3️⃣ ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત

3️⃣ ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત

ઈરાન અમેરિકા પર વળતો હુમલો કરશે તો ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત;ઈઝરાયલ, સાઉદી અરબ અને ચીન પર અસર થશે અમેરિકાએ શુક્રવારે સવારે બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોનથી હુમલો કરી ઈરાનના કુદ્સ ફોર્સના મેજર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. ત્યારબાદ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલ-ખામનેઈએ યોગ્ય સમયે બદલો લેવાની વાત કહી છે. જો ઈરાન-અમેરિકા પર કોઈ પણ જવાબી કાર્યવાહી કરશે તો ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ સર્જાઈ શકે છે. ખામનેઈના નેતૃત્વમાં હુમલાનો જવાબ આપવા માટે ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની તેહરાનમાં બેઠક ચાલી રહી છે. ઈરાન પાસે વિશ્વની 13મી સૌથી મોટી સેના છે. ઈરાન સાથે મધ્ય પૂર્વમાં લેબેનોનના હિજબુલ્લાહ, યમનના હૂતી વિદ્રોહી અને સીરિયાના બશર અલ-અસદ જેવા સહયોગી પણ સામેલ છે. ઈરાન દ્વારા ઈરાક અને સીરિયામાં અમેરિકાના સૈનિકો તથા સૈન્ય છાવણીઓ, ગોલન હાઈટ્સમાં ઈઝરાઈલના સુરક્ષા દળો, હોરમુઝમાં ટેન્કરો તથા સાઉદી અરબના ઓઈલ ઉત્પાદનના મહત્વના વિસ્તારો પર હુમલો થવાની શક્યતા છે. રશિયાએ સીરિયામાં તેની સેના ગોઠવી દીધી છે, જે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ તથા ઈરાનનું સમર્થન કરે છે. બીજીબાજુ દેશના ઉત્તરી વિસ્તારોમાં તુર્કી સુરક્ષા દળ લડી રહ્યા છે. તુર્કી નાટોના સભ્યો હોવાની સાથે રશિયા અને ઈરાનની નજીક પણ માનવામાં આવે છે.
#

3️⃣ ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત

3️⃣ ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત - ShareChat
GIF
14.1k એ જોયું
1 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post