ગુજરાતના જૂનાગઢના ચોરવાડ ગામના જવાન શહીદ થયો. ચોરવાડ ગામના આ યુવાન સહિત અન્ય યુવાનો લેહમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન લેહમાં બરફના વાવાઝોડાએ અગ્નિવીર જવાનોને પોતાની લપેટમાં લીધા. અને લેહના બરફના તોફાનમાં જૂનાગઢના યુવાન સહિત અન્ય બે યુવાનો શહીદ થયા. બરફનું તોફાન અગ્નિવીર યુવાનો માટે કાળ બન્યું. દુશ્મનોને ડરાવનાર આ યુવાનો કુદરતના કહેરનો શિકાર થયા. 3 યુવાનોના મોતને પગલે તેમના પરીવારમાં શોકનો માહોલ છવાયો. #💐ગુજરાતનો વીર બરફના તોફાનમાં શહીદ 🇮🇳