😷 કોરોના વાઇરસ Update

😷 કોરોના વાઇરસ Update

28.4K
19.9K પોસ્ટ
33.6M એ જોયું
😷 કોરોના વાઇરસ Update
અમદાવાદ: વકીલોની વેદના, જુનિયર વકીલોની કાર્ટમાં રેગ્યુલર કામકાજ શરૂ કરવાની માગ
અમદાવાદ: વકીલોની વેદના, જુનિયર વકીલોની કાર્ટમાં રેગ્યુલર કામકાજ શરૂ કરવાની માગ #😷 કોરોના વાઇરસ Update
સોમવારથી ખુલી રહ્યા છે ધાર્મિક સ્થળો, મુખ્યપ્રધાન રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી ધાર્મિક આગેવાનો સાથે કરી ચર્ચા
સોમવારથી ખુલી રહ્યા છે ધાર્મિક સ્થળો, મુખ્યપ્રધાન રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી ધાર્મિક આગેવાનો સાથે કરી ચર્ચા #😷 કોરોના વાઇરસ Update
કચ્છમાં 5 BSF જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, જાણો જિલ્લામાં કુલ કેટલાં કેસ નોંધાયા? – Tv9 Gujarati #1 News Channel
કચ્છમાં 5 BSF જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, જાણો જિલ્લામાં કુલ કેટલાં કેસ નોંધાયા? #😷 કોરોના વાઇરસ Update
નિર્ણય@નાનુરણ: વરસાદને પગલે રસ્તો અસ્ત-વ્યસ્ત, દાદાના દર્શન માટે મનાઇ | Atal Samachar
Atalsamachar.com
કોરોના વચ્ચે બે દિવસ દરમ્યાન વરસાદ આવતા કચ્છના રણમાં પણ પાણી ભરાતા વચ્છરાજ દાદા મંદીરે જતો માર્ગ અસ્ત-વ્યસ્ત બન્યો છે. જેને લઇ કચ્છના પ્રસિધ્ધ વાછડાદાદાના સેવકો અને ઘાસચારો ભરીને આવતા તમામ ભાઇઓને રણમાં નહી આવવા અપીલ કરાઇ છે. વચ્છરાજદાદા જીવદયા ગૌસેવા ટ્રસ્ટ દ્રારા ભક્તોને રણમાં નહિ આવવા જણાવાયુ છે. નોંધનિય છે કે, વચ્છરાજ દાદાના મંદીરે વર્ષે-દહાડે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. #😷 કોરોના વાઇરસ Update
દોડધામ@પાટણ: શહેરમાં 1 અને ગ્રામ્યમાં 1 મળી આજે નવા 2 કેસ | Atal Samachar
Atalsamachar.com
પાટણ જીલ્લામાં આજે કોરોનાના નવા બે કેસ આવતા સાથે તમામ તાલુકાઓ કોરોનાગ્રસ્ત બન્યા છે. આજે પાટણ શહેરમાં એક અને સાંતલપુર તાલુકાના વારાહીમાં એક મળી કુલ બે કેસ સામે આવ્યા છે. આજે પોઝિટીવ આવેલા દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે આરોગ્ય તંત્ર દ્રારા તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આજે વધુ બે કેસ આવતા જિલ્લાના કુલ 97 કેસ થયા તો 7ના મોત થયા છે. #😷 કોરોના વાઇરસ Update
કલેક્ટર@પાટણ: સહાય માટે વિધવા બહેનોને ધક્કા, ભાજપ આગેવાનની રજૂઆત | Atal Samachar
Atalsamachar.com
કોરોના મહામારી વચ્ચે પાટણ જીલ્લામાં પેન્ડિંગ વિધવા સહાય અરજીઓ મંજુર કરવા કલેક્ટરને રજૂઆત થઇ છે. પાટણ જીલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રીએ કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે. જેમાં તેમણે પેન્ડિંગ અરજીઓ ચકાસણી માટે રેવન્યુ તલાટી પાસે તેમજ કેટલીક અરજી મામલતદાર કચેરીમાં પુર્તતા માટે પેન્ડિંગ હોઇ ઘટતી કાર્યવાહી કરવા પત્ર લખ્યો છે. #😷 કોરોના વાઇરસ Update
ગંભીર@અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં યુવકે પોલીસને જ ધમકી આપતા ફરીયાદ | Atal Samachar
Atalsamachar.com
અમદાવાદનાં કઠવાડા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ પોલીસને જ ધમકી આપીને ભાગી ગયો હતો. તેણે કહ્યું હતું કે, મારું નામ અલ્પેશ દરબાર છે, થાય તે તોડી લેજો. આવી ધમકી આપીને પોતાનો મોબાઈલ ફોન પછાડી જતા રહેલા યુવાન સામે નિકોલ પોલીસે ગુનો દાખલ કર્યો છે. કઠવાડા પોલીસ ચોકી પર પોલીસ સ્ટાફ દ્વારા અરજીના નિકાલની કામગીરી કરવામાં આવી રહી હતી. જેમાં સામ સામે ક્રોસ અરજી થયેલા બે અરજદારોને પોલીસે અરજીનાં નિકાલ માટે ચોકી પર બોલાવ્યા હતા. #😷 કોરોના વાઇરસ Update
દેશ: EDના પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટીવ, 48 કલાક માટે કાર્યાલય સીલ | Atal Samachar
Atalsamachar.com
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ તપાસ એજન્સીના પાંચ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જેથી તેમના કાર્યાલયને સીલ કરી દેવામાં આવ્યું છે. કોરોના પોઝિટિવ કર્મચારીઓમાં સ્પેશિયલ ડિરેક્ટર રેન્કના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓના કહેવા પ્રમાણે તપાસ એજન્સીના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા ત્યારબાદ ઈડીના કાર્યાલયને 48 કલાક માટે સીલ કરી દેવામાં આવ્યું છે. પાંચ કર્મચારી પૈકીના બે કર્મચારી કોન્ટ્રાક્ટ બેઝ પરના છે. ખાન માર્કેટ ખાતે આવેલા લોક નાયક ભવનના અન્ય માળના કેટલાક લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા જેથી તપાસ એજન્સીના કર્મચારીઓનું પણ ટેસ્ટિંગ કરાયું હતું. #😷 કોરોના વાઇરસ Update
આગાહી@ઉ.ગુ: કોરોના વચ્ચે હજી 5 દિવસ વરસાદ, 11મી જૂને ધોધમાર આવશે | Atal Samachar
Atalsamachar.com
5 દિવસ સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે, પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ આવશે  ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહૌલ છે ત્યારે આગામી પાંચ દિવસ હજુ ગુજરાતમાં વરસાદ વરસશે. એમાંય હવામાન વિભાગ દ્વારા 11મી જૂને સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહૌલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરે છે કે હજુ વરસાદ આવશે. ગુજરાતમાં ચોમાસું સમયસર બેસવાના હવામાન વિભાગ દ્વારા સંકેત આપવામાં આવ્યા છે #😷 કોરોના વાઇરસ Update
સુરતમાં કોરોના વાઈરસનો વધતો કહેર, વધુ 51 કેસ પોઝિટીવ નોંધાયા – Tv9 Gujarati #1 News Channel
સુરતમાં કોરોના વાઈરસનો વધતો કહેર, વધુ 51 કેસ પોઝિટીવ નોંધાયા #😷 કોરોના વાઇરસ Update
ખળભળાટ@મહેસાણા: મહિલા DYSP સહિત ચાર વ્યક્તિ કોરોનામાં સપડાયા | Atal Samachar
Atalsamachar.com
મહેસાણામાં આજે સવારે કોરોનાના નવા ચાર કેસ આવ્યા બાદ બપોરી ફરી બીજા ચાર કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાં મહેસાણા શહેરમાં ત્રણ અને વિજાપુરમાં એક મળી ચાર કેસ સામે આવ્યા છે. આજે મહેસાણામાં પોઝિટીવ આવેલા દર્દીઓમાં મહેસાણાના મહિલા DYSP રૂહીબેન પાયલાનો પણ સમાવેશ થયા છે. જેમાં આજે આવેલા ત્રણ દર્દીને સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે વિજાપુરમાં પોઝિટીવ આવેલા દર્દીને વડનગરમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કુલ પોઝિટિવ 144 છે. હાલ જીલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 54 છે. #😷 કોરોના વાઇરસ Update
સિદ્વપુર: દેવસ્થાનોમાં દર્શનાર્થીઓને ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવા અપીલ | Atal Samachar
Atalsamachar.com
ગુજરાતમાં જનતા કર્ફયુ બાદ આશરે 76 દિવસે સરકારે જાહેર કરેલ અનલોક-1માં ગાઈડ લાઈન અનુસાર પવિત્ર દેવસ્થાનો આમ જનતા માટે દર્શનાર્થે ખોલવામાં આવી રહ્યાં છે. જેને લઈ સિદ્વપુર નાં ભાવિકભક્તોમાં અનેરો આનંદ દેખાઈ રહ્યો છે. પવિત્ર,પ્રાચિન અને ઐતિહાસિક તીર્થધામ સિદ્ધપુર નગરમાં લોકડાઉન બાદ આગામી 8મી થી દેવસ્થાનો લોકો માટે દર્શનાર્થે ખુલવા જઈ રહ્યા છે ત્યારે દર્શનાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત ન બને તે માટે દરેક દેવસ્થાન કમિટી દ્વારા સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જાળવી લોકો દર્શન કરે, ખોટી ભીડભાડ થાય નહી, દરેક દર્શનાર્થી ફરજિયાત માસ્ક પહેરે જેવા ઉપરાંત અન્ય નિયમોનુ ચુસ્ત પાલન કરવા લોકોને અપિલ કરવામાં આવી છે. #😷 કોરોના વાઇરસ Update
ગંભીર@અમદાવાદ: આરોપીને પકડવા ગયેલી પોલીસ પર છરી વડે હુમલો | Atal Samachar
Atalsamachar.com
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પર છરી વડે હુમલો થયો છે. છરીના હુમલામાં એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એ એસ આઇ તરીકે ફરજ બજાવતા યાસીનમિયા એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ગત મોડી રાત્રે તેઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ કંટ્રોલ તરફ થી મેસેજ મળ્યો હતો. શાહઆલમ અમ્માં મસ્જિદ પાસે એક યુવતીને પેટ માં છરી મારેલ છે. જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફરિયાદીને ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. #😷 કોરોના વાઇરસ Update
ગીર-સોમનાથ: તોફાની પવન સાથે વરસાદ, આંબા પરથી કેરીઓ ખરી પડી | Atal Samachar
Atalsamachar.com
સમગ્ર ગુજરાતમાં હાલ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જ્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉંબા ગામે તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જોકે ચોમાસા પહેલાના વરસાદ અને સૂસવાટાભેર પવનથી ખેડૂતોને નુકશાન થયું છે. #😷 કોરોના વાઇરસ Update
ગાંધીનગર: ધાર્મિક સંસ્થાઓના આગેવાનો સાથે મુખ્યમંત્રીની વીડિયો કોન્ફરન્સ | Atal Samachar
Atalsamachar.com
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધાર્મિક સંસ્થાના આગેવાનો સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં ધાર્મિક સ્થળોને ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કેટલાક નિયમો સાથે દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વ પૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. #😷 કોરોના વાઇરસ Update
આગાહી@દેશ: અમ્ફાન અને નિસર્ગ બાદ હવે આવી શકે છે આ વાવાઝોડું | Atal Samachar
Atalsamachar.com
ભારતમાં અમ્ફાન અને નિસર્ગ બાદ વધુ એક ચક્રાવાતનો ખતરો જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડું બંગાળની ખાડીની ઉપર ઓછા દબાણના કારણે સર્જાઈ શકે છે. સ્પષ્ટ રીતે કહી શકાય નહીં કે આ ઓછું દબાણ ચક્રાવાતનું રૂપ લેશે કે નહીં. હવામાન વિભાગના અનુસાર 4-5 દિવસો સુધી તેની પર નજર રાખવામાં આવશે. #😷 કોરોના વાઇરસ Update
ગંભીર: એક શિક્ષિકાએ 25 શાળાઓમાં હાજરીનું તરકટ રચી 1 કરોડનો પગાર લીધો | Atal Samachar
Atalsamachar.com
ઉત્તર પ્રદેશની એક શિક્ષિકા અનામિકા શુક્લા લોકડાઉનનાં મહિનાઓથી 25 સ્કૂલોમાં કામ કરતી હતી અને ડિજિટલ ડેટાબેઝ હોવા છતાં 1 કરોડનો પગાર મેળવવામાં સફળ રહી હતી. આ થોડું અશક્ય લાગે છે, પરંતુ સાચું છે. તે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) માં કાર્યરત અને સંપૂર્ણ સમયના વિજ્ઞન શિક્ષક છે અને આંબેડકર નગર, બગપત, અલીગઢ, સહારનપુર અને પ્રયાગરાજ જેવા જિલ્લાઓની ઘણી શાળાઓમાં સાથે પણ કામ કરતી. જ્યારે શિક્ષકોનો ડેટાબેસ બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. માનવ સેવા પોર્ટલ પર શિક્ષકોના ડિજિટલ ડેટાબેઝમાં શિક્ષકોના વ્યક્તિગત રેકોર્ડ, જોડાવાની તારીખ અને બઢતીની આવશ્યકતા છે. એકવાર રેકોર્ડ્સ અપલોડ થયા પછી, જાણવા મળ્યું કે અનમિકા શુક્લાની સમાન વ્યક્તિગત વિગતોવાળી 25 શાળાઓમાં સૂચિબદ્ધ હતી. #😷 કોરોના વાઇરસ Update
*શું ફક્ત ૨૧ દિવસ ઘર માં રહેવાથી બધું શમી જશે????* ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ ડો. વિજય ગોસ્વામીનો ખૂબ અગત્યનો લેખ લડાઈ તો ૨૨ માં દિવસે શરુ થવાની છે!!!! શું તમે તૈયાર છો? શું થવાનું છે ૨૨ માં દિવસે???? ધ્યાન રાખજો, આ વાંચી ને ચોંકી જવાથી કઈ નઈ થાય, વાંચો અને વિચારો! *૨૨ માં દિવસે જયારે લોક ડાઉન ખુલશે ત્યારે...* - જેમ કેટલાક લોકોએ જનતા કર્ફ્યુ દરમિયાન કર્યું હતું, તેમ હવે *આખો દેશ અચાનક રાષ્ટ્રધ્વજ સાથે તેમના ઘરની બહાર નીકળશે*, દેશભક્તિના ગીતો વગાડશે અને સૂત્રોચ્ચાર કરશે કે આપણે યુદ્ધ જીતી લીધું છે અને આપણે કેટલા મહાન રાષ્ટ્ર છીએ બધા એ ભૂલી જશે કે આપણે વાયરસનો સંપૂર્ણ રીતે નાશ કર્યો નથી, પરંતુ ફક્ત તેને કાપવાનો પ્રયત્ન કર્યો છે. - શહેરના *કહેવાતા બુદ્ધિજીવી લોકો 22 માં દિવસે થિયેટરો, રેસ્ટોરાં, મોલ્સ, ઉદ્યાનો જેવા જાહેર સ્થળો પર જઈ રહ્યા હશે*. તેઓ આ હકીકતની અવગણના કરશે કે સામાજિક અંતર (social distancing)ને હજુ પાળવાનું જ છે અને વાયરસ હજી પણ ત્યાં છે. - તમામ *નાના અને મધ્યમ વ્યવસાયો, બધી કોર્પોરેટ ઓફિસો તેમના સામાન્ય નિર્ધારિત સમય પર કામ કરવાનું શરૂ કરશે* અને એટલું જ નહિ લોક-ડાઉન અવધિના બાકી રહેલા કામને આવરી લેવા માટે ડબલ શિફ્ટ, વધારાના કલાકો, કર્મચારીઓને રોકી રાખવામાં આવશે અને જે મોટા પ્રમાણ માં ઇન્ફેકશન ને વધારશે. - જે લોકો પહેલાથી જ તેમના ગામો માટે રવાના થયા છે, ઉદાહરણ તરીકે આપણા ઘર ની કામવાળી અથવા *દૈનિક વેતન માટે કામ કરતા લોકો હવે ખરાબ અર્થવ્યવસ્થાને કારણે શહેરમાં ભાગતા પાછા આવશે* અને પોતાનું ખોવાયેલું વળતર મેળવવાની કોશિશ કરશે. આ પછી જો હજારો લોકોમાંથી એક પણ વ્યક્તિ હળવા લક્ષણો અનુભવતા હશે અથવા તેમની ચકાસણી નહિ થઇ હોય અને હજુ પણ બેદરકારીથી આમતેમ ફરશે તો વાયરસ ને હોસ્ટ કરી રહેલા આ બધા લોકોથી ફરીથી ઇન્ફેકશન ની ચેન શરુ થશે. - દેશભરમાં *જાહેર પરિવહન(public transport)ના તમામ માધ્યમો જેવા કે બસ, ટ્રેન પર અચાનક ભીડ થશે* અને અચાનક ફરીથી લોકોમાં રહેલા વાયરસને સંક્રમિત થવાની શક્યતાઓ ખુબ જ વધશે. _આખું ભારત એ ભૂલી જશે કે આપણે આ મહા રોગ, એક ભયંકર વૈશ્વિક કટોકટીના મધ્યમાં છીએ અને દરેક વ્યક્તિ માસ્ક, સેનિટાઇઝર્સને છોડીને અંગત સ્વચ્છતા જાળવવાનું ભૂલી જશે , કારણ કે બધા એવું મને છે કે ૨૧ દિવસ ભારે રહીને ભારત ને વાયરસનો ઉપાય મળ્યો છે._ ...ના એવું જરાય નથી! ...આ જ કારણ છે કે દેશમાં જંગલી આગની જેમ વાયરસની બીજી તરંગ ફેલાવાની શક્યતાઓ રહેલી છે..! જો તમે મારા પર વિશ્વાસ ન કરો તો, તમે H1N1 (swine flu) નામના આ વાયરસના આંકડા ચકાસી શકો છો જે 2009 માં થયો હતો *જો આપણે લોકોને 22માં દિવસથી શું કરવાનું છે તે વિશે શિક્ષિત કરીએ તો તકનીકી રૂપે 21 દિવસનું ક્વોરેન્ટાઇન એકદમ નકામું બની જશે.* નહિ તો આગળ હજુ પણ લોક ડાઉન થવાની શક્યતાઓ હશે અને જે અર્થતંત્ર ને વધુ નબળું કરી નાખશે. *તો આપણે ૨૨માં દિવસથી શું કરી શકીએ?* - આપણે બુદ્ધિપૂર્વક કાર્ય કરીએ. 22માં દિવસ થી પાર્ટીમાં ન જઈએ , જાહેર જગ્યાઓ પર બિલકુલ એકઠા ના થઈએ. છેલ્લા 4 અઠવાડિયાથી અમલ કરી રાખેલી બધી સૂચનાઓને વ્રતની જેમ પાળી રાખવાના પ્રયાસ કરીએ. - કૃપા કરીને ભૂલશો નહીં, આ વાયરસનો અંત નથી, આ ફક્ત અંતની શરૂઆત છે. - જે લોકો આ લેખ નથી વાંચવાના એની સાથે આ વાતો ને શેર કરીને આ વાયરસ ની લોકો પરની અસરો વિશેની જાગૃતિ ફેલાવીએ. - તમારી આસપાસના બધા જ ભારતીયો છે અને જો બધા જ પુરેપુરી તકેદારી રાખશે તો જ અને તો જ બધા આ મહામારીને જલ્દી થી નાથી શકાશે એવી વાત ને સતત યાદ રાખીએ અને આ જ વાત નો અમલ બધા કરે એનું ધ્યાન રાખીએ. - *હું અત્રે થી આજ વાત સરકાર ને પણ પહોચે તેવા પ્રયાસ સાથે હાથ જોડી ને વિનંતી કરું છું કે ૨૨માં દિવસ થી ખરી લડાઈ લડીએ અને સોસીયલ ડીસટન્સીંગ ને વ્રત ની જેમ પાળીએ.* - જો આપણે આ મુદ્દાની ગંભીરતાને ખરા અર્થમાં સમજીએ અને સંકટનાં આ સમયમાં એક અવાજ તરીકે ભેગા થઈશું, તો આપણે 1.3 અબજ ભારતીયોનાં જીવનમાં મોટો તફાવત લાવી શકીશું. _હું ફક્ત એક ભારતમાતાનો બાળક છું અને આખા ભારત પાસેથી આ કોરોના વાયરસ વિશે વિવેકપૂર્ણ વર્તન કરવાની અપેક્ષા રાખી રહ્યો છું._ *Dr Vijay Goswami* MD anaesthesia... JAY BHARAT...🇮🇳🇮🇳🇮🇳🇮🇳 JAY JAWAAN ...🇮🇳🇮🇳🇮🇳🇮🇳 #😷 કોરોના વાઇરસ Update #👨‍⚕️ કોરોના વાયરસથી બચવાના ઉપાયો #👌 શેરચેટ Trends #😷 મારુ જનતા કરફ્યુને સમર્થન #⏱ 9 વાગ્યે 9 મિનિટ 🕯️ JAY KISHAN.....🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Follow me... #😷 કોરોના વાઇરસ Update #📵 બેન ચાઈનીઝ TikTok ? #🔒 ભારત લોકડાઉન: 21 દિવસ #🇮🇳 દેશભક્તિ #😨 નિઝામુદ્દીન ગંભીર સમસ્યા
#😷 કોરોના વાઇરસ Update કોરોના હારશે, દેશ જીતશે. ઘરમાં રહેશો, તો જીતશું. #સેવા #સુરક્ષા #શાંતિ #thegreatgujaratpolice #thegreatgujaratpolice #gujaratpoliceofficers #gujaratpolice #gujrat #policeacademy #indianpolice #policefamily #ips #cop #psi #asi #srpf #jayjaygarvigujarat #jayhind🇮🇳 #😷 કોરોના વાયરસનો પ્રકોપ #💉 ગુજરાતમાં કોરોનાનો કહેર #👨‍⚕️ કોરોના વાયરસના લક્ષણો #📞 કોરોના હેલ્પલાઈન & માહિતી
પટેલ #😷 કોરોના વાઇરસ Update #👌 મોદી સરકાર
#😷 કોરોના વાઇરસ Update #🔒 ભારત લોકડાઉન: 21 દિવસ #🔒 ગુજરાત લોકડાઉન
#😷 કોરોના વાઇરસ Update #🙌 હેન્ડ વોશ ચેલેન્જ #😷 કોરોના ની મફત સારવાર #😨 નિઝામુદ્દીન ગંભીર સમસ્યા
#😷 કોરોના વાઇરસ Update
#😷 કોરોના વાઇરસ Update #🔒 ભારત લોકડાઉન: 21 દિવસ #🔒 ગુજરાત લોકડાઉન #😷 કોરોના વાયરસનો પ્રકોપ
#😷 કોરોના વાઇરસ Update #😱 કોરોના વાયરસ નો હાહાકાર #👨‍⚕️ કોરોના વાયરસથી બચવાના ઉપાયો #🔒 ભારત લોકડાઉન: 21 દિવસ #🔒 ગુજરાત લોકડાઉન
#😷 કોરોના વાઇરસ Update