📰 અમદાવાદ સમાચાર

📰 અમદાવાદ સમાચાર

રૂપાણીનું 'પાણી' મપાશે! ગુજરાતમાં ઘેરું બનતું જળસંકટ, વરસાદ ખેંચાતા ડેમોના પાણી ખૂટ્યા અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી લઈ અત્યાર સુધી સીઝનનો કુલ 53 ટકા વરસાદ પડ્યો છે. આમ છતાં ગુજરાતના જળાશયોની સ્થિતિમાં ઉનાળા કરતા કોઈ ખાસ પરિવર્તન જોવા મળ્યું નથી. રાજ્યના કુલ 203 ડેમોમાં ગત મે માસ કરતા હાલ માત્ર 2.61 ટકા જ પાણીનો વધારો થયો છે. આ પહેલા મે માસમાં 33.95 પાણી હતું, જે 9 ઓગસ્ટની સ્થિતિએ વધીને 36.56 ટકા થયું છે. જેની તુલનાએ ગત વર્ષે આજના દિવસે 59.36 ટકા પાણી હતું. આમ પાણીના જથ્થામાં કુલ 22.8 ટકાનો ઘટાડો છે. આમ રાજ્યમાં ગંભીર જળ કટોકટીને કારણે આગામી દિવસોમાં રૂપાણી સરકારનું પણ પાણી મપાઈ શકે છે. 84 જળાશયોમાં 25 ટકા કરતા પણ ઓછું પાણી ગુજરાતના માત્ર 12 જળાશયોમાં જ 100 ટકા કરતા વધુ પાણીનો જથ્થો છે. તેમજ 30 જળાશયોમાં 70થી 100 ટકા, 28 જળાશયોમાં 50થી 70 ટકા, 49 ડેમોમાં 25થી 50 ટકા પાણી છે. જ્યારે 84 જળાશયોમાં 25 ટકાથી ઓછું પાણી છે. રાજ્યના 203 ડેમોમાં 36.56 ટકા અને સરદાર સરોવર ડેમમાં 39.49 ટકા જ પાણી રાજ્યના કુલ 203 જળાશયોમાં 203459 એમ.સી.એફ.ટી.(મિલિયન ક્યુબિક ફિટ) જળસંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના 36.56 ટકા જેટલો થાય છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 1,31,918 MCFT જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના 39.49 ટકા જેટલો થાય છે. ઉત્તર ગુજરાતમાં ગત વર્ષ કરતા 52.86 ટકા પાણીની ઘટ હાલની સ્થિતિએ ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 32 ટકા પાણીનો જથ્થો છે, જ્યારે ગત મે માસમાં 32.63 ટકા પાણીનો જથ્થો હતો. આમ ભર ચોમાસે પાણીના જથ્થામાં પોઈન્ટ 63 ટકાનો ઘટાડો થયો છે. તેમજ ગત વર્ષે આજના દિવસે કુલ 82.86 ટકા પાણીનો જથ્થો હતો. આમ ચાલુ વર્ષે 52.86 ટકા પાણીની ઘટ પડી છે. મધ્ય ગુજરાતમાં 32.77 ટકા પાણીની ઘટ મધ્ય ગુજરાતના 17 જળાશયોમા 49.75 ટકા પાણીનો સંગ્રહ છે, જ્યારે ગત મે માસમાં 53. 75 ટકા પાણીનો જથ્થો હતો. આમ પાણીના જથ્થામાં 4 ટકાનો માતબર ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે આજના દિવસે એટલે કે 9 ઓગસ્ટ 2017ના રોજ 82.52 ટકા પાણી હતું. આમ ચાલુ વર્ષે 32.77 ટકા પાણીની ઘટ છે. દક્ષિણ ગુજરાતમાં 15.21 ટકા પાણીની ઘટ સર્જાઈ હાલની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 32.51 ટકા પાણી છે, જ્યારે ગત મે માસમાં 33.33 ટકા પાણીનો જથ્થો હતો. આમ પાણીના જથ્થામાં કુલ પોઈન્ટ 82 ટકાનો ઘટાડો થયો છે. તેમજ ગત વર્ષે આજના દિવસે 47.72 ટકા પાણીનો જથ્થો હતો. આમ ચાલુ વર્ષે 15.21 ટકા પાણીની ઘટ સર્જાઈ છે. કચ્છમાં 31.85 ટકા પાણીની ઘટ સાથે ગંભીર કટોકટી જ્યારે કચ્છના 20 જળાશયોમાં 9.48 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે ગત મે માસમાં કુલ 15.70 ટકા પાણી હતું. આમ પાણીના જથ્થામાં 6.22 ટકાનો ઘટાડો નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષે આજના દિવસે 41.33 ટકા પાણીનો સંગ્રહ થયો હતો. સૌરાષ્ટ્રમાં 17.21 ટકા પાણી ઓછું સૌરાષ્ટ્રની વાત કરીએ તો કુલ 138 જળાશયોમા 44.87 ટકા જળનો સંગ્રહ થયો છે. જે ગત માસ માસના 21.52 ટકા કરતા 23.35 ટકા વધુ છે. પરંતુ સૌરાષ્ટ્રમાં ગત વર્ષે હાલની સ્થિતિ કરતા પાણીનો સંગ્રહ વધુ હતો. આજના દિવસે 62.08 ટકા પાણી હતું. આમ સૌરાષ્ટ્રમાં 17.21 ટકા ઓછું પાણી છે. ડેમમાં પાણીની આવક અને જાવકની સ્થિતિ જયારે સરદાર સરોવરમાં 3743 ક્યુસેક, વણાકબોરીમાં 6500 કયુસેક, દમણગંગામાં 2860 ક્યુસેક, કડાણામાં 1425 ક્યુસેક અને રાવલ જળાશયમાં 1119 ક્યુસેક પાણીની આવક છે. તો બીજી તરફ વણાકબોરીમાંથી 300 કયુસેક, દમણગંગામાંથી 797 ક્યુસેક અને કડાણા જળાશયમાંથી 9800 ક્યુસેક પાણીની જાવક છે.
#

અમદાવાદ સમાચાર

અમદાવાદ સમાચાર  - ShareChat
12.4k views
6 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post