@priya_queen
@priya_queen

Priya 🤳

I love ShareChat

સ્પેશિયલ પ્લાન / જિઓએ અમરનાથ યાત્રીઓ માટે 102 રૂપિયાનો પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યો    ગેજેટ ડેસ્ક: રિલાયન્સ જિઓએ અમરનાથ યાત્રીઓ માટે જમ્મુ અને કાશ્મીરમાં 102 રૂપિયાનો સ્પેશિયલ પ્રિપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આપણા દેશમાં અમરનાથની યાત્રા અતિ પવિત્ર ગણાય છે.દેશનાં અન્ય વિસ્તારોમાંથી પ્રિપેડ યુઝર્સ સરકારી નિયંત્રણોને કારણે જમ્મુ અને કાશ્મીરમાં રોમિંગ પર તેમનાં પ્રિપેડ કનેક્શનનો ઉપયોગ કરી શકતાં નથી. સામાન્ય રીતે રાજ્યમાં મુલાકાતીઓને તેમની ટૂંકી મુલાકાતો માટે નવું પ્રિપેડ સિમ લેવું પડે છે – સામાન્ય રીતે આ નંબરો તેમની મુલાકાત દરમિયાન કામચલાઉ હોય છે.ગુજરાતમાં આશરે 6.86 કરોડ મોબાઇલ યુઝર્સ છે અને એમાંથી આશરે 95 ટકા પ્રિપેડ યુઝર છે. ખાસ કરીને તેમનાં માટે જિઓએ જમ્મુ અને કાશ્મીરમાં જ વેલિડ નવો પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનનો લાભ જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ જિઓ રિટેલર્સ પાસેથી લઈ શકાશે, જે અમરનાથ યાત્રા દરમિયાન ઉપલબ્ધ છે.આ માટે યુઝરને નવું કનેક્શન મેળવવું પડશે આ પ્લાન અનલિમિટેડ લોકલ અને નેશનલ વોઇસ કોલ, દરરોજ 100 એસએમએસ, અનલિમિટેડ ડેટા (દરરોજ 0.5 જીબી હાઈ સ્પીડ ડેટા, પછી અનલિમિટેડ 64કેબીપીએસ ડેટા) અને 7દિવસની વેલેડિટી ધરાવે છે.આ પ્લાન જિઓ એપ સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ નહીં થાય, કારણ કે જિઓ પ્રાઇમ મેમ્બરશિપ આ પ્લાનને લાગુ પડતી નથી. આ પ્લાન દેશનાં અન્ય વિસ્તારોમાંથી યાત્રાળુઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરેલો છે, જેઓ પ્રિપેડ પ્લાન ધરાવે છે. જમ્મુ અને કાશ્મીરમાં દેશનાં અન્ય વિસ્તારોનાં પ્રિપેડ સબસ્ક્રાઇબર્સને રોમિંગની સુવિધા મળતી નથી એટલે યાત્રાળુઓને તેમની યાત્રા દરમિયાન કનેક્ટિવિટીના પડકારનો સામનો કરવો પડે છે.હવે યાત્રાળુઓ જિઓમાંથી જમ્મુ કાશ્મીરમાં નવું લોકલ પ્રિપેડ કનેક્શન મેળવી શકે છે અને તેમનાં નવા લોકલ જમ્મુ અને કાશ્મીર નંબર સાથે 7-દિવસ અનલિમિટેડ પ્રિપેડ પ્લાન પર નાણાંની સામે શ્રેષ્ઠ સુવિધા મેળવી શકે છે તેમજ તેમની યાત્રા દરમિયાન તેમનાં સગાસંબંધીઓ સાથે સતત જોડાણમાં રહી શકે છે.
#

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર - ShareChat
26.4k એ જોયું
1 મહિના પહેલા
અમેરિકા / સેમસંગ કંપનીએ સ્માર્ટ કેમેરા, બલ્બ અને પ્લગ લોન્ચ કર્યા, એપની મદદથી દુનિયાના દરેક ખૂણાનું ડિવાઇસ કંટ્રોલ થશે .    ગેજેટ ડેસ્ક: સાઉથ કોરિયાની સેમસંગ કંપનીએ અમેરિકામાં સ્માર્ટ કેમેરા, વાઇ-ફાઇ પ્લગ અને સ્માર્ટ બલ્બને લોન્ચ કર્યા છે. અમેરિકામાં હાલ આ બધા પ્રોડક્ટને ગ્રાહક ખરીદી શકે છે. સેમસંગના સ્માર્ટ પ્રોડક્ટની કિંમત 700 રૂપિયાથી શરુ થાય છે. માર્કેટમાં આ સ્માર્ટ ગેજેટ આવી ગયા બાદ ગૂગલ અને એમેઝોનનો પ્રોડક્ટ સાથે પણ બરાબરની ટક્કર થવાની સંભાવના છે. દુનિયાના કોઈ પણ ખૂણે રહેલા સ્માર્ટ ડિવાઇસને સ્માર્ટથિંગ્સ મોબાઈલ એપની મદદથી યુઝર્સ કંટ્રોલ કરી શકશે.સ્માર્ટથિંગ્સ પ્રોજેક્ટસ્માર્ટથિંગ્સ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ બલ્બ, વાઇ-ફાઇ સ્માર્ટ પ્લગ અને સ્માર્ટ કેમેરા લોન્ચ કર્યા છે. સ્માર્ટ બલ્બની કિંમત 700 રૂપિયા, વાઇ-ફાઇ પ્લગની કિંમત 1200 રૂપિયા અને સ્માર્ટ કેમેરાની કિંમત 6200 રૂપિયા છે. કસ્ટમર આ ડિવાઇસને સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ, બેસ્ટ બાય આઉટલેટ વેબસાઈટ અને અમેરિકાના અમુક રિટેલ સ્ટોર પરથી ખરીદી શકશે.સ્માર્ટ કેમેરાસ્માર્ટથિંગ્સ પ્લેટફોર્મમાં સૌથી મોંઘી આઈટમ 6200 કિંમતનો સ્માર્ટ કેમેરા છે. આ કેમેરા ફુલ HD રેકોર્ડિંગ અને HDRને સપોર્ટ કરે છે. તે 145 ડિગ્રી વ્યૂ સુધી રેકોર્ડ કરવામાં સક્ષમ છે. કેમેરાની ઇન્ટરેસ્ટિંગ વાત તેમાં ટુ-વે ઓડિયોની સુવિધા છે. આ કેમેરાની મદદથી તમે ઓફિસમાં બેઠાં-બેઠાં પણ તમારા ઘરે બાળકો કે પાલતુ પ્રાણીઓ સાથે વાત કરી શકો છો. સ્માર્ટ કેમેરા રાત્રે જોરદાર વીડિયોગ્રાફી કરે છે. કેમેરા માણસો, પ્રાણીઓ અને ગાડીઓને ઓળખી લે છે. સેમસંગની દરેક આઇટમ યુઝરના ફોનમાં ઇન્સ્ટોલ સ્માર્ટથિંગ્સ એપની મદદથી કંટ્રોલ થઇ શકેછે.સ્માર્ટ કેમેરામાં 24 કલાકનું ફ્રી ક્લાઉડ સ્ટોરેજ બેકઅપ મળે છે. આ ફીચર ચાર કેમેરામાં જ છે. આ સિવાય આઠ કેમેરા માટે સેમસંગ એક મહિનાનો 500 રૂપિયા ચાર્જ વસૂલશે. ગ્રાહક કેમેરાનું રેકોર્ડિંગ સ્માર્ટથિંગ્સ મોબાઈલ એપ કે સેમસંગ ટીવી જેવી એપમાં પણ જોઈ શકે છે.સ્માર્ટ બલ્બ સેમસંગ સ્માર્ટ બલ્બ 9 વોટનો LED બલ્બ છે. આ બલ્બ વોઇસ કમાન્ડને સપોર્ટ કરે છે. તે સિવાય એપની મદદથી પણ તેને કમાન્ડ આપી શકાય છે. દરવાજો ખુલતાંની સાથે જ ઓટોમેટિક લાઈટ શરુ થઇ જાય છે. જો કે, કંપનીએ ભારતમાં આ પ્રોડક્ટ્સ લોન્ચિંગ વિશે કોઈ ખુલાસો કર્યો નથી.
#

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર - ShareChat
12.9k એ જોયું
2 મહિના પહેલા
તકેદારી / વોટ્સએપમાં ફરતા મેસેજ ક્યાંથી આવ્યા તેની માહિતી કંપનીએ ટ્રેસ કરવી પડશે     ગેજેટ ડેસ્ક. દુનિયાભરમાં WhatsApp યુઝર્સની સંખ્યા 1.5 અબજ કરતાં વધુ છે. તેમાં સૌથી વધુ યુઝર્સ ભારતનાં છે. છેલ્લા કેટલાંક સમયથી ભારત સરકાર WhatsAppને સતત કરી રહી છે કે, તેમાં યુઝર્સ દ્વારા ફોરવર્ડ કરવામાં આવતા મેસેજ ઉપર નજર રાખવામાં આવે. મેસેજને ટ્રેસ કરવામાં આવે. વોટ્સએપ તેના ઉપર ઘણું કામ કરી ચૂક્યું છે છતાં જોઈએ તેવા પરિણામ નથી મળ્યા. હવે સરકારે ફરીથી તેને સૂચના આપી છે અને તટસ્થ રીતે કામ કરવા વોટ્સએપને સૂચના આપી છે.મીડિયા રિપોર્ટસ મુજબ સરકારે વોટ્સએપને જણાવ્યું છે કે, આ પ્લેટફોર્મ પર ફરતા મેસેજનાં ઓરિજિનને ટ્રેસ કરવામાં આવે. તેના માટે ડિજિટલ ફિંગરપ્રિન્ટ લાવવાની સૂચના પણ આપી છે. જેનાથી એ જાણી શકાય કે વોટ્સએપમાં આવેલા મેસેજના ઓરિજિન શું છે, અને તે મેસેજ કેટલા લોકોએ વાંચ્યો છે.ડિજિટલ ફિંગપ્રિન્ટનો મતલબ એવો નથી કે યુઝર્સનાં મેસેજ વાંચવામાં આવી રહ્યા છે, તેનાથી મેજેસમાં કોઈ દખલ કરવામાં નહીં આવે. પરંતુ સરકારે આપેલી સૂચના મુજબ વોટ્સએપમાં ફરતા મેસેજ ટ્રેસ કરવામાં આવે અને તેના માટેની રીત વોટસએપે વિકસાવવી આવશ્યક રહેશે.સરકાર તરફથી કહેવું છે કે, કોઈપણ મેસેજને ટ્રેસ કરવો કંપની માટે અશક્ય નથી. કારણકે હાલ આપણે ઈન્ટરનેટ પર એવી સ્થિતિ સુધી પહોંચી ગયા છે કે હવે સિક્યોરિટીને લઈને આવી કામગીરી કરવી આવશ્યક બની ગઈ છે.WhatsApp તરફથી આ બાબતને લઈને હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ પહેલાં ઘણી વખત વોટ્સએપ આ બાબતે સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે, કંપની દ્વારા કોઈપણ યુઝર્સનાં મેસેજનાં ઓરિજિન સુધી પહોંચવું કે ટ્રેસ કરવું મુશ્કેલ છે. કારણ કે વોટ્સએપ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન વાળું પ્લેટફોર્મ છે. તેથી મેસેજ ટ્રેસ કરવાનો અખતરો કરવો કંપની માટે મુશ્કેલ છે.
#

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર

🏎 ઓટો અને ગેજેટ્સ સમાચાર - WhatsApp - ShareChat
1.7k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
અનફોલો
લિંક કોપી કરો
ફરિયાદ કરો
બ્લોક કરો
ફરિયાદ કરવાનું કારણ