દિવાળીની રાતે આ 5 જગ્યા પર ભૂલ્યા વગર દીવડા પ્રગટાવજો, લક્ષ્મીજી ક્યારેય ઘર છોડીને જશે નહીં
આજે રાતે લક્ષ્મી-ગણેશનું પૂજન કરવામાં આવશે અને આખા ઘરમાં મીણબત્તી પ્રગટાવવામાં આવશે, દીપદાન કરવામાં આવશે. દિવાળી ખાલી દીવડા પ્રગટાવવાનો નહીં પણ સંબંધોને રોશન કરવાનો તહેવાર છે. આ દિવસે લક્ષ્મી ગણેશ પૂજન સાથે પરિવારમાં પ્રેમ, એકતા અને કૃતજ્ઞતાની ભાવના જાગૃત થાય છે અને એટલા માટે કહેવાય છે કે જ્યાં દીવડાં પ્રગટે છે, ત્યાં લક્ષ્મીજી વાસ કરે છે. આમ તો દિવાળીની રાતે કેટલીય જગ્યાએ દીવડા પ્રગટાવવામાં આવે છે પણ લાલ કિતાબમાં આ 5 જગ્યા ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. આ 5 જગ્યા પર દીવડા અવશ્ય પ્રગટાવવા જોઈએ. આવું કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો સ્થિર વાસ થાય છે અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. આવો જાણીએ આજે રાતે કઈ 5 જગ્યા પર દીવડા પ્રગટાવવા જોઈએ.