@latest_breaking_news
@latest_breaking_news

Latest Breaking News

દેશ - વિદેશમાં ચાલતા દરેક સમાચાર નું ઝડપી અને સચોટ પ્રસારણ

💉 ગુજરાતમાં કોરોના વાયરસ - CORONAVIRUS KURACY MGN - ShareChat
રાજ્યમાં 16 નવા કેસ સાથે કુલ પોઝિટિવ 144 થયા, તબલીઘથી આવેલા લોકોના અને હોટસ્પોટ વિસ્તારોમાં કેસ વધ્યાઃ જયંતિ રવિ રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. અત્યારસુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. તબલીઘમાંથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. ક્લસ્ટરકિંગ કર્યું હોવાથી કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 144 કેસ થયા છે. અમદાવાદમાં 11 નવા કેસ જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસનોંધાયા છે. રાજ્યમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્ય માટે એ બાબત પણ હવે ચિંતા ઉપજાવે તેવી છે કે રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યું છે. #💉 ગુજરાતમાં કોરોના વાયરસ
💉 ગુજરાતમાં કોરોના વાયરસ - શહેર પોઝિટિવ કેસ અમદાવાદ સુરતા ગાંધીનગર રાજકોટ વડોદરા ભાવનગર પોરબંદર ગીર - સોમનાથ કરછ મહેસાણા પંચમહાલ પાટણ કુલ આંકડો - ShareChat
10 નવા કેસ સાથે રાજ્યમાં પોઝિટિવ કેસ 105 થયા, 80 વર્ષીય મહિલા દર્દી કોરોના સામેની જંગ જીત્યા ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. પ્રથમ 8 દિવસમાં 44 કેસ તો બીજા 8 દિવસમાં 48 પોઝિટિવ કેસ થયાં છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં આજે 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં બે ગાંધીનગર, બે ભાવનગર, એક પાટણ અને પાંચ કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ તમામ કેસો મોટાભાગે લોકલ ટ્રાન્સમિશનના છે. આ સાથે જ રાજ્યમાં કુલ 105 પોઝિટિવ કેસો થયા છે. જ્યારે ચાર પોઝિટિવ દર્દીઓ સાજા થઇ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગરમાં એક 80 વર્ષીય મહિલા પણ છે. જે કોરોના સામેનો જંગ જીતી ગયા છે.  આજે કોરોનાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ સાથે જ કુલ મૃત્યાંક 10એ પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યાં છે. તેમજ હજી અનેક લોકો કાયદાનો ભંગ કરી રહ્યાં છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. #💉 ગુજરાતમાં કોરોના વાયરસ
😥 ગુજરાતમાં કોરોનાથી 8 મોત - ShareChat
ગોધરાના 78 વર્ષના વૃદ્ધનું કોરોના વાઈરસથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં મોત ગોધરાના 78 વર્ષીય વૃદ્ધનું ગુરૂવારે મોડી રાત્રે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોના વાઈરસથી મોત થયું છે. બે દિવસ પહેલાં જ આ વૃદ્ધનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અને તેઓ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. વડોદરા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવતે વૃદ્ધના મોતનું પુષ્ટી કરી છે. #😥 ગુજરાતમાં કોરોનાથી 8 મોત
🙋‍♂️ PM મોદીનો દેશને સંદેશ - ShareChat
વડાપ્રધાન મોદીએ દેશને વીડિયો મેસેજથી સંબોધન કર્યું, કહ્યું- લોકડાઉનમાં દેશવાસીઓનું અનુશાસન દેખાયું પીએમ મોદીએ કહ્યું કે, 5 એપ્રિલે 9 વાગ્યે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની તમામ લાઈટો બંધ કરીને બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી, અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલું કરજો. #🙋‍♂️ PM મોદીનો દેશને સંદેશ
😥 ગુજરાતમાં કોરોનાથી 7 મોત - આઇસોલેશન વોર્ડ એસ . એસ . જી . હોસ્પિટલ , વડોદરા . - ShareChat
કોરોના વાઈરસથી વડોદરામાં પહેલું મોત, મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી પણ કોરોના પોઝિટિવ છે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 52 વર્ષીય પુરૂષનું કોરોના વાઈરસની બીમારીથી મોત નીપજ્યું છે. વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી પ્રથમ મોત થયું છે. મૃતકની પત્ની, પુત્ર #😥 ગુજરાતમાં કોરોનાથી 7 મોત
💉 ગુજરાતમાં કોરોના વાયરસ - ShareChat
કોરોના પોઝિટિવના વધુ 8 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 82 કેસ થયા, તમામ કેસ અમદાવાદના ગુજરાતમાં કોરોનાથી ચપેટમાં અત્યારસુધીમાં 74 લોકો આવ્યા છે. જેમાંથી 6 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે સારા સમાચાર એ પણ છેકે 6 દર્દીઓ સાજા થયા છે અને ઘરે પરત ફર્યા છે. #💉 ગુજરાતમાં કોરોના વાયરસ
😥 ગુજરાતમાં કોરોનાથી 6 મોત - VA ? - ShareChat
ભાવનગરમાં એક જ દિવસમાં 5 પોઝિટિવ કેસ નોંધાયા, જેસરની 45 વર્ષીય મહિલાનું કોરોના વાઇરસથી મોત ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. જેમાં 5 પોઝિટિવ કેસો છે તે દરેક પુરૂષ જ છે જ્યારે જેસરના મોટાખુંટવડાની 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. આથી ગ્રામ્યમાં એકનું મોત અને એક પોઝિટિવ છે.અન્ય ચાર કેસ શહેરના છે. શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ 1થી 2 એરિયાના જ હોવાનું સ્પષ્ટ થયું છે. જેને પગલે હાલમાં ભાવનગરની એ બે એરિયા પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાઈરસથી એક દર્દીનું મોત નિપજ્યું હતું. અને શહેરના આ 4 લોકો મૃતકનાં સંપર્કમાં આવ્યાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એકસાથે 5 પોઝિટિવ કેસ અને એકનું મોત સામે આવતા 100થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે. ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કુલ 63 કેસો નોંધાયા હતા જ્યારે આજના ભાવનગર 5 મળીને આંકડો 68એ પહોંચી ગયો છે. #😥 ગુજરાતમાં કોરોનાથી 6 મોત
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ