📋 4 જુલાઈનાં સમાચાર
નવા વર્ષની શુભેચ્છા

📋 4 જુલાઈનાં સમાચાર

વડાપ્રધાન મોદીએ કચ્છીઓને તેમની ભાષામાં નવા વર્ષની શુભેચ્છા આપી
ન્યુ દિલ્હી,તા.૪ આજે અષાઢી બીજના અવસરે કચ્છીઓ નવા વર્ષની ઊજવણી કરે છે. દેશમાં ઠેર ઠેર ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઉત્સવ ઊજવાય છે જ્યારે કચ્છમાં નવા વર્ષનો પ્રારંભ થાય છે. આજથી કચ્છમાં નવું વર્ષ બેસે છે. વડાપ્રધાન મોદીનો કચ્છ સાથેનો નાતો જૂનો છે. કચ્છના ભૂકંપથી ગુજરાતના સીએમ તરીકે પ્રસ્થાપિત થનારા નરેન્દ્ર મોદી કચ્છની પ્રજા સાથેના તેમના સંબંધોને અવારનવાર ઉજાગર કરતા રહે છે. આજે કચ્છી નવ વર્ષ નિમીતે પીએમ મોદીએ કચ્છીઓને તેમની જ ભાષામાં શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ ટ્‌વીટર પર લખ્યું, કચ્છી નયો વરહ અષાઢી બીજ જી મડે ભેણુ કે જજી વધાઇયું. નયો વરહ આઈ મડે કે સુખ સમૃદ્ધિ અને શાંતિ ડે અને મડેજા મનોરથ પૂરા થીયે એડી મુજી જજી જજી શુભકામના.

કચ્છી નયો વરહ અષાઢી બીજ જી મડે ભા ભેણુ કે જજી વધાઈયુ . નયો વરહ આઈ મડે કે સુખ સમૃદ્ધિ અને શાંતિ ડે અને મડેજા મનોરથ પૂરા થીયે એડી મુજી જજી જજી શુભકામના...

વડાપ્રધાન મોદીએ આ ટ્‌વીટર કર્યા બાદ જ સોશિયલ મીડિયામાં ટ્‌વીટ વાયરલ થઈ ગયું હતું. સીએમ રૂપાણી સહીત ભાજપના અનેક નેતાઓએ તેને રીટ્‌વીટ કર્યુ હતું. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતું વાઘાણીએ પણ કચ્છી નવ વર્ષની ટ્‌વીટર પર શુભેચ્છાઓ પાઠવી હતી.

11.3k એ જોયું
2 મહિના પહેલા
અન્ય એપ પર શેર કરો
Facebook
WhatsApp
લિંક કોપી કરો
કાઢી નાખો
Embed
હું આ પોસ્ટની ફરિયાદ કરવા માંગુ છુ, કારણકે આ પોસ્ટ...
Embed Post