પ્રેમ તો ઠીક, કોઈ મારા જેટલી તારી રાહ જોવે,
તો પણ તું મને, સહેલાઈથી ભૂલી જજે.
યાદોના દરિયામાં ડૂબતો રહીશ હું રોજ,
સ્વપ્નના કિનારે જો પહોંચી જશ તો ભૂલી જજે.
મારા વગર પણ તારી દુનિયા હસતી રહે,
સુખ તને મળે એ શરતે મને ભૂલી જજે.
હું તો તારા માટે તારી જેમ જ જીવું છું,
પણ તું જો જીવવા શીખી ગઈ તો ભૂલી જજે.
મારી વફાઓનો હિસાબ ક્યારેય ના કર,
પ્રેમનો હિસાબ કરવો મુશ્કેલ છે, ભૂલી જજે.
તારી આંખોમાં ચમકે છે મારી જ ઈબાદતનો પ્રકાશ,
જો કોઈ બીજાની આંખોમાં એ જ દેખાય તો ભૂલી જજે.
હું તો તારા નામથી લખું છું દરેક શાયરીનો અહેસાસ,
જો શબ્દોમાં તને મારો પ્રેમ ન દેખાય તો ભૂલી જજે.
તું જ છે મારી દૂઆ, તું જ છે મારી આરાધના,
પણ તને ખુશી મળે કોઈ બીજા સંગ, તો ભૂલી જજે.
#😥દર્દ ભરેલા ગીતો #💔 પ્રેમનું દર્દ