@pravin1012
@pravin1012

pravin

bazaar news

બજેટ 2019 / ભારત કેટલું ડિજિટલ થશે? નાણામંત્રીએ બજેટ દરમિયાન તેને લઈને કરેલા ઉલ્લેખ      ગેજેટ ડેસ્ક. લોકસભામાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમને મોદી સરકારનું બજેટ રજૂ કર્યું. બજેટ પ્રસ્તુતિ દરમિયાન મંત્રીએ સતત ડિજિટલ ઈન્ડિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ટેક્નોલોજીને કેન્દ્રમાં રાખીને ડિજિટલ ઈન્ડિયામાં હાલ શું પ્રોગ્રેસ છે અને ભવિષ્યનો શું પ્લાન છે તે અંગે પણ મંત્રીએ જણાવ્યું હતું.બજેટ ભાષણના પ્રારંભમાં જ નિર્મલા સીતારમણે ડિજિટલ ઈન્ડિયા પર ભાર આપવાની વાત કરી હતી. સાથે દેશમાં ઈલેક્ટ્રીક વિહીકલને પ્રાધાન્ય આપવાની પણ વાત કરી હતી. જેના માટે બિઝનેશ ઈન્ક્યુબેટરની સ્થાપના કરવાની જોગવાઈ અંગે પણ વાત કરી હતી. દેશમાં ડિજિટલ સાક્ષરતા અભિયાન અંતર્ગત 2 કરોડથી પણ વધુ લોકોને ડિજિટલ સાક્ષર બનાવવાની યોજના અંગે જણાવ્યું હતું.મંત્રીએ પોતાનાં ભાષણમાં આગળ જણાવ્યું કે, ભારતમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટેની સુવિધામાં વધારો કરવામાં આવશે. ટેક્નોલોજીનો ઉપયોગ કરી તમામને સરકારી યોજનાઓ પુરાત પ્રમાણમાં મળી રહે તે માટે સતત કામ કરવામાં આવશે. ગૂગલ મેપમાં જાહેર શૌચાલયની માહિતી પણ અપલોડ કરવામાં આવશે.યુવાનોને કેન્દ્રમાં રાખીને બીજા દેશોમાં સારા પેકેજ સાથે નોકરીની તકો મળે તે માટે યૂઝ આર્ટિફિશિઅલ ઈન્ટેલિજન્સ, બિગ ડેટા, iOT અને રોબોટિક્સ સાથે જોડાયેલી સ્કિલ વધારવા ઉપર ભાર મૂકવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે દૂરદર્શન પર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. જેના થકી સ્ટાર્ટઅપ સાથે જોડાયેલી માહિતી પુરી પાડવામાં આવશે. ડિજિટલ પેમેન્ટ હવે સૌથી વધુ જગ્યાએ ઉપયોગમાં લેવાય રહ્યું છે જેમાં સરકારનો સહયોગ પણ એટલોજ રહેલો છે. ગામડાઓની પંચાયતોને ઈન્ટરનેટથી જોડવાની પણ વાત કરવામાં આવી.ઈસરોની મદદ અને પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડનું ફોર્મેશન હશે. NRI ભારતમાં આવે પછી તરત તેનું આધારકાર્ડ બનાવવામાં આવશે. આધારકાર્ડ માટે તેમણે 180 દિવસની રાહ જોવાની જરૂર નહીં પડે. દેશમાં ડિજિટલ પેમેન્ટને વધુ પ્રબળ બનાવવા માટે બિઝનેસ પેમેન્ટને ડિજિટલ બનાવવામાં આવશે. તેના માટે બેન્ક ખાતામાં એક વર્ષમાં 1 કરોડ કરતાં વધુ કેશ ઉપાડવા પર 2 ટકા TDS લાગશે. કેશને બિઝનેસ પેમેન્ટમાં વધુમાં વધુ કન્વર્ટ કરવાનું રહેશે.
#

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર - Digital Wallet SCREDIT CARD 1234 5678 9000 1234 PAY - ShareChat
3.7k એ જોયું
4 મહિના પહેલા
બુકિંગ / કિઆ સેલ્ટોસનું બુકિંગ શરૂ, 25,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરી બુકિંગ કરાવી શકાશે    ઓટો ડેસ્કઃ કિઆ મોટર્સ એક કોરિયન કાર કંપની છે. કિઆ મોટર્સ દુનિયામાં પોતાની ડિઝાઇન અને પોતાની એન્જીન્યરીંગ માટે લોકપ્રિય છે. કિઆ મોટર્સ પોતાની પહેલી એક્સયુવી કાર સેલ્ટોસ ઈન્ડિયન માર્કેટમાં લઇને આવી રહી છે.કિયા મોટર્સે પોતાની એસયુવી સેલ્ટોસનું બુકિંગ કરવાનું શરૂ કરી દીધું છે. આ માટે ગ્રાહકે 25 હજાર રૂપિયા જમા કરાવવાના રહેશે. જો કે, અત્યારે તે માત્ર દિલ્હીના કેટલાક ડીલર્સ દ્વારા જ બુક કરી શકાય છે. જુલાઈ પછી ઘણા ડીલર્સ આ કારનું બુકિંગ કરશે.સેલ્ટોસમાં BS-6 પેટ્રોલ અને ડીઝલ એન્જિન મળશે. પેટ્રોલ વેરિયન્ટમાં 1.4 લિટર ટર્બોચાર્જ્ડ અને 1.5 લિટર નેચરલી એસ્પેરેટેડ એન્જિન મળશે. ડીઝલ વેરિયન્ટમાં 1.5 લિટર એન્જિન આવશે. 1.5 પેટ્રોલ એન્જિન સાથે ગિયરબોક્સ, 1.5 લિટર ડીઝલ એન્જિન સાથે 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક અને 1.4 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ગિયરબોક્સ મળશે.
#

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર - RU SELTOS - ShareChat
14.1k એ જોયું
4 મહિના પહેલા
તિસાદ / હ્યુન્ડાઈ વેન્યુ Venueને 1 મહિનામાં જ 33 હજાર બુકિંગ મળ્યું, એક દિવસમાં 1 હજાર યુનિટની ડિલીવરી     ઓટો ડેસ્ક. હ્યુન્ડાઈ Venueના લોન્ચ થયાને એક મહિનો વીતિ ચૂક્યો છે. ગત 21 મેનાં રોચ આ કાર લોન્ચ થઈ હતી. તેના પહેલાંથી જ કંપનીએ બુકિંગ શરૂ કરી દીધું હતું. હવે કસ્ટમર્સને બુકિંગ મુજબ ડિલિવરી પણ મળી રહી છે. લોન્ચ થયાના એક મહિનામાં જ આ કનેક્ટેડ કાર માટે કંપનીને 33,000 યુનિટનું બુકિંગ મળી ગયું છે. બીજી તરફ કંપનીએ એવી જાણકારી આપી છે કે, કાર લોન્ચ થયાના ઠીક એક મહિના બાદ એટલે કે 21 જૂને આ કારનાં એક હજાર યૂનિટની ડિલીવરી કરવામાં આવી છે.Venue હ્યુન્ડાઈની પ્રથમ સબકોમ્પેક્ટ સેગમેન્ટની પહેલી SUV છે. આ સેગમેન્ટમાં હાલ મારુતિ સુઝુકી Vitara Brezzaનો દબદબો ચાલી રહ્યો છે. Hyundai Venue બે પેટ્રોલ એન્જિન અને એક ડીઝલ એ્જિન ઓપ્શન સાથે આવે છે. તેના મોર્ડન ટર્બો ચાર્જડ 1.0 GDI એન્જિનની સૌથી વધુ માગ વર્તાય રહી છે. તેમાં પણ ગ્રાહકો સૌથી વધુ નવી DCT અથવા ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન વેરિઅન્ટને પસંગ કરી રહ્યા છે.Hyundai Venue કોમ્પેક્ટ SUV એવી કાર છે જે આ સેગમેન્ટમાં ખૂબ લોકપ્રિય બની રહી છે. આ કારની માર્કેટમાં સ્પર્ધા મારુતિ સુઝુકીVitara Brezza, ટાટા Nexon, મહિન્દ્રા XUV300 અને ફોર્ડ EcoSport સાથે થઈ રહી છે. હ્યુન્ડાઈએ આ સેગમેન્ટમાં ભલે મોડેથી એન્ટ્રી કરી પરંતુ તે એક કનેક્ટેડ એસયુવી છે જે ભારતમાં લોન્ચ થનારી પહેલી કાર છે.
#

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર - VENUE - ShareChat
17.6k એ જોયું
5 મહિના પહેલા
અપકમિંગ / કિયા મોટર્સની પ્રથમ SUV Seltosનું આજે ગુરૂગ્રામ ખાતે વર્લ્ડ પ્રીમિયર યોજાશે      ઓટો ડેસ્ક. Kia મોટર્સ તેની પહેલી કાર Seltos આજે વૈશ્વિક માર્કેટ માટે ભારતમાંથી પ્રસ્તુત કરવાની છે. લોન્ચ સમયે આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. પહેલાં તેને SP2i કોન્સેપ્ટ નામ સાથે ઓળખવામાં આવતી હતી, પછીથી કંપનીએ તેને પોતાની અપકમિંગ ફીચર લોડેડ SUVનું નામે Seltos રાખ્યું છે.સાઉથ કોરિયન ઓટો ઉત્પાદક કંપની કિયા મોટર્સની ભારતમાં આ પહેલી કાર હશે જેને ગુરૂગ્રામ સ્થિત પ્લાન્ટ ખાતેથી પ્રસ્તુત કરવામાં આવશે. તેની પ્રસ્તુતી પહેલાં કંપનીએ પોતાની અપકમિંગ એશયુવીનો ટીઝર વીડિયો જાહેર કર્યો હતો. થોડા સમય પહેલાં તેનો સ્ક્રેચ પણ જાહેર કર્યો હતો. ઘણી વખત તેની તસવીરો પણ લીક થઈ ચૂકી છે. Kia Seltos SUV ભારતમાં આ વર્ષનાં અંત સુધીમાં લોન્ચ થઈ જશે. કંપનીએ કહ્યું છે કે, આ કાર ન્યૂ એજ અને ટેક-સેવી બાયર્સ માટે છે.નવી Kia Seltos થોડા સમય પહેલાં એડ શુટિંગ દરમિયાન પણ માર્ગો ઉપર જોવા મળી હતી. થોડા દિવસ પહેલાં સામે આવેલા ઓફિસિયલ ટીઝરમાં આ કારનાં કેચલાંગ ભાગો નજરે પડ્યા હતા. કારમાં આગળનાં ભાગે હેડલેમ્પ, ગ્રિલ, રિયર ડોર હેન્ડલ અને ટેલ લેમ્પનો સમાવેશ થાય છે. કંપનીએ DRLs ને હેડલેમ્પ એસેમ્બલીમાં ઈન્ટિગ્રેટ કરી છે.થોડા સમય પહેલાં આ એસયુવીની લીક થયેલી તસવીરો તરફ નજર કરીએ તો તેમાં મ્યુઝિક માટે હાઈ એન્ડ Bose સ્પીકર્સ મશે. કેબિનમાં ઓલ બ્લેક થીમ જોવા મળશે. કારનાં રિઅરમાં પણ એસી વેન્ટ્સ મળશે. આ કાર 1.5 લીટર ડીઝલ એન્જિન ઓપ્શન સાથે લોન્ચ થશે જે BS-VI એન્જિન કોપ્લિએન્ટ સાથે આવશે. આ કારમાં 1.0- લીટર ટર્બોચાર્જડ એન્જિન ઓપ્શન પણ આપવામાં આવશે. ભારતમાં આ કારની સ્પર્ધા Hyundai Creta, Nissan Kicks, Renault Captur અને Tata Harrier સાથે થવાની છે.
#

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર - ShareChat
2.8k એ જોયું
5 મહિના પહેલા
અપડેટ / માઈક્રોસોફ્ટે વિન્ડોઝ 10 માટે 10 ભારતીય ભાષાઓમાં ફોનેટિક ઈન્ડિક કી બોર્ડ્સનો ઉમેરો કર્યો       ગેજેટ ડેસ્ક. માઈક્રોસોફ્ટે હવે વિન્ડોઝ 10 માટે અપડેટ (19H1)માં 10 ભારતીય ભાષાઓ માટે સ્માર્ટ ફોનેટિક કિબોર્ડ્સનો ઉમેરો કરવાની જાહેરાત કરી છે. અપડેટેડ વર્ચ્યુઅલ કિબોર્ડ વપરાશકર્તાની પ્રાથમિક્તા મુજબ ભારતીય ભાષામાં વ્યક્તિગત સ્વરૂપે શબ્દોનું સૂચન કરશે, તેમજ ટેક્સ્ટ ઈનપુટની ચોક્સાઈમાં સુધારો-વધારો કરશે. આ કિબોર્ડ્સ સ્વાભાવિક ઉચ્ચારણો પર આધારિત હોવાથી વપરાશકારે તેને અલગથી શીખવાની જરૂર નથી. તાત્કાલિક તેનો ઉપયોગ સરળતાથી શરૂ કરી શકાશે.અપડેટેડ ફોનેટિક કિબોર્ડ્સ હિન્દી, બંગાળી, તમિલ, મરાઠી, પંજાબી, ગુજરાતી, ઓડિયા, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં ઉપલબ્ધ છે, જે કમ્પ્યુટિંગની ભાષાને ભારતમાં વધુ સમાવેશક અને પ્રાદેશિક સ્તરની બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે. આ કિબોર્ડ્સ હવે ભારતીય વપરાશકારોને તેમની પ્રાદેશિક અથવા પસંદગીની ભાષામાં કામ કરવા સક્ષમ બનાવશે. હવે તેમણે અગાઉની જેમ કસ્ટમાઈઝ્ડ ઈન્ડિક હાર્ડવેર કિબોર્ડ્સ અથવા સ્ટીકર્સ ખરીદવાની જરૂર નહીં પડે.
#

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર - to use and intuitive ! your languages Google Indic Keyboard For Windows Arabic O Persian O Gujarati Hindi O Malayalam O Nepali O Punjabi Sanskrit O Sinhala Telugu Urdu Microsoft oogle Terms of Service and Windows Download - ShareChat
2.4k એ જોયું
5 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ