એક જ થ્રોમાં નીરજ ચોપરાએ કર્યો કમાલ, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચ્યો
ભારતના સ્ટાર ભાલા ફેંકનાર ખેલાડી નીરજ ચોપરાએ ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ફાઇનલ માટે ૮૪.૮૫ મીટરના થ્રો સાથે ક્વોલિફાય કર્યું છે. નીરજ ચોપરાએ બુધવારે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં પોતાના પહેલા જ થ્રોમાં આ સિદ્ધિ મેળવી હતી. ક્વોલિફાઇંગ માર્ક ૮૪.૫૦ મીટર હતો, પરંતુ નીરજ ચોપરાએ ૮૪.૮૫ મીટર દૂર ભાલો ફેંક્યો હતો. ફાઇનલ ગુરુવારે યોજાશે, જ્યાં નીરજ ચોપરા …