Newschecker ગુજરાતી
ShareChat
click to see wallet page
@newscheckergujarati
newscheckergujarati
Newschecker ગુજરાતી
@newscheckergujarati
As required by the Intermediary Guidelines and Digital Media Ethics Code Rules 2021, all news and current affairs publishers on the platform are required to notify and furnish details of their user accounts on the platform to the Ministry of Information and Broadcasting. All such accounts will be given a distinct and visible mark of verification on their user profiles.
IFCN द्वारा प्रमाणित फैक्ट चेकिंग संस्था।
તારક મહેતા શૉના ‘ચંપકચાચા’ની મરાઠી મુદ્દે માફી, ગુજરાતમાં વિમાનમાં આગની AI તસવીર સહિતની ટોપ ફેક્ટ ચેક #📢27 જુલાઈની મુખ્ય અપડેટ્સ🆕
📢27 જુલાઈની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
Weekly Wrap: તારક મહેતા શૉના 'ચંપકચાચા'ની મરાઠી મુદ્દે માફી, ગુજરાતમાં વિમાનમાં આગની AI તસવીર સહિતની ટોપ ફેક્ટ ચેક
તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા સિરિયલમાં ચંપકચાચાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટ દ્વારા મરાઠીના કથિત અપમાન બદલ તેમણે મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તા સમક્ષ માફી માગી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. તેને તાજેતરમાં મુંબઈમાં મરાઠી વિરુદ્ધ હિંદી ભાષાના વિવાદ વચ્ચે તાજેતરની ઘટના હોવાના દાવા સાથે વાઇરલ કરવામાં આવ્યો હતો. જોકે, અમારી તપાસમાં તે ઘટના ખરેખર ઘણા વર્ષો જૂની નીકળી અને તેથી વીડિયો ખોટા સંદર્ભ સાથે શેર કરાયો હોવાનું બહાર આવ્યું. ઉપરાંત, અમદાવાદ ઍરપૉર્ટ પર અમદાવાદ-દીવની ફ્લાઇટના ઍન્જિનમાં આગ લાગ્યાની ઘટનાની એક તસવીર શેર કરાઈ હતી. જોકે, તપાસમાં તે એઆઈ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટલિજન્સ દ્વારા તૈયાર કરાયેલી તસવીર હોવાનું તારણ નીકળ્યું હતું. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.
ગંભીરા બ્રિજ, ગોપાલ ઇટાલિયા વિશેની 2 કરોડની ચેલેન્જના AI વીડિયો સહિતની ટોપ ફેક્ટ ચેક #📢20 જુલાઈની મુખ્ય અપડેટ્સ🆕
દેશના પહેલા વાઇલ્ડલાઇફ ઓવરપાસ, ટુ વ્હિલર ટોલ ટેક્સ, બિહાર ચૂંટણી સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક #📢13 જુલાઈની મુખ્ય અપડેટ્સ🆕
₹500ની નવી નોટો અને કોવિડ-19 વિશેના ખોટા દાવા સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક #📢8 જૂનની મુખ્ય અપડેટ્સ🆕
📢8 જૂનની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
Weekly Wrap: ₹500ની નવી નોટો અને કોવિડ-19 વિશેના ખોટા દાવા સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક
આ સપ્તાહમાં 500 રૂપિયાની નવી નોટ બંધ થવાના વાઇરલ મૅસેજ અને સિંગાપોરમાં કોવિડ19 વાઇરસના દર્દીના પોસ્ટમોર્ટમ પછી બહાર આવેલી કથિત હકિકતો સહિતની મિસઇન્ફર્મેશન શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં મૅસેજ વાઇરલ થયો કે સપ્ટેમ્બર-25થી એટીએમમાં 500 રૂપિયાની નવી નોટ નહીં નીકળશે અને આરબીઆઈ આવતા વર્ષ માર્ચથી તે નોટો તદ્દન બંધ કરવા જઈ રહી છે. પણ અમારી તપાસમાં તે દાવો ગેરમાર્ગે દોરનારો ખોટો દાવો નીકળ્યો છે. વળી, સિંગાપોરમાં કોવિડ-19ના દર્દીનું પોસ્ટમોર્ટમ કરતા કોવિડ એક વાઇરલ નહીં પણ બેક્ટિરિયાજન્ય હોવાનું બહાર આવતા સારવાર પદ્ધતિ બદલવામાં આવ્યાનો દાવો વાઇરલ કરાયો હતો. આ પણ એક ખોટો દાવો પુરવાર થયો છે. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.
કર્નલ સોફિયા કુરેશીના Deepfake વીડિયો સહિતની સપ્તાહની ટોપ ફેક્ટચેક #📢18 મેની મુખ્ય અપડેટ્સ🆕
📢18 મેની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
Weekly Wrap: કર્નલ સોફિયા કુરેશીના Deepfake વીડિયો સહિતની સપ્તાહની ટોપ ફેક્ટચેક
આ સપ્તાહમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના લશ્કરી સંઘર્ષનો વિષય ડિસઇન્ફર્મેશન અને મિસઇન્ફર્મેશન માટે કેન્દ્રમાં રહ્યો. આ ઘટના વિશે સપ્તાહના ઘણા ખોટા દાવાઓ વાઇરલ થયા. જેમાં એઆઈથી બનેલા ડીપફેક વીડિયો અને એડિટ કરી ખોટા સંદર્ભો સાથે શેર કરાયેલા વીડિયો પણ સામેલ છે. ભારતના ઓપરેશન સિંદુર વિશે પ્રેસ બ્રિફિંગ કરનાર કર્નલ સોફિયા કુરેશીનો ડીપફેક વીડિયો બનાવટી સંવેદનશીલ ધાર્મિક નિવેદન સાથે વાઇરલ કરાયો. ઉપરાંત એર સ્ટ્રાઇક મામલે વીડિયો ગૅમ્સના ફૂટેજ અસલી એર સ્ટ્રાઇકના દૃશ્યો તરીકે પણ વાઇરલ થયા હતા. સોશિયલ મીડિયા જ નહીં પરંતુ પારંપરિક મેઇનસ્ટ્રીમ મીડિયા અને વેરિફાઇડ સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા પણ આ વીડિયો શેર કરાયા હતા. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.
પહલગામ આતંકીની ખોટી તસવીર અને મૃતકોની ફેક યાદી સહિતીની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક #📢4 મેની મુખ્ય અપડેટ્સ🆕
📢4 મેની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
Weekly Wrap: પહલગામ આતંકીની ખોટી તસવીર અને મૃતકોની ફેક યાદી સહિતીની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક
આ સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પહલગામની બૈસરન વેલીમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના વિશે સૌથી વધુ ડિસઇન્ફર્મેશન વાઇરલ થયેલી જોવા મળી. જેમાં પહલગામ આતંકીની પહેલી વાઇરલ તસવીર હોવાનો દાવો કરાયો હતો. સોશિયલ મીડિયા સહિત મેઇન સ્ટ્રિમ મીડિયામાં આ તસવીર સમગ્ર દેશમાં પ્રકાશિત થઈ હતી. મેઇન સ્ટ્રિમ મીડિયા પણ આ તસવીર પ્રકાશિત કરતા ડિસઇન્ફર્મેશનનું શિકાર બન્યું હતું. અમારી તપાસમાં તસવીર ખરેખર કાશ્મીરની 2021માં વાઇરલ થયેલા એક વીડિયોમાંથી લેવાયેલી હોવાનું બહાર આવ્યું. તેને પહલગામ સાથે કોઈ જ લેવાદેવા નથી. આ ઉપરાંત પહલગામ હુમલામાં માર્યા ગયેલા પીડિતો મામલે પણ મિસઇન્ફર્મેશનની ભરમાર રહી. જેમાં ઇન્ડિયન નેવીના લફ્ટ. વિનય નરવાલનો પત્નિ સાથેના ડાન્સનો હુમલા પહેલાનો છેલ્લો વીડિયો હોવાના દાવા સાથે વીડિયો પણ વાઇરલ થયો હતો. તે પણ અમારી તપાસમાં એક અન્ય કપલનો હોવ
પહલગામ હુમલાના નામે વાઇરલ જૂનો વીડિયો, ગુજરાત હેલ્મેટમુક્ત સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક #📢27 એપ્રિલની મુખ્ય અપડેટ્સ🆕
📢27 એપ્રિલની મુખ્ય અપડેટ્સ🆕 - ShareChat
Weekly Wrap : પહલગામ હુમલાના નામે વાઇરલ જૂનો વીડિયો, ગુજરાત હેલ્મેટમુક્ત સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક
કાશ્મીરના પહલગામમાં આંતકી હુમલા વિશે ઘણી ડિસઇન્ફર્મેશન સામે આવી છે. જેમાં એક 5 વર્ષ જૂનો કથિત સીઆરપીએફના જવાનનો બૂલેટપ્રૂફ વાહન ન મળવાની ફરિયાદ વિશેનો વાઇરલ વીડિયો શેર કરવામાં આવ્યો. અમારી તપાસમાં વીડિયો પાંચ વર્ષ પહેલાનો નીકળ્યો જેથી દાવો ખોટો પુરવાર થયો. ઉપરાંત ગુજરાતમાં હેલ્મેટ મરજિયાત થઈ ગયા હોવાનો દાવો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો, જેને પણ તપાસ કરવામાં આવતા તે ખોટો પુરવાર થયો. સાથે સાથે પશ્ચિમ બંગાળમાં વકફ બિલ સામેના વિરોધ પ્રદર્શન બાદ મુર્શિદાબાદમાં ફેલાયેલ હિંસા મામલે બજરંગદળ વિશેનો એક દાવા સાથેનો વીડિયો વાઇરલ થયો. પરંતુ વીડિયો ખરેખર કર્ણાટકા અને મહારાષ્ટ્રની એક અન્ય ઘટનાનો હોવાનું પુરવાર થયું. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.
મુકેશ અંબાણી, નિર્મલા સીતારામણ, અનિરુદ્ધાચાર્યની AI ડીપફેક તસવીરો સહિતની સપ્તાહની ટોપ ફેક્ટચેક #📢31 માર્ચની અપડેટ્સ🆕
📢31 માર્ચની અપડેટ્સ🆕 - ShareChat
Weekly Wrap: મુકેશ અંબાણી, નિર્મલા સીતારામણ, અનિરુદ્ધાચાર્યની AI ડીપફેક તસવીરો સહિતની સપ્તાહની ટોપ ફેક્ટચેક
આ સપ્તાહમાં AI અને deepfake (ડીપફેક) વીડિયો અને તસવીરોની ડિસઇન્ફર્મેશન વધુ જોવા મળી . જેમાં રિલાયન્સના મુકેશ અંબાણી અને નાણાંમંત્રીનો ઇન્વેસ્ટમેન્ટ ટૂલ જે ઓછા સમયમાં ઊંચો નફો આપે છે તેવા દાવા સાથે AIથી બનેલો ડીપફેક વીડિયો વાઇરલ થયો તેની ફેક્ટ ચેક સામેલ છે. વળી, કથાવાચક અનિરુદ્ધાચાર્ય અને તેમના પત્નીની પણ ડીપફેક તસવીર વાઇરલ થઈ હતી. જેની તપાસ કરી ફેક્ટચેક કરવામાં આવી. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી આસારામના પુત્ર હોવાનો દાવો કરતા અમેરિકી ડીએનએ નિષ્ણાતના દાવાના નામે એક ફેક ન્યૂઝકટિંગ વાઇરલ થયું હતું. તેની પણ તપાસ કરી સત્ય ઉજાગર કરવામાં આવ્યું છે. વળી, દેશભરમાં ચર્ચા જગાવનાર મેરઠની મુક્સાન રસ્તોગી જેમણે પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનો કેસ સામે આવ્યો છે. તે ઘટના વિશે પણ ઘણી ડિસઇન્ફર્મેશન વાઇરલ જોવા મળી. તેની પણ ફેક્ટ ચેક કરવામાં આવી અને જા