📋 15 જુલાઈનાં સમાચાર
પ્રિયંકા ગાંધી વાડ્રા સંભાળશે ઉત્તરપ્રદેશની કમાન

📋 15 જુલાઈનાં સમાચાર

પ્રિયંકા ગાંધી વાડ્રા સંભાળશે ઉત્તરપ્રદેશની કમાન
નવીદિલ્હી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હવે આખા ઉત્તરપ્રદેશની કમાન સંભાળશે, વાસ્તવમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ પશ્વિમી ઉત્તર પ્રદેશ પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ તેમનું પદ છોડી દીધુ હતુ. એટલા માટે ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીની જવાબદારી વધારી દીધી છે. યુપી પ્રદેશ પ્રભારી મહાસચિવ બનાવતા પ્રદેશ કોંગ્રેસમાં ઉત્સાહની લહેર છે. ઘણા પાર્ટી કાર્યકર્તા ટ્‌વીટર પર પ્રિયંકા ગાંધીને અભિનંદન પાઠવી રહ્યા છે.

ઉલ્લેખનીય છેકે, ૬ મહિના પહેલાં પ્રિયંકા ગાંધીને પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. તેની સાથે જ તેમને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્વિમી ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપાઈ હતી. લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધુ હતુ. તો ઉત્તર પ્રદેશ સહિત દરેક રાજ્યનાં મોટા નેતાઓએ રાજીનામા આપ્યા હતા.રાહુલ ગાંધીનાં રાજીનામા બાદ પાર્ટીમાં પુનર્ગઠનની પ્રક્રિયા ચાલી રહી છે. એવાંમાં પ્રિયંકા ગાંધીને સોંપાયેલી નવી જવાબદારીથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે.

પાર્ટી કાર્યકર્તાઓનું કહેવું છેકે, એક પ્રભારી મહાસચિવ હોવાને કારણે હવે નિર્ણયો લેવામાં મોડું થશે નહી અને હવે અહીં સંગઠન મજબૂત બનશે.પાર્ટી માને છેકે, પ્રિયંકા ગાંધીને ૨૦૨૨ની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં હાર માટે પ્રિયંકાને જવાબદાર ગણવી યોગ્ય નથી. પ્રિયંકાએ પણ બેઠકોમાં કહ્યુ છેકે, અમે ૨૦૧૯માં મજબૂતીથી લડીશું પરંતુ અમારું મોટું ફોકસ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી છે. પાર્ટીનાં અંદર અમુક લોકો એવા પણ છેજે પ્રિયંકા ગાંધીને ૨૦૨૨માં ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી પદના ચહેરો બનાવવાની માંગ કરી રહ્યા છે.

16.6k એ જોયું
2 મહિના પહેલા
સુરત રેપ કેસ

📋 15 જુલાઈનાં સમાચાર

આસારામને જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
ન્યુ દિલ્હી,તા.૧૫ સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સુરત રેપ કેસમાં આસારામના જામીન ફગાવી દીધા છે. સાથે જ સુપ્રીમ કોર્ટે નિચલી કોર્ટન જલદી ટ્રાયલ પૂર્ણ કરવાનું પણ કહ્યું છે. ત્યારે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે આસારામ સામે સુરતમાં ચાલી રહેલા રેપ કેસમાં હજુ ૧૦ સાક્ષીઓના નિવેદનો લેવાના બાકી છે. સુપ્રીમ કોર્ટે નિટલી કોર્ટને કહ્યું કે, હાઇકોર્ટની ટિપ્પણીથી પ્રભાવિત થયા વિના કેસનો નિકાલ કરો.

જણાવી દઇએ કે, આસારામ ચાર વર્ષથી વધારે સમયથી જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ છે. આસારામને એક સગીર છોકરી પર બળાત્કાર કરવાના કેસમાં દોષિત જાહેર કર્યો છે. ત્યારબાદ જોધપુરની એક કોર્ટે આસારામના આશ્રમમાં પાંચ વર્ષ પહેલા એક કિશોરી પર બળાત્કાર ગુજારવાના કેસમાં દોષિત જાહેર કર્યા બાદ તેને ૨૫ એપ્રિલના રોજ આજીવન કારાવાસની સજા ફટકારી હતી.

17k એ જોયું
2 મહિના પહેલા

📋 15 જુલાઈનાં સમાચાર

Baraiya Jagdish
#📋 15 જુલાઈનાં સમાચાર #📋 15 જુલાઈનાં સમાચાર
4.1k એ જોયું
2 મહિના પહેલા
વિજેન્દ્ર સિંહની ધમાકેદાર વાપસી

📋 15 જુલાઈનાં સમાચાર

અમેરિકાના બોક્સર સ્નાઇડરને હરાવ્યો
ન્યૂજર્સી,તા.૧૪ કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી હાર્યા બાદ ભારતના પ્રોફેશનલ મુક્કેબાજ વિજેન્દ્ર સિંહે રિંગમાં શાનદાર વાપસી કરી છે. એક વર્ષ સુધી રિંગથી દૂર રહ્યા બાદ વિજેન્દ્રે રવિવારે એક મુકાબલામાં અમેરિકાના બોક્સર માઇક સ્નાઇડરને હરાવ્યો છે.

નેવાર્ક(ન્યૂ જર્સી)માં ૮ રાઉન્ડના સુપર મિડિલવેટ કોન્ટેસ્ટમાં વિજેન્દરે માઇક સ્નાઇડરને નોક આઉટ કર્યો. ડબ્લ્યૂબીઓ ઓરિએન્ટલ અને એશિયા પેસિફિક સુપર મિડિલવેટ ચેમ્પિયન વિજેન્દ્રને અત્યાર સુધી કોઈ હરાવી શક્યું નથી. વિજેન્દ્રે તેના પ્રો-બોક્સિંગ કરિયરમાં અત્યાર સુધી ૧૧ મુકાબલા રમ્યા છે અને બધા જીત્યા છે. આ મુકાબલાઓમાં તેને ૮માં તો નોક આઉટમાં જીત મેળવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ વિજેન્દ્રે પહેલા કહ્યું હતું કે તે તેના બોક્સિંગ કરિયર પર ધ્યાન આપવા ઇચ્છે છે અને વધુ સારું કરવા માંગે છે. ૩૩ વર્ષના વિજેન્દ્ર સિંહે જીત બાદ ખુશી જાહેર કરતા એક સુંદર ટ્‌વીટ કર્યું છે. વિજેન્દ્રે સપોર્ટ કરવા બદલ ફેન્સનો આભાર માન્યો છે.

22.7k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post