
Rahulsinh Chavda
@rahulsinh_chavda
https://whatsapp.com/channel/0029VbC85pEFcow4csrOG
#💐 રવિવાર સ્પેશિયલ 🎉 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #🙏ભક્તિ સ્ટેટ્સ #🙏 મારી કુળદેવી માં
#💐 રવિવાર સ્પેશિયલ 🎉 #🙏ભક્તિ સ્ટેટ્સ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #🙏 મારી કુળદેવી માં
#💐 શનિવાર સ્પેશિયલ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #🙏ભક્તિ સ્ટેટ્સ #🙏શનિવાર ભક્તિ સ્પેશિયલ
#🙏શનિવાર ભક્તિ સ્પેશિયલ #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #🙏ભક્તિ સ્ટેટ્સ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ
#🙏શનિવાર ભક્તિ સ્પેશિયલ #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #🙏ભક્તિ સ્ટેટ્સ #👌બેસ્ટ સ્ટેટ્સ📱
#🙏શનિવાર ભક્તિ સ્પેશિયલ #🙏ભક્તિ સ્ટેટ્સ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ
#🌷વસંત પાંચમીની શુભેચ્છા🦚 *ધાર્મિક કથા : વસંતપંચમી*🙏🏻
વસંતપંચમીનો તહેવાર સરસ્વતી પૂજા અને શ્રી પંચમી તરીકે પણ જાણીતો છે. શીખ સમાજના લોકો આ દિવસે પતંગોત્સવ ઊજવે છે. હિંદુ સંસ્કૃતિમાં વસંતપંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે, એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, વસંત પંચમીનો દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ થયો હતો. સરસ્વતી માને જ્ઞાન, સંગીત અને કળાની દેવી પણ કહેવામાં આવે છે, એટલા માટે ભક્તો સાચા હૃદયથી માતા સરસ્વતીની પૂજા અને પ્રાર્થના કરે છે. એવું કહેવાય છે કે વસંત પંચમીના દિવસે સૃષ્ટિની રચના થઈ હતી. સૃષ્ટિકાળમાં ઈશ્વરની ઈચ્છાથી આદ્યશક્તિએ પોતાના પાંચ ભાગોને વિભક્ત કરી લીધા હતા. તેઓ રાધા, લક્ષ્મી, સાવિત્રી, દુર્ગા અને સરસ્વતીના રૂપમાં પ્રગટ થયા હતા. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતી કમળ પર બિરાજમાન થઈને હાથમાં વીણા પુસ્તક ધારણ કરીને પ્રગટ થયા હતા ત્યારથી દર વર્ષે વસંત પંચમીએ સરસ્વતીની પૂજા થવા લાગી. શ્રીમદ દેવીભાગવત અને શ્રી દુર્ગાસપ્તમીમાં પણ આદ્યશક્તિ દ્વારા ત્રણ ભાગમાં વિભક્ત થવાની કથા પ્રાપ્ત થાય છે. આદ્યશક્તિના આ ત્રણ સ્વરૂપ મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી તરીકે ઓળખવામાં આવે છે. ભગવતી સરસ્વતી સત્વગુણ સંપન્ન છે. તેમના નામ છે, વાક્, વાણી, ગી, ગિરા, ભાષા, શારદા, વાચા, શ્રીશ્વરી, વાગીશ્વરી, બ્રાહ્મી, ગૌ, સોમલતા, વાગ્દેવી અને વાગ્દેવતા. આ રીતે અમિત તેજસ્વિની અને અનંત ગુણશાલિની દેવી સરસ્વતીની પૂજા અને આરાધના માટે મહા મહિનાની શુક્લ પક્ષની પાંચમની તિથિ નિર્ધારિત કરવામાં આવી છે. ભગવતી સરસ્વતી વિદ્યાના અધિષ્ઠાત્રી દેવી છે અને વિદ્યાને તમામ ધનમાં પ્રધાન ધન કહેવામાં આવે છે. વિદ્યાથી જ અમૃતપાન કરી શકાય છે. ભગવતી સરસ્વતીના વ્રત ઉપાસકો માટે કેટલાક વિશેષ નિયમ પણ છે, જેનું પાલન જરૂરી છે. કેટલાક નિયમ આ પ્રકારે છે. વેદ, પુરાણ, રામાયણ, ગીતા વગેરેનો આદર કરવો જોઈએ અને તેને દેવીની મૂર્તિના પવિત્ર સ્થાન પર રાખવું જોઈએ. અપવિત્ર અવસ્થામાં સ્પર્શ કરવો જોઈએ નહીં અને અનાદરથી ફેંકવું જોઈએ નહીં. નિયમપૂર્વક વહેલા સવારે ઉઠી સરસ્વતી દેવીનું ધ્યાન ધરવું જોઈએ. વિદ્યાર્થીઓને તો ખાસ કરીને સારસ્વત વ્રતનું જરૂરથી પાલન કરવું જોઈએ. આ દિવસથી વસંત ઋતુની શરૂઆત પણ થાય છે. વસંત પંચમીના દિવસે કોઇપણ નવા કાર્ય કરવાની શરૂઆત ખૂબ શુભ માનવામાં આવે છે. ઋતુરાજ વસંતનુ ખૂબ મહત્વ છે. તેની છટા નિહાળીને જડ ચેતન બધામાં નવજીવનનો સંચાર થાય છે. બધામાં અપૂર્વ ઉત્સાહ અને આનંદની તરંગો દોડવા માંડે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી આ ઋતુ યોગ્ય છે. આ ઋતુમાં સવારે ભ્રમણ કરવાથી મનમાં પ્રસન્નતા અને શરીરમાં સ્ફ્રૂતિ આવે છે. સ્વસ્થ અને સ્ફૂર્તિદાયક મનમાં સારા વિચાર આવે છે. આ જ કારણ છે કે આ ઋતુ પર બધા કવિઓએ પોતાની કલમ ચલાવી છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાન અને સંપત્તિના આશીર્વાદ મળે છે. વસંત પંચમી પર શિક્ષણ અને સંગીત સાથે જોડાયેલા લોકો દેવી સરસ્વતીની પૂજા કરે છે. તેઓ જ્ઞાનની દેવી પાસેથી બુદ્ધિ અને વિદ્યાની કામના કરે છે. સાથે જ શાળા અને કોલેજોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને આ દિવસે સરસ્વતી પૂજામાં ભાગ લે છે. આ ઉપરાંત આ ખાસ દિવસે નાના બાળકોને અક્ષર જ્ઞાન પણ આપવામાં આવે છે, જેને ‘વિદ્યારંભ’ કહેવામાં આવે છે.
પંચાંગ અનુસાર, આ વર્ષે મહા શુક્લ પંચમી તિથિ 23 જાન્યુઆરી 2026 નાં રોજ 02:28 AMથી 24 જાન્યુઆરીના રોજ 01:46 AM સુધી છે. આ વર્ષે વસંત પંચમી પર ઘણા શુભ યોગ બની રહ્યા છે. મકર રાશિમાં સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે તેમજ મકર રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિ પણ છે, જેનાથી શુક્રાદિત્ય યોગ બની રહ્યો છે. મકરમાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ છે. મકરમાં જ 4 મોટા ગ્રહો સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર હોવાથી ચતુર્ગ્રહી યોગ પણ બનશે. વસંત પંચમી પર બનનાર ફળદાયી છે, જે લોકોના ધન, સુખ, સમૃદ્ધિમાં વધારો થશે તેમજ માં સરસ્વતીની કૃપા પણ પ્રાપ્ત થશે.
✍️ મનોજ ઇન્દ્રવદન આચાર્ય
(શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ) #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #🙏ભક્તિ સ્ટેટ્સ
#🌷વસંત પાંચમીની શુભેચ્છા🦚 #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱 #🙏ભક્તિ સ્ટેટ્સ #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ
#🌷વસંત પાંચમીની શુભેચ્છા🦚 #👌પ્રેરણાદાયક સ્ટેટ્સ #👌બેસ્ટ સ્ટેટ્સ📱 #🙏ભક્તિ સ્ટેટ્સ #📱વ્હોટ્સએપ સ્ટેટ્સ📱





