મકરપુરા ડેપોથી જીઆઇડીસી તરફ અંદર જવાના રસ્તે ક્રેન ચાલકે રાહદારી ને અડફેટે લેતા મોત
વડોદરા માં અકસ્માતો ની જાણે વણઝાર લાગી હોય તેમ આયેદિન અકસ્માત ની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક નિર્દોષ નું મોત નીપજ્યું છે. આજરોજ મકરપુરા ડેપોથી જીઆઇડીસી ની અંદર જવાના રસ્તા ઉપર એક ક્રેન ચાલક દ્વારા રાહદારી ને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે ઘટના ના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે ક્રેન ચાલકે ક્રેન ફાસ્ટ ચલાવી રાહદારી પર ચઢાવી દેતા કમનસીબ નું મોત નીપજ્યું હતું. જયારે ઘટના ને પગલે મોટી સંખ્યામાં લોકટોળા ભેગા થઇ ગયા હતા. સ્થાનિકો એ તંત્ર પર આક્ષેપ કર્યા હતા કે તંત્ર દબાણ દુર કરતુ નથી જેને કારણે અકસ્માતો ની સંખ્યા વધી રહી છે. ઘટના ની જાણ થતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતદેહ ને પીએમ અર્થે ખસેડી આગળ ની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે #😱ક્રેનચાલકે યુવકને કચડી માર્યો, CCTV