📰 અમદાવાદ સમાચાર

📰 અમદાવાદ સમાચાર

ચીનની જેમ બેન્ક ફ્રોડ કરનારા કે નાદારને BRTSમાં પ્રવેશ નહીં આપવા ઘડાતો તખ્તો                    અમદાવાદ: બીઆરટીએસના વ્યવહાર કૅશલેશ બનાવવા માટે એક તરફ તંત્રએ અલ્ટિમેટમ આપી દીધું છે અને કાર્ડ માટે આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા ગ્રાહકો પાસે એફિડેવિટ કરાવવામાં આવી રહી છે ત્યારે ડેક્લેરેશનમાં એવી ખાતરી આપવાની છે કે તમે કોઇ નાદાર નથી અને તમારી સામે નાદારીનો લગતો કોઇ કેસ ચાલતો નથી. જો તમે નાદાર હોય તો તમને કાર્ડ મળી શકે નહી. ચીનમાં બેંક ફ્રોડ કે નાદાર થયેલા લોકો માટે જાહેર પરિવહનની સુવિધા ઉપલબ્ધ નથી હોતી. તે રીતે બીઆરટીએસમાં જો આવા નાદારને કાર્ડ ન આપે તો તેઓ જાહેર પરિવહનનો ઉપયોગ ન કરી શકે તેવી શક્યતા ઊભી થઇ છે.બેંક ફ્રોડ કે નાદારને બીઆરટીએસનું કાર્ડ નહીં મળી શકેબીઆરટીએસ દ્વારા 1લી સપ્ટેમ્બરથી કૅશલેસ વ્યવહાર શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે તેના માટે જરૂરી કૅશલેસ કાર્ડ ગ્રાહકોને આપવાની શરૂઆત થઇ ગઇ છે. ખાનગી બેંક દ્વારા આપવામાં આવતા કાર્ડ માટે અંગ્રેજીમાં છપાયેલું એક ડેકલેરેશન પર ગ્રાહકોની સહી કરાવવામાં આવે છે. જેમાં એવી સ્પષ્ટતા કરાઇ છે કે, તમારી સામે નાદારીને લગતા કોઇ કેસ પડતર નથી અને તમે નાદારી નોંધાવી નથી. આ સંજોગોમાં બેંક ફ્રોડ કે નાદારને બીઆરટીએસનું કાર્ડ નહીં મળી શકે.જાહેરક્ષેત્રના પરિવહન માટે આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા લાદવામાં આવેલા કેટલાક નિયંત્રણો બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆતો થઇ છે. બેંક કોઇપણ વ્યક્તિને કોઇ કારણ આપ્યા સિવાય પણ તેમનું કાર્ડ રદ્ કરી શકે છે તેવી પણ સ્પષ્ટતા કરાઇ છે. 90 ટકા જનમિત્ર કાર્ડ ઈશ્યૂ થાય પછી બીઆરટીએસમાં કેશલેસ સિસ્ટમ દાખલ કરાશે.ગ્રાહકનો ડેટા શેર કરવાની શરત પણ મુકાઈ છેબેંક દ્વારા એક શરત એવી પણ રાખવામાં આવી છે કે, ગ્રાહક દ્વારા આપવામાં આવતા તમામ ડેટાનો આઇસીઆઇસીઆઇ બેંક અથવા તેને સંલગ્ન કોઇ પણ કંપનીને આ ડેટા આપી શકાય છે તેમજ તેનો ઉપયોગ પણ થઇ શકે છે. બેંક અને તેની સંલગ્ન કંપનીઓ ગ્રાહકોને તેમની પ્રોડક્ટની વિગતો જણાવવા માટે કે અન્ય કોઇ પણ પ્રચાર પ્રસાર માટે પણ ફોન કોલ્સ, એસએમએસ કે ઇ-મેલ પણ કરી શકે છે.
#

અમદાવાદ સમાચાર

અમદાવાદ સમાચાર  - ShareChat
8.3k views
7 months ago
Share on other apps
Facebook
WhatsApp
Copy Link
Delete
Embed
I want to report this post because this post is...
Embed Post