રવેશ કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ પરિસ્થિતિ વણસી હતી. - બુલેટ્સ અને ટીયર ગેસ છોડ્યા બાદ બાળકો ભયથી ચીસો પાડતા રહ્યા અને મહિલાઓ તેઓના બાળકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાના પ્રયત્નો કરતી જોવા મળી હતી. - ફેન્સિંગ બોર્ડર તોડવાના પ્રયત્નોના કારણે યુએસ અધિકારીઓએ તિજુઆના અને સાન ડિયાગો બોર્ડર બંધ કરી દીધી હતી, જેથી હજારો ઇમિગ્રન્ટ્સને યુએસ અને મેક્સિકોમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય. - હોમલેન્ડ સિક્યોરિટી ક્રિસ્ટજેન નિલ્સને જણાવ્યું કે, અમેરિકા આ પ્રકારની અરાજકતા કે અવ્યવસ્થાને સહન નહીં કરે. કોઇ પણ વ્યક્તિ જે ફેડરલ પ્રોપર્ટીને નષ્ટ કરવા અથવા તેને તોડી પાડવાની કોશિશ કરશે તેઓને સજા મળશે.ટ્રમ્પે આપી હતી ચેતવણી- કોર્ટના નિર્ણય બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, જો મેક્સિકોથી આવનારા ઇમિગ્રન્ટ્સની સંખ્યા બેકાબૂ થવાની હદ સુધી પહોંચી જશે તો તેઓ બોર્ડર બંધ કરી દેશે અથવા ઇમિગ્રન્ટ્સે નુકસાન વેઠવું પડશે.ટ્રમ્પના નિવેદનનો વિરોધ શરૂ થયો- ઇમિગ્રન્ટ્સને નુકસાન પહોંચાડવાથી જોડાયેલા ટ્રમ્પના નિવેદનનો મેક્સિકોમાં વિરોધ શરૂ થયો. - એવું માનવામાં આવે છે કે, આમાંથી જ 500 દેખાવકારો સાન ડિયાગો બોર્ડર પર આવી ગયા અને અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરવા લાગ્યા.મેક્સિકોએ સ્વીકાર્યુ - બોર્ડર પર લોકો હિંસક બની ગયા હતા- મેક્સિકોના ગૃહ મંત્રાલયે સ્વીકાર કર્યો હતો કે, કેટલાંક લોકો હિંસક રીતે અમેરિકામાં પ્રવેશ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. - ડિપાર્ટમેન્ટે કહ્યું કે, આવા લોકોની ઓળખ કરીને તેઓને પરત મેક્સિકો ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરાવમાં આવશે. તિજુઆનાની મેયર ઓફિસે પણ સ્વીકાર્યુ છે કે, કેટલાંક લોકોની હિંસક ગતિવિધિઓના કારણે અમે અમેરિકા સાથેના અમારાં સંબંધો ખરાબ નહીં થવા દઇએ. - મેક્સિકો ઇન્ટિરિયર મિનિસ્ટ્રી અનુસાર, 500 ઇમિગ્રન્ટ્સ યુએસ બોર્ડર તરફ ગેરકાયદેસર પ્રવેશ મેળવવા હિંસક બન્યા હતા. ઉપરાંત કેટલાંક માઇગ્રન્ટ્સે તિજુઆના અને સાન ડિયાગો બોર્ડર વચ્ચે વિરોધ પ્રદર્શનો પણ કર્યા હતા. - બોર્ડર પર આટલી હદે તણાવ હોવા છતાં મેક્સિકો ઓથોરિટીએ કહ્યું કે, તેઓ 7,417 માઇગ્રન્ટ્સને અટકાવવા માટે સિક્યોરિટી ફોર્સને બોર્ડર પર નહીં મોકલે.3,140 લાંબી છે બોર્ડર- અમેરિકાની મેક્સિકો નજીક આવેલી બોર્ડર 3,140 કિલોમીટર લાંબી છે. 1,100 કિલોમીટર ભાગ પર હજુ પણ અવરોધકો લાગેલા છે. - ટ્રમ્પ આ બોર્ડર પર 12થી 20 અબજ ડોલરની કિંમતે કોંક્રિટની ઉંચી દિવાલ બનાવવા ઇચ્છે છે, જેથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને આવવાથી અટકાવી શકાય. - અમેરિકામાં હજુ પણ મેક્સિકોથી આવેલા 60 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વસવાટ કરી રહ્યા છે. અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવનાર ઇમિગ્રન્ટ્સમાં 90 ટકા મેક્સિકોના નાગરિકો હોય છે.5,000થી વધુ માઇગ્રન્ટ્સ તિજુઆના નજીક કેમ્પમાં રહે છે- પોલીસે આ માઇગ્રન્ટ્સને મેક્સિકો તરફ પરત ફરવાના આદેશ આપ્યા હતા. અંદાજિત 5,000થી વધુ માઇગ્રન્ટ્સ તિજુઆના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ નજીક કેમ્પ બનાવીને રહે છે. - હોન્ડૂરાસથી ગત મહિને નિકળી ગયેલા આ માઇગ્રન્ટ્સે અમેરિકામાં પ્રવેશ માટે એપ્લિકેશન પણ આપી છે. સાન યસિડ્રો એન્ટ્રી પોઇન્ટ પર દરરોજની માત્ર 100 આશ્રય અરજીઓ પર કામ કરવામાં આવે છે. - તિજુઆનાના મેયર જુઆન મેન્યુઅલે શુક્રવારે 1.6 મિલિયન વસતી ધરાવતી બોર્ડર સિટીમાં માનવતાવાદી કટોકટી સર્જાઇ હોવાની જાહેરાત કરી હતી.ટ્રમ્પે ટ્વીટર પર ઠાલવ્યો રોષ- યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે મેક્સિકો પહોંચેલા માઇગ્રન્ટ્સ પ્રત્યે રોષ ઠાલવ્યો હતો. - ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે - 'જો મેક્સિકોએ આ કારવાંને શરૂઆતથી જ અટકાવી દીધા હોત તો તેઓ આજે સાઉથ બોર્ડર સુધી પહોંચ્યા જ નહોત અથવા દેશમાં હિંસક રીતે પ્રવેશ મેળવવાના પ્રયત્નો ના કર્યા હોત.'- મેક્સિકો આ વર્ષના અંત સુધી અંદાજિત 1,00000 સેન્ટ્રલ અમેરિકન્સને ડિપોર્ટ કરશે.એડમિનિસ્ટ્રેશનની ઇમિગ્રેશન પોલીસીને ટ્રમ્પે વખોડી- રવિવારે ટ્રમ્પ અમેરિકામાં લાંબા સમયથી ચર્ચામાં રહેલા ઇમિગ્રેશન પોલીસીના મુદ્દાને ફરીથી સામે લાવ્યા હતા. પ્રેસિડન્ટે 60 મિનિટ લાંબા સેગમેન્ટમાં પોતાના પ્રતિભાવો આપ્યા હતા. - જે અનુસાર, ફેમિલી સેપરેશન પોલીસી જેમાં માઇગ્રન્ટ બાળકોને તેમના માતા-પિતાથી અલગ રાખવામાં આવે છે તેને ફરીથી અમલમાં મુકવામાં આવી હતી. - ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ફેમિલી સેપરેશન પોલીસીને પહેલેથી જ ઓબામા પ્રશાસનમાં લાવવવામાં આવી હતી. - ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે 60 મિનિટમાં ચાઇલ્ડ સેપરેશન પોલીસી વિશે જણાવવું સામાન્ય બાબત નથી. આ એ જ પોલીસી છે જે ઓબામા કાળમાં લાગુ કરવામાં આવી હતી. - 'બાળકો જેલમાં હોવાની જે તસવીરો હતી તે ફૅક મીડિયા દ્વારા ફેલાવવામાં આવી હતી. પરંતુ આ તસવીરો હાલના સમયની નહીં પણ 2014ની છે. ઓબામાએ બાળકોને તેમના માતાપિતાથી અલગ કર્યા, બુશે પણ આ જ કર્યુ હતું, કારણ કે આ પોલીસી છે અને કાયદો છે.'- 'હું બાળકોને તેમના માતાપિતા સાથે રાખવાના પ્રયત્નો કરી રહ્યો છું, પરંતુ મુસીબત એ છે કે, હજારોની સંખ્યામાં લોકો બોર્ડર ક્રોસ કરીને આવી રહ્યા છે.'- 'જ્યારે ઓબામા કાળમાં સેપરેશન પોલીસી લાગુ થાય તે ઠીક છે, પરંતુ ટ્રમ્પના સમયમાં અયોગ્ય છે. ફૅક 60 મિનિટ્સ!'
#

🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર

🌏 આંતર રાષ્ટ્રિય સમાચાર - ShareChat
861 views
14 days ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post
Share on other apps
Facebook
WhatsApp
Unfollow
Copy Link
Report
Block
I want to report because